ફેબ્રુઆરીના અંતમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે તો ત્યાર બાદ માર્ચના પ્રથમ સપ્તાહમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. છેને રસપ્રદ આગળ વાંચો કેમ!
ગુજરાત રાજકિય અને વિકાસની દ્રષ્ટિએ એ મહત્વનું રાજ્ય છે. ગુજરાતની પાવન ધરતીએ મહાત્મા ગાંધી સરદાર પટેલ જેવું મહામુલું નેતૃત્વ દેશને આપ્યું છે. ગુજરાત ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ખુબજ મહત્વનું રાજ્ય ગણવામાં આવે છે.
આજ આપણાં ગુજરાતમાં ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરીને સ્વ. ઇન્દિરા ગાંધી, સ્વ. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા તેવી જ રીતે 2004માં મૃત:પ્રાય બનેલી કોંગ્રેસને સજીવન કરવા માટે સોનિયા ગાંધી દ્વારા ગુજરાત માંથી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરીને કોંગ્રેસને સત્તાના શિખર સર કરાવ્યા હતા.
તેજ રીતે રાહુલ ગાંધી દ્વારા પણ પોતાના દાદી ઇન્દિરા ગાંધી, પિતા રાજીવ ગાંધી, માતા સોનિયા ગાંધીના રસ્તા પર ચાલીને કોંગ્રેસનને ફરી બેઠી કરવાના નિશ્ચય સાથે ગુજરાતના વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનેથી જનસભા સંબોધીને ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
પરંતુ ગુજરાના આંગણે પ્રથમ વખત એતિહાસિક ક્ષણ આવી રહી છે જ્યારે રાહુલ ગાંધી તેમના માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી એકસાથે ગુજરાતના અમદાવાદમાં રોડશો કરશે. આ ગુજરાતના ઇતિહાસમાં યાદગાર ક્ષણ બની રહેશે અને એક નવું મોરપીંછ ઉમેરાશે.
સાથે સાથે 28મી ફેબ્રુઆરીના દિવસે ગુજરાતમાં અડાલજ ખાતે લગભગ 60 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ યોજાશે. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, લોકસભા રાજ્યસભાના નેતા, મલ્લિકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ સાથે 50 થી 55 જેટલા કોંગ્રેસ નેતાઓ ગુજરાતમાં ધામાં નાખશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસનું સુકાન સરદાર વલ્લભભાઈ પટેલ પણ સંભાળી ચુક્યા છે જે કેટલાયને આજ સુંધી કદાચ ખબર નહીં હોય. પરંતુ તમે વાંચો છો એ હકીકત છે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ માના એક નેતા છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ માટે પ્રથમ પસંદગીનું રાજ્ય રહ્યું છે કારણ કે ગુજરાતે કોંગ્રેસને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવું મહામુલું નેતૃત્વ પૂરું પડ્યું છે. આવખતે ગુજરાત ખાતે ઐતિહાસિક જનસભા રોડશો અને કોંગ્રેસ વર્કિંગ કમિટી મિટિંગ યોજાવા જઇ રહી છે.
બીજી તરફ માર્ચ ના પહેલા સપ્તાહમાં એટલે કે 4થી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. કારણ કે કેટલાય વર્ષ જૂનો પ્રોજેકટના ઉદ્ઘાટનનો સમય આવી ગયો છે જેની અમદાવાદીઓ ઘણા એટલે કે કેટલાય સમયથી રાહ જોતા હતાં.
ગુજરાતના અમદાવાદમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં મેટ્રો રેલ ટ્રાયલ રન માટે તૈયાર થઈ જશે. આમ જોવા જઈએ તો અમદાવાદીઓએ આ પ્રોજેકટની ઘણી રાહ જોઈ છે અને આ પ્રોજેકટ મામલે ગુજરાતે ધીમી ગતિએ પ્રગતિ કરી છે.
જોકે મેટ્રો રેલ માં સ્ટીલ ચોરીનું મસમોટું કૌભાંડ થઈ ચૂક્યું છે અને આરોપીઓ કોર્ટમાં કેસ પણ લડી રહ્યા છે જેના કારણે અમદાવાદ મેટ્રોને લીલી ઝંડી મળતાં આટલી વાર લાગી.
પરંતુ એ ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે કે જ્યારે અમદાવાદ પણ દિલ્લી, મુંબઇ, કલકત્તાની જેમ મેટ્રોમાં મુસાફરી કરશે. જોકે આ પ્રોજેક્ટનો ઘણી જગ્યા એ વિરોધ તો છે પણ એ સરકાર પહોંચી વળશે અને ઝડપી આ સેવા ઉપલબ્ધ થશે.
તો ગુજરાતના આંગણે બે ઉત્સવ એક તો ગાંધી પરિવાર એક સાથે ગુજરાતમાં આવશે રેલી રોડશો અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને ત્યારબાદ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં નરેન્દ્ર મોદી મેટ્રો રેલના ટ્રાયલ રન માટે ગુજરાત આવશે.
આ સમાચાર બાદ ભાજપ અબે કોંગ્રેસના તમાંમ કાર્યકરો ગેલમાં છે. બંને બાજુ ઉત્સાહનો માહોલ છે અને તૈયારીઓનો ધમધમાટ છે.