
પાટીદાર અનામત અંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ અનામત અંદોલનને લઈને એક યુવાન નેતા તરીકે ઉભરી આવ્યા છે અને હાલ ગુજરાત સાથે દેશના યુવાનોમાં હાર્દિક હોટ ફેવરીટ છે.
હાલમાંજ હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા અને ત્યાં તેમણે લોકસભા ચુંટણી લડવાના વધુ એક સંકેત આપ્યા છે. હાર્દિક પટેલ પહેલા પણ આગામી લોકસભા ચુંટણી લડવાના સંકેત આપી ચુક્યા છે. ગુજરાત વિધાનસભા ચુંટણી સમયે હાર્દિક પટેલને ૨૫ વર્ષ પુરા થયા નહોતા એટલે ચુંટણી લડી શકે તેમ નોહ્તું પરંતુ લોકસભા ચુંટણીમાં હાર્દિકને ૨૫ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે એટલે હવે ઉંમરનો પણ બાધ નડે તેમ નથી.

લોકસભા ચુંટણીને હવે માત્ર ૯૦ થી ૯૯ દિવસ જેટલોજ સમય બાકી રહ્યો છે ત્યારે દરેક પાર્ટીના નેતાઓ પોત પોતાની ક્ષમતા પ્રમાણે ટીકીટ મેળવવા અને જીતવા માટેની વ્હ્યુહ રચના ઘડવામાં વ્યસ્ત થઇ ગયા છે ત્યારે હાર્દિક પટેલ પણ ગુજરાત સાથે દેશના અનેક રાજ્યોના પ્રવાસે છે.
હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા ત્યારે તેમણે લોકસભા ચુંટણી વિષે પુછવામાં આવતા તેમણે ઉત્તરપ્રદેશમાં મહાગઢબંધનની તરફેણ કરતા જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં ખરાબ શક્તિઓ અને જનહિત વિરોધીઓની સામે દુશ્મનોએ પણ મિત્ર બની જવું જોઈએ જો ઉત્તરપ્રદેશમાં મહાગઢબંધન બનશે અને સપા, બસપા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોક દલ સાથે આવશે તો ભાજપ ૧૦-૧૧ સીટો સુંધી સીમિત થઇ જશે.

વધુમાં હાર્દિકે જણાવ્યું કે હવે રાજકારણમાં યુવાનો નો સમય આવશે અખિલેશ યાદવ, જયંત ચૌધરી મારા મિત્રો છે તો હરિયાણામાં દુષ્યંત ચોટાલા અને રાજસ્થાનમાં સચિન પાઈલોટ સાથે મારી સારી મિત્રતા છે. અમે દેશમાં યુવાનોને આગળ વધારવાનું એક પ્લેટફોર્મ તૈયાર કરશું અને ત્યારે જ રાજનીતિને વધારે સારી થશે.

હાર્દિકને ચુંટણી લડવાના સવાલ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, હજુ નક્કી નથી પણ જો મહાગઢબંધન બને તો આગળ વિચારશું. વારાણસીમાં પ્રધાનમંત્રી મોદી સામે ચુંટણી લડશોના એક સવાલના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું કે ગંગા માતા કોઈ એકની નથી, માં ગંગાના કરોડો સંતાનો છે એ બીજા કોઈને પણ બોલાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ સવાલોના જવાબમાં હાર્દિક પટેલ લોકસભા ચુંટણીમાં ઝંપલાવશે એ નક્કી છે અને જો ઉત્તરપ્રદેશના વારાણસી થી ચુંટણી લડે તો નવાઈ નહિ. પરંતુ અમારા સોર્સના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલ ગુજરાતમાંથી પણ ચુંટણી લડી શકે તેમ છે. હવે સમયજ નક્કી કરશે આ યુવાન ક્રાંતિકારીનું ભાગ્ય અને તેની સાથે જોડાયેલું સમાજ અને દેશનું ભવિષ્ય.