Religious

શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે. યોગ, યુતિ અને રાજયોગ દરેક રાશિને અસર કરે છે.

જ્યોતિષ સંશોધનો મુજબ નભ મંડળના દરેક ગ્રહો માત્ર રાશિ ગોચર નથી કરતા પરંતુ નક્ષત્ર ગોચર પણ કરે છે જેની શુભાશુભ અસર દુનિયાના દરેક જીવ પર થાય છે. દરેક ગ્રહો અમુક નિશ્ચિત સમયાંતરે નક્ષત્ર ગોચર કરે છે અને ધીમે ધીમે તમામ નક્ષત્રમાં ગોચર કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ નક્ષત્ર બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.

ધનના દાતા શુક્ર ગ્રહ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે શનિદેવના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહની રાશિ પરિવર્તનની અસરથી મુખ્ય ત્રણ રાશિઓને સૌથી વધુ લાભ મળી શકે છે.

દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા પછી નક્ષત્ર પરિવર્તન કરે છે એજ રીતે શુક્ર પણ રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે. જેનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન પર પડે છે. શુક્ર ગ્રહને ધન, સમૃદ્ધિ, પ્રેમ, આકર્ષણ, ભોગ, વૈભવ, સંપત્તિ અને ભવ્યતાનો કારક માનવામાં આવે છે.

વૃષભ રાશિ: શુક્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વૃષભ રાશિના અગિયારમા ઘરમાં રહેશે. જેના કારણે વૃષભ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં સમય ખૂબ જ સારો રહેશે.

પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે. સમાજમાં માન-સન્માન વધશે.  આ પરિવર્તન તમારા કરિયરને આગળ વધારવામાં મદદ કરી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

મિથુન રાશિ: આ રાશિના લોકો માટે શુક્રનો દસમા ઘરમાં પ્રવેશ ખુશીઓ લાવી શકે છે.  આ સમય દરમિયાન તમારા કાર્યસ્થળ પર તમે સારો પ્રભાવ પાડી શકો છો. તમારી સર્જનાત્મકતા ઝડપથી વધી શકે છે.

વિદેશથી સારી નોકરીની ઓફર મળી શકે છે. વિદેશ પ્રવાસની સંભાવના છે. વ્યવસાયમાં ઘણો નફો મેળવી શકો છો. જો તમે નવી કારકિર્દી શરૂ કરી શકો છો. નવી નોકરી મળી શકે છે.

સિંહ રાશિ: ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યા પછી શુક્ર આ રાશિના આઠમા ઘરમાં પ્રવેશ કરશે. સિંહ રાશિ માટે આ સમય સફળતાનો સમય છે. આ સમાયગાળા માં તમે પૈસા કમાવવામાં સફળ થઈ શકો છો. વ્યવસાયિક સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!