IndiaPolitics

અમિત શાહ એ રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ રજુ કરતાં જ અધ્યક્ષે રાજ્યસભાનું જીવંત પ્રસારણ અટકાવ્યું! જાણો!

અમિત શાહ દ્વારા નાગરિક સંશોધન બિલ લોકસભામાં રજુ કર્યું હતું અને લોકસભામાં ભાજપ બહુમતીમાં હોવાથી લોકસભામાં આસાનીથી આ બિલ પાસ થઈ ગયું હતું. બિલ બાબતે ચર્ચા વિચારણા વખતે ભાજપ અને કોંગ્રેસ આમને સામને પણ આવી ગયા હતાં પરંતુ રાજ્યસભાની જેમ લોકસભાનું લાઈવ રિપોર્ટિંગ અટકાવવામાં આવ્યું નોહતું. લોકસભામાં આ બિલ બાબતે ચર્ચા વખતે અમિત શાહ દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું અને એ નિવેદન બાબતે જવાબ આપતા કોંગ્રેસ પ્રવક્તાએ અમિત શાહને ચેલેન્જ પણ આપી દીધી હતી. ચર્ચામાં ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ કોંગ્રેસ નેતા મનીષ તિવારી અમને સામને આવી ગયા હતા.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં આ બીલનો વિરોધ શરૂ થઈ ગઈ ગયો છે અને કેટલીક જગ્યાએ આ વિરોધે હિંસાનું સ્થાન લઈ લીધું છે. આસમમાં બીલના વિરોધમાં ઘણી જગ્યાએ આગચાંપી થઈ છે તો રસ્તા રોકો અને વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે. ભાજપ સરકાર પર આ બીલની આડમાં દેશને ધર્મના આધારે વિભાજીત કરવાનો આક્ષેપ લાગી રહ્યો છે. આજે ભાજપ સરકાર દ્વારા આ બીલ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું. જેવું બિલ રાજ્યસભામાં ટેબલ થયું કે તરતજ રાજ્યસભાનું વાતાવરણ ગરમ થઈ ગયું અને સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપ માટે રાજ્યસભામાં પણ આ બિલ પાસ કરાવવુ મહત્વનું છે અને સંસદના બંને ગૃહમાં આ બિલ પાસ થાય તો જ આ બીલ રાષ્ટ્રપતિ પાસે પહોંચે અને તેમની સહી બાદ કાયદો સ્વરૂપર અમલમાં આવે. એટલે ભાજપ માટે આ બીલ રાજ્યસભામાં પણ પાસ કરાવવું પડે તેમ છે. આ બિલ રજૂ કરતાં અમિત શાહ બોલતાં હતા ત્યારે કેટલાક વિપક્ષી સાંસદો દ્વારા તેમને બોલતા અટકાવવામાં આવતાં હતાં જેમ દરેક વખતે સાંસદો દ્વારા હોબાળો માચાવવામાં આવે છે તેવું થવું થવા લાગ્યું. ત્યારે અધ્યક્ષ દ્વારા વિપક્ષોને શાંતિ જાળવવા અને ગૃહ મંત્રીને બોલવા દેવા માટે જણાવ્યું હતું.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

હોબળાની વચ્ચે અમિત શાહે ભાષણ અટકાવ્યા વગર બોલવાનું ચાલુ રાખ્યું હતું અને જ્યારે ગૃહમંત્રી અમિત શાહ આ બિલ પ્રસ્તુત કરતી વખતે એમ બોલ્યા કે ભાજપ સરકાર આસામી લોકોના હકોનું રક્ષણ કરશે ત્યારે વિપક્ષના નેતાઓ આક્રોશપૂર્વક અમિત શાહ ઉપર ભડક્યા. જે બાબતે અધ્યક્ષ દ્વારા સાંસદોને શાંતિ જાળવવા માટે જણાવવમાં આવ્યું હતું પરંતુ સાંસદો દ્વારા કોઈજ વાત માનવામાં આવી નોહતી. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ વિપક્ષના સભ્યોને ચેતવણી આપી હતી કે જો સાંસદોનું આ વર્તન ચાલુ રહેશે તો તેઓ સાંસદને દિવસ ભર માટે સભામાંથી સસ્પેન્ડ કરશે. જેના પગલે વધારે હોબાળો થયો.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

ગૃહમાં હોબાળો થતાંની સાથે જ વેંકૈયા નાયડુ દ્વારા લાલ બટન દબાવામાં આવ્યું હતું જેના કારણે રાજ્યસભા TV દ્વારા થોડા સમય માટે ગૃહની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું હતું. બપોરે 12:24 કલાકે રાજ્યસભાએ અધ્યક્ષ મહોદયના આદેશ બાદ જીવંત પ્રસારણ અટકાવી દીધું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે ગૃહમાં વધારે હોબાળો થાય અને અધ્યક્ષ ઈચ્છે કે પ્રસારણ બંધ કરવામાં આવવું જોઈએ ત્યારે અધ્યક્ષના આદેશ અનુસાર જીવંત પ્રસારણ બંધ કરી દવામાં આવે છે. જેના માટે અધ્યક્ષ મહોદાય દ્વારા તેમની પાસે રહેલ લાલ લાઈટનું બટન દબાવવામાં આવે છે જે બટન એટલે રાજ્યસભાનું જીવંત પ્રસારણ બંધ કરવા માટેનું સિગ્નલ છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!