સાણંદ શહેરની જે.ડી.જી. કન્યા વિધાલયમાં સાણંદ હેલ્થ ટીમ દ્વારા સો ટકા ઓરી-રુબેલા રસીકરણની કામગીરી કરાઇ
અત્યાર સુધીમાં સાણંદ તાલુકામાં 20705 બાળકોને રસીથી રક્ષીત કરવામાં આવેલ છે, બાકી રહેતા બાળકોને માઇક્રો૫લાન મુજબ રસીથી રક્ષીત કરવામાં આવશે
સાણંદ શહેરની જે.ડી.જી. કન્યા વિધાલયમાં સાણંદ હેલ્થ ટીમ દ્વારા સો ટકા ઓરી-રુબેલા રસીકરણની કામગીરી કરાઇ.
અત્યાર સુધીમાં સાણંદ તાલુકામાં 20705 જેટલા બાળકોને રસીથી રક્ષીત કરવામાં આવેલ છે, બાકી રહેતા બાળકોને માઇક્રો૫લાન મુજબ રસીથી રક્ષીત કરવામાં આવશે.
સમગ્ર અમદાવાદ જિલ્લામાં ઓરી અને રુબેલાની રસીકરણ અભિયાન અમદાવાદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધીકારી અરુણ મહેશ બાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ છે. આજ રોજ સાણંદ શહેરની જે.ડી.જી. કન્યા વિધાલયમાં આ રસીકરણનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. તેમા સંસ્થાના અગ્રણી જેસંગજી ઠાકોરે સૌ પ્રથમ આ કામગીરીમાં સહકાર આપીને સૌ વિધાાર્થીઓ રસી મેળવીને રક્ષીત બને તેવો અનુરોધ કર્યો હતો.
જિલ્લા આર.સી.એચ.ઓ ડો. ગૌત્તમ નાયક અને તાલુકા હેલ્થ ઓફીસર ડો. સંધ્યા રાઠોડે જણાવ્યું હતું કે, ઓરી એક જીવલેણ રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. બાળકોમાં ઓરીના લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુ થઇ શકે છે. તેમજ રુબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. રુબેલાના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. તે છોકરો અને છોકરી બન્નેને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબકકામાં તેનાથી ચેપગ્રસત બને તો કજેનિટલ રુબેલા સિન્ડૃોમ થઇ શકે છે જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબીત થઇ શકે છે. આ રસી સપુર્ણ પણે સુરક્ષીત છે અને તેની કોઇ આડઅસર થતી નથી. બાળકોને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા ફિમેલ હેલ્થ વર્કર દ્રારા આપવામા આવે છે. આ રસી આપવા સામે કોઈ ખતરો નથી.
જે.ડી.જી.કન્યા વિધાલયની ૨૨૫ વિધાર્થીનીઓની સંખ્યા સામે તમામ વિધાર્થીનીઓ એ ઓરીની રસી લીધી હતી. શિક્ષકગણ સહીત સમગ્ર શાળા પરીવારે સાથ સહકાર આપ્યો હતો. જિલ્લા આર.સી.એચ.ઓ ડો. ગૌત્તમ નાયક તથા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સંધ્યા રાઠોડ તથા જિલ્લા આઇ.ઇ.સી. અધીકારી વિજય પંડિત હાજર રહીને આ કામગીરીને બિરદાવી હતી. અત્યાર સુધીમાં સાણંદ તાલુકામાં 20705 બાળકોને રસીથી રક્ષીત કરવામાં આવેલ છે બાકી રહેતા બાળકોને માઇક્રો૫લાન મુજબ રસીથી રક્ષીત કરવામાં આવશે. આયુષ મેડીકલ ઓફિસર ડૉ. જીગર સોની, ફીહેવ અલકા જાની, ટી.આઇ.ઇ.સી.ઓ બીપીન પટેલ, સુપરવાઇઝર જયપ્રકાશ ભૈયાજી, ફીહેવસુ મધુબેન સહીત આરોગ્ય કર્મીઓએ હાજર રહીને ભારે જહેમત ઉઠાવી હતી.