અમદાવાદ જિલ્લામાં ઓરી-રુબેલાના રસીકરણ અભિયાનનો શુભારંભ, અમદાવાદ જીલ્લા પંચાયતના પ્રમુખ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ કરાયો શુભારંભ
અમદાવાદ જિલ્લામાં ઓરી-રુબેલાના રસીકરણ અભિયાનમાં જીલ્લાના ૯ માસથી ૧૫ વર્ષના અંદાજ ચાર લાખ ઉપરાંતના બાળકોને રસી આપવાનો શુભઆરંભ કરાયો.
અમદાવાદ જિલ્લા પંચાયત દ્રારા બાવળા તાલુકાના કાવીઠા પ્રાથમિક આારોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારના સાલજડા પ્રથમિક શાળા ખાતે ઓરી અને રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે રસી આપવાનો શુભઆરંભ કરાયો.
સમગ્ર અમદાવાદ જિલ્લામાં ઓરી અને રુબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીતેન્ત્દ્રસિહ ચૌહાણના પ્રમુખ સ્થાને બાવળા તાલુકાના સાલજડા પ્રાથમિક શાળા ખાતેથી કરવામા આવ્યો હતો. આ સમારંભમા મુખ્ય મહેમાન પદે અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવ ખાસ હાજર રહ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીતેન્દ્રસિહ ચૌહાણે જનસમુદાયને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત ૯ મહિનાથી ૧પ વર્ષના તમામ બાળકોને રસી આપવામાં આવશે. ઓરી રોગની નાબુદી અને રુબેલાને નિયત્રિત કરવા માટે આ રસી આાપવી અંત્યંત આવશ્યક છે. તેથી તમામ વાલીઓ રસ લઇને પોતાના બાળકને આ રસીથી રક્ષીત કરે તેવી જાહેર અપીલ કરી હતી. અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીતેન્દ્રસિહ ચૌહાણે સરપંચશ્રી સાલજડાને આ અંગેની અપીલ કરતો પત્ર આપ્યો હતો.
અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ નવ તાલુકાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના અંદાજીત ૪,૦૮,૯૭૧ બાળકોને ૪,૩૬૪ રસીકરણ સેશનમાં રસી આપીને રક્ષીત કરવાના અભિયાનનો સમગ્ર જિલ્લમા પ્રારંભ કરવામાં આવી રહયો છે. માઇક્રોપ્લાન મુજબ તમામ ગામોમાં બાળકોને રસીથી રક્ષીત કરવાની કામગીરી હાથ ધરવામા આવેલ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઓરી એક જીવલેણ રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. બાળકોમાં ઓરીના લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુ થઇ શકે છે. તેમજ રુબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. રુબેલાના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. તે છોકરો અને છોકરી બન્નેને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસ્ત બનેતો કજેનિટલ રુબેલા સિન્ડૃોમ થઇ શકે છે. જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબીત થઇ શકે છે.
ઓરી અને રુબેલાની રસી અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવે જણાવ્યું કે, આ રસી સપુર્ણ પણે સુરક્ષીત છે અને તેની કોઇ આડઅસર થતી નથી. ખાનગી ડોકટરો ઘણા વર્ષોથી બાળકો માટે એમઆર/એમએમઆર રસીનો ઉપયોગ દેશમાં અને આપણા ગુજરાત રાજયમાં કરી રહયા છે હાલમાં એમઆર/એમએમઆર રસીનો વિશ્વભરમાં ૧૪૦ દેશોમાં આપવામા આવી રહી છે.
જિલ્લા આર.સી.એચ.ઓ. ડો.ગૌતમ નાયક, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડો. અનીકેત રાણા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. ચિંતન દેસાઈ, કયુ.એ.એમ.ઓ ડો. સ્વામી કાપડીયા, તાલુકા હેલ્થ ઓફીસર ડો.અલ્પેશ ગાંગાણી તથા કાવીઠા એમ.ઓ. ડો.રાકેશ મહેતા તથા જીલ્લા આઇ.ઇ.સી અધિકારી વિજય પંડિત હાજર રહી કામગીરી કરી હતી. અને મહાનુભાવોની હાજરીમા બાળકોને રસીથી રક્ષીતકરવાની કામગીરીનો શુભઆરંભ કરવામાં આવ્યો હતો.