ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનતા જોવા માંગે છે
ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીના સહયોગી રહેલા સુધીન્દ્ર કુલકર્ણી એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. સુધીન્દ્ર કુલકર્ણી એ કહ્યું કે ભારતને એક એવા નેતાની જરૂરત છે જે કાશ્મીર જેવી મોટી સમસ્યાઓનું સમાધાન કરી શકે અને એના માટે તે ભવિષ્યમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભારતના પ્રધાનમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.
પાકિસ્તાન અને ચીન સાથેના વિવાદોને ગણાવતા સુધીન્દ્ર કુલકર્ણી એ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટી સમસ્યાઓના સમાધાન કરવામાં નિષ્ફળ સાબિત થયા છે.
મુંબઈમાં એક પેનલ ચર્ચામાં કુલકર્ણી એ રાહુલ ગાંધીની પ્રશંશા કરતા કહ્યું કે “રાહુલ અચ્છે દિલ વાલે નેતા હૈ.”
આની પહેલા પણ સુધીન્દ્ર કુલકર્ણી રાહુલ ગાંધીના ઘણીવાર વખાણ કરી ચુક્યા છે, થોડાજ દિવસો પહેલા એમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, રાહુલ ગાંધી સુસંસ્કૃત અને સુસંસ્કારી છે. જો રાહુલ ગાંધી 2019 માં વડાપ્રધાન ના બની શકે તો 2024 માં તો ચોક્કસથી બનશે જ, લોકો દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રાહુલના વિચારો જાણવા માંગે છે. વધુ માં કુલકર્ણીએ કહ્યું કે જેમ ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે એમ તે ભાજપ મુક્ત દેશ નથી ઇચ્છતા.