
રાજ્યસભામાં અનામત બીલ અંગેની ચર્ચા સમયે કોંગ્રેસ નેતા અને જાણીતા એડવોકેટ કપિલ સિબ્બલ દ્વારા હાર્દિક પટેલ ગુજરાતમાં જે અનામત અંદોલન લઈને જનતા સમક્ષ આવ્યા હતા તેને સાચું ઠેરવીને સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યા હતા.
કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે ગુજરાતના હાર્દિક પટેલ દ્વારા આજ અનામત આપવાના મુદ્દે અંદોલન ચલાવવામાં આવ્યું હતું ત્યારે તમારી સરકારે તેના પર દેશદ્રોહનો આરોપ લગાવીને જેલમાં નાખી દીધો હતો અને આજે તમે એજ અનામત આપવા જઈ રહ્યા છો!

વધુમાં કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ દ્વારા જે અનામત અંદોલન ચલાવવામાં આવ્યું હતું તે આજ અનામત મુદ્દે હતું આર્થીક રીતે પછાત સવર્ણોને અનામત આપવા માટેની જ લડાઈ હાર્દિક પટેલ દ્વારા ચલાવવામાં આવી હતી એજ આ ૧૦ ટકા રીઝર્વેશન અનામત બીલ છે. ત્યારે તે આપી શકાય તેમ નહોતું ગેરબંધારણીય હતું અને હાર્દિકને જેલમાં નાખી દીધો હતો અને અત્યારે આ સાચું અને બંધારણીય કેવીરીતે થઇ ગયું? અમારી પાર્ટી આ આર્થીક રીતે પછાત સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાના મુદ્દે કાયમ છીએ. તેને અમે અમારા ઘોષણા પત્રમાં પણ સમાવી ચુક્યા છીએ.

ઉલ્લેખનીય છે કે જયારે ગુજરાતમાં પાટીદાર અનામત અંદોલન ચાલતું હતું ત્યારે કોંગ્રેસે હાર્દિક પટેલના અને પાસ ટીમના અર્તિક રીતે પછાત સવર્ણોને અનામત આપવાની તરફેણ કરી હતી અને આબાબતે ચર્ચા માટે કપિલ સિબ્બલને દિલ્લીથી ગુજરાત તેડું મોકલ્યું હતું. કપિલ સિબ્બલ સાથે હાર્દિકે અને સમગ્ર પાસ ટીમ દ્વારા આ સવર્ણ અનામત કેવીરીતે આપી શકાય અને બંધારણમાં શું સુધારા કરવા પડે જેવી તમમાં મહીતીઓ અને ચર્ચા વિચારણાઓ કરી હતી અને કોંગ્રેસે આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કર્યું હતું અને જણાવ્યું હતું કે જો ૨૦૧૭મ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો આર્થીક રીતે પછાત સવર્ણોને અનામત આપવામાં આવશે.
કપિલ સિબ્બલ અને હાર્દિક પટેલ સવર્ણ અનામત મુદ્દે ઘણીવાર એકબીજાને મળી ચુક્યા છે અને બંને આ સવર્ણ અનામત બીલ થી વાકેફ છે એટલે જ તો કપિલ સિબ્બલ દ્વારા રાજ્ય સભામાં ચર્ચા દમિયાન હાર્દિક પટેલનો પક્ષ લેવામ આવ્યો અને કહ્યું કે હાર્દિક પટેલ અને પાસ દ્વારા આપવામાં આવેલા ફોર્મુલા મુજબનું આ બીલ છે અને તે વખતે તમે હાર્દિકને દેશ દ્રોહના કેસમાં જેલમાં નાખી દીધો હતો.