રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટ “શક્તિ” નો ગુજરાતમાં શુભારંભ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં થયો શુભારંભ
ગુજરાતભરના તમામ બુથના કાર્યકરોને આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે અને પક્ષના શીર્ષ નેતૃત્વ, વિચારધારા અને સંગઠન વચ્ચે સેતુ સાધવાનો કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટ “શક્તિ” નો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતાવની હાજરીમાં થયો શુભારંભ.
આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન અમદાવાદ ખાતે રાહુલ ગાંધી ના ડ્રીમ પ્રોજેક્ટ “શક્તિ” નું લોન્ચિંગ કરવામાં આવ્યું. કેહવાય છે કે પ્રોજેક્ટ “શક્તિ” રાહુલ ગાંધીની ખુબ જ નજીક છે અને એમનું સપનું છે કે દેશમાં કોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર પણ પોતાનો અવાજ દિલ્લી સુંધી પહોચાડી શકે છે અને પોતાના સલાહ સુચન આપી શકે છે.
કેવી રીતે જોડાઈ શકાય
પ્રોજેક્ટ શક્તિ સાથે જોડાવા માટે એક યુનિક નંબર આપવામાં આવ્યો છે જેની પર વોટીંગ કાર્ડનો નંબર મેસેજ કરવાનો રહેશે અને મેસેજ મોકલ્યા બાદ આભારનો મેસેજ આવશે અને મોકલનારનું આઈડી કાર્ડ વેરીફીકેશન થશે. વેરીફીકેશન થયા બાદ સફળતા પૂર્વક શક્તિ સાથે જોડાયાનો મેસેજ આવશે. જેની સીધી નોંધ કોંગ્રેસના કંટ્રોલ રૂમ માં થશે અને જરૂર પડ્યે કાર્યકર્તા સાથે સીધો સંવાદ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામ આવશે.
દિલ્લીથી આવી શકે છે ફોન
આ પ્રોજેક્ટમાં ઉમેદવાર પસંદગી માટે પણ ઈનપુટ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે એમ જણાવવામાં આવી રહ્યું છે તેમજ ગુજરાતભરના તમામ બુથના કાર્યકરોને આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે અને પક્ષના શીર્ષ નેતૃત્વ, વિચારધારા અને સંગઠન વચ્ચે સેતુ સાધવાનો કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શક્તિ પ્રોજેક્ટનું લોન્ચિંગ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડા ગુજરાત વિપક્ષનેતા શ્રી પરેશ ધાનાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શ્રી રાજીવ સાતવ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ ખાસ હાજર રહ્યા હતા.
આ પ્રોજેક્ટને ગુજરાતમાં સફળ બનાવવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ડેટા એનાલીટીક્સ ડીપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર શ્રી ગોકુલ બુટેઈલ ખાસ હાજર રહીને શક્તિ પ્રોજેક્ટ શું છે તેની સમજણ આપી હતી તેમજ ગુજરાતનો ચાર્જ અને શક્તિ પ્રોજેક્ટની તમામ જવાબદારી શ્રી પ્રણય શુક્લાને આપવામાં આવી હતી.
મળી રહ્યો છે સારો પ્રતિસાદ
ઉલ્લેખનીય છે કે, ૩૦૦ જેટલા કાર્યકરો એ લોન્ચ કરતાની સાથેજ પોતાને શક્તિ પ્રોજેક્ટ સાથે રજીસ્ટર કરી લીધા છે આમ શક્તિ પ્રોજેક્ટને શરૂઆતથી જ ગુજરાતમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને દરેક બુથ સુંધી લઇ જવામાં આવશે અને દરેક વ્યક્તિને આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. તેવું ગુજરાત કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે.