BusinessGujaratIndia

દિનદયાલ ઉપાધ્યાયના નામે ૨૦,૦૦૦ કરોડનો ઘોટાળો કરવામાં આવ્યો : કોંગ્રેસ નેતા જયરામ રમેશ

ગુજરતની વીજળી કંપનીઓએ બેંકોના હજારો કરોડ ડૂબાડયા, RBI એ કડકાઈ વાપરી તો બચાવમાં ઉતરી મોદી સરકાર.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ કેજીબેસીનમાં મળેલા તેલના ભંડારનું નામ દિનદયાલ ઉપાધ્યાયના નામે રાખવાની જાહેરાત કરી હતી અને એજ દિનદયાલ ઉપાધ્યાયના નામે 20,000 કરોડનો ઘોટાળો કર્યો.

કોંગ્રેસે પીએમ મોદી અને તેમની સરકાર પર ગુજરાતની સરકારી કંપની ગુજરાત સ્ટેટ પાવર કોર્પોરેશનના ઘોટાળાને દબાવવા માટે RBI ની શાખને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે નોટબંધી પછી આરબીઆઇ પર આ બીજો મોટો હમલો છે જે આરબીઆઇના અંતિમ સંસ્કાર કરવા બરાબર છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતની સરકારી કંપની જીએસપીસીને દેવાદાર જાહેર થતા બચાવવા માટે કેન્દ્રની મોદી સરકારે આરબીઆઇના સર્ક્યુલરનો વિરોધ કર્યો છે અને તેને બદલવા જણાવ્યું છે. એટલું જ નહીં વધુમાં જયરામ રમેશે કહ્યું કે, જીએસપીસીના દેવાને ઘટાડવા માટે ભારતીય નવરત્ન માંથી એક ઓનજીસીને પણ નુકશાન પહોચાડ્યું છે. તેમણે કહ્યું હતું કે ઓએનજીસીના વડાની અસહમતી હતી છતાં પણ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના દબાણના કારણે ઓનજીસીને 8000 કરોડમાં જીએસપીસી પાસેથી ગેસ ભંડાર ખરીદવા પડ્યા હતા.

જયરામ રમેશે જણાવ્યું હતું કે, બેંકો માંથી લૉન લઈને ધોખાધડીના વધતા બનાવો બાબતે RBI એ 12 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક સર્ક્યુલર બહાર પડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, 2000 કરોડ રૂપિયાથી વધારે લૉન લીધેલી કંપનીઓ જો 1 માર્ચ, 2018 સુંધી લૉન ચૂકવે નહીં તો તેના 180 દિવસ પછી બેંક તેવી કંપનીઓને નાદારી કાયદા હેઠળ દેવાદાર જાહેર કરશે. આ સર્ક્યુલર પ્રમાણે જીએસપીસીના 180 દિવસ 27 ઓગસ્ટના રોજ પુરા થઈ ગયા છે અને હજુ પણ તેના પર જુદી જુદી બેંકોના 12,500 કરોડના લેણા બાકી છે. આ સર્ક્યુલર મુજબ જીએસપીસી પાસેથી લેણાની બાકી રકમ મેળવવા માટે ખાનગી કંપનીઓએ અદાણી પાવરના નેતૃત્વમાં અલ્હાબાદ હાઇકોર્ટમાં એક યાચીકા દાખલ કરવામાં આવી છે. આજ અરજી પર પોતાનો પક્ષ રાખતા સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, RBI નો સર્ક્યુલર અમને મંજુર નથી અને એ સર્ક્યુલરમાં આપવામાં આવેલા 180 દિવસની સમય મર્યાદાને વધારીને 360 દિવસની સમય મર્યાદા કરવામાં આવે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જૂન 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ કેજીબેસીનમાં મળેલા તેલ ભંડારનું નામ દિનદયાલ ઉપાધ્યાયના નામે કરવાની જાહેરાત કરી હતી અને એજ દિનદયાલ ઉપાધ્યાયના નામ ઉપર 20,000 કરોડનો ઘોટાળો કરવામાં આવ્યો. જયરામ રમેશે કહ્યું કે આ ઘોટાળાનો ખુલાસો જીએસપીસી ઉપર ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલા સીએજી રિપોર્ટમાં થયો છે. સીએજીએ 31 માર્ચ, 2015ના રોજ ગુજરાત વિધાનસભામાં જીએસપીસી પર એક રિપોર્ટ જાહેર કર્યો હતો. બીજો રિપોર્ટ 31, માર્ચ, 2016ના રોજ જાહેર કર્યો હતો. સીએજી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જીએસપીસીએ 15 બેંકો માંથી 20,000 કરોડની લૉન લીધી છે. જેમાં સૌથી વધારે રકમની લૉન ભારતીય સ્ટેટ બેંક પાસેથી લીધેલી છે. એના પછી ગેસ કાઢવા માટે પસંદગીની કંપનીઓને કોન્ટ્રાક આપવમ આવ્યા હતા જેમાં એવી પણ કંપનીઓ શામેલ છે જેમણે આ પહેલા આ કામનો કોઈ અનુભવ નોહતો! પરંતુ આટલા રૂપિયા ખર્ચવા છતાં ગેસ ના નીકળ્યો અને બેંકો પાસેથી લીધેલી લૉન પણ ના ચૂકવી. આ કંપનીઓમાં અદાણી પાવર અને બારબાડોસની એક કંપની પણ શામેલ છે.

જયરામ રમેશે જણાવ્યું કે, આ અભૂતપૂર્વ અને અદભુત ઘટના છે અને 70 વર્ષમાં પહેલી ઘટના છે કે જ્યારે આરબીઆઇ અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ મુદ્દે આટલી અસહમતી છે કે કેન્દ્ર સરકાર ખુલીને RBI ના સર્ક્યુલરના વિરોધમાં કોર્ટમાં ગઈ હોય! તેમણે કહ્યું કે આ પાછળ કોઈક રીતે જીએસપીસીને બચાવવાનું ષડયંત્ર છે કારણકે આ પ્રધાનમંત્રી મોદીની શાખ ઉપર બઉ મોટો ધબ્બો છે કલંક છે. પીએમ મોદીને આ કલંકથી બચાવવા માટે કેન્દ્ર સરકાર વારંવાર RBI ને નીચી દેખાડી રહ્યા છે. વધુમાં જયરામ રમેશે જણાવ્યું કે નોટબંધીમાં પણ RBI ને ગંભીરરૂપથી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું એના પછી આ બીજો મોકો છે જ્યારે RBI ના કાન કાપવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!