સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્વચ્છતા અભિયાન માટે ઘણા દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે ગત ૫મી જૂન થી ગુજરાત માં પણ મુખ્યમંત્રી દ્વારા સ્વાછતા અભિયાનનો રાઉન્ડ-૨ શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી એ ગત તારીખ ૫મી જૂન ના રોજ સાણંદ ખાતે ઉપસ્થિત રહી ને સ્વાછતા અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો અને પર્યાવરણ બચાવોના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી એ સમગ્ર ગુજરાત માં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાની વેટ કરી છે અબે સરકારી ડિશનિર્દેશો જાહેર કરી દીધા છે જેના ભગરુઓએ સાણંદ નગરપાલિકા એ પણ કડક અમલ થાય એનું બીડું ઉપાડી લીધું છે અને ૨૨ જૂન પછી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધની કડક અમલવારી શરૂ કરવામાં આવનાર છે.
સાણંદ નગરપાલિકા દ્વારા લારી, ગલ્લા, ચા ની કીટલી વાળા, પાન મસાલા તેમજ છૂટક પરચુરણ વેપકર કરતા વેપારીઓને પ્લાસ્ટિકના ઝભલા, પાન મસાલાના રેપર તથા ચા કોફી ના પ્લાસ્ટિકના કપ વગેરેનો તાત્કાલિક અસરથી બંધ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે આ અંગે સાણંદ નગરપાલિકા દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર હાથ ધરવામાં આવી રહયો છે.
આગામી ૨૨મી જૂન પછી સાણંદના કોઈપણ વ્યાપારી કે દુકાનદાર પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝાડપાશે તો જથ્થા સાથે દુકાન પણ સિલ કરીને ₹ ૨૦૦૦ નો દંડ વસુલવામાં આવશે અને જો વારંવાર આ પ્રકારનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડાશે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ જાહેર માં કચરો ફેંકનારા સામે પણ ₹૧૦૦૦ નો દંડ વસુલવામાં આવશે તેવું સાણંદ નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.