GujaratIndiaPoliticsSocial Media Buzz

હાર્દિક પટેલ નો ધડાકો ભાજપમાં ફફડાટ! જાણો કેમ ભાજપ ડરી રહી છે!

પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ દ્વારા સત્તાવાર લોકસભા લડવાની જાહેર કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને પરશેવો છૂટી રહ્યો છે. હાલ હજુ એ નક્કી નથી કે હાર્દિક પટેલ કઈ લોકસભા સીટ પરથી અને કઇ પાર્ટી માંથી લોકસભા ચુંટણી લડશે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હજુ માત્રને માત્ર લોકસભા લડવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાજપ સમર્થિત લોકો દ્વારા નિવેદનો આવવા લાગ્યા છે કે હાર્દિક સમાજ સાથે ગદ્દારી કરી રહ્યો છે આવા નિવેદનો હાર્દિક પટેલની સત્તાવાર રાજકારણમાં એન્ટ્રીથી છે. ચુંટણી લડવાનો હક અને અધિકાર ભારતના તમામ નાગરિકને છે.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

હાલ હાર્દિકે માત્ર જાહેરાત જ કરી છે અને આ બાબતે હાર્દિક પટેલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોના અભિપ્રાય પણ મેળવી રહ્યો છે. જે સંદર્ભે હાર્દિકે આજે પોતાના અધિકારીક ફેસબુક પર લોકોના અભિપ્રાય મમાંગ્યા છે હાર્દિકના આ ધડાકા બાદ વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પોતાના અને સમાજના હક માટે અત્યાર સુંધી બહારથી લડત લડતો હતો પરંતુ હવે હાર્દિક સિસ્ટમમાં ઘૂસીને લડત લડશે. હાર્દિક પટેલ વિશે અફવાહો પણ ઘણી ફેલાવવામાં આવી રહી છે. એ એના લગ્ન વિશેની હોય કે એની સંપત્તિ વિશેની હોય પણ હવે જનતા મૂર્ખ બનશે નહીં.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ ના રાજકારણમાં સત્તાવાર આગમનથી અમુક લોકોના પેટમાં તેલ રેડાયું છે અને એમને એમ લાગવા લાગ્યું છે કે તેમનું રાજકારણ પતિ જશે પરંતુ હાર્દિક કોઈનું રાજકારણ પતાવવા નહીં સમાજ અને જનતાના હક હિતની લડત લડવા આવ્યો છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ સવર્ણ અનામત માટે લડત લડ્યા અને આખરે કેન્દ્ર સરકારને સાવર્ણોને 10% અનામત આપવી પડી જે પાટીદાર અનામત આંદોલન અને તેમના ભાગીદાર થયેલા નેતાઓને આભારી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલે ફરીથી આંદોલનનો હુંકાર ભર્યો છે અને કહ્યું કે, સામાજિક ન્યાય માટે લડત લડતા યુવાનો પર પોલીસ દમન થયું છે તેના વિરોધમાં અને ખોટા કેસો પાછા ખેંચવા માટે ફરીથી જનસભાનું આયોજન કરવામાં આવશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલના સિસ્ટમ વિરોધીત નિવેદનોને કારણે ભાજપ ચિંતામાં છે અને જો હાર્દિક ચુંટણી લડે તો ગુજરાતમાં ભાજપને વધારે સીટો મળે નહીં જો હાર્દિક પટેલ ઉત્તર ગુજરાતની કોઈ પણ લોકસભા પર લડે તો ત્યાં ભાજપના સુપડા સાફ થઈ જાય અને નરેન્દ્ર મોદી ફરથી વડાપ્રધાન ના બની શકે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિકના ચુંટણી લડવાના નિવેદનો હાલતો રાજકીય ગરમાવો લાવી જ દીધો છે થોડા દિવસમાં ચુંટણી ક્યાંથી લડશે એ પણ ફાઇનલ થઈ જશે. પરંતુ અમારા સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ હાર્દિક ઉત્તર ગુજરાતથી ચુંટણી લડશે.

આંદોલન
ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ હાલ વાતો એવી થઈ રહી છે કે હાર્દિક પટેલ માટે અમરેલી લોકસભા લગભગ ફાઇનલ છે પરંતુ હાલ સત્તાવાર આની જાહેરાત કરવામાં આવી નથી. જે આગળના દિવસોમાં કરવામાં આવશે.

કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા હાર્દિકને અભિનંદન આપી ચુક્યા છે અને તેમણે હાર્દિકને કોંગ્રેસ માંથી ચુંટણી લડવા માટે આમંત્રણ પણ આપ્યું છે. રાજનૈતિક પંડિતોમાં હાલ આ ચર્ચા ચાલે છે કે, હાર્દિકના ચુંટણી લડવાથી ભાજપને પારાવાર નુકશાન થાય એમ છે. હાર્દિકના ચુંટણી લડવાથી ભાજપ ૧૦ સીટોને પાર થઇ શકે નહિ તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઇ શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!