

હાર્દિક પટેલ અને પ્રિયંકા ગાંધી આગામી લોકસભામાં ભાજપને પછાડવા અને કોંગ્રેસને મજબુત કરવાના ઈરાદા સાથે કામે લાગી ગયા છે અને ભાજપના ગઢમાં ગાબડા પાડવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. ભલે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડી રહ્યા હોય પરંતુ ઉત્તરપ્રદેશ પ્રિયંકા ગાંધી ભાજપ અને અન્ય વિપક્ષી પાર્ટીના સાંસદ સભ્યો બાહુબલી નેતાઓને કોંગ્રેસમાં જોડી રહ્યા છે.

પાટીદાર અનામત અંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે અને આગામી લોકસભા ચુંટણી પણ લડવા જઈ રહ્યા છે ત્યારે ભાજપમાં ફફડાટ છે એ સમજી શકાય છે હાર્દિક પટેલ પાસે યુવાનોનું સમર્થન છે અને ભાજપ પાસે જે પાટીદાર વોટબેંક હતી એ હવે બદલાઈને હાર્દિક પટેલ પાસે સમર્થકના રૂપમાં છે.

હાર્દિક પટેલે ૨૨ વર્ષ જેટલી નાની ઉમરમાં પોતાના સાથીદારો સાથે પાટીદાર સમાજ તેમજ સવર્ણ સમાજ માટે આંદોલન કરીને સરકારને ૧૦% સવર્ણ અનામત આપવા માટે મજબુર કરી નાખી હતી અને અંતે સરકારે આર્થિક રીતે નબળા સવર્ણોને ૧૦% અનામતની જોગવાઈ કરતુ વિધેયક પાસ કરવું પડ્યું હતું.

માત્ર ૨૨ વર્ષની ઉંમરે હાર્દિક પટેલે સરકાર સામે બાથ ભીડી અને સાથી મિત્રો અને સમર્થકોના સહારે સરકારને ઝુકાવી અનામત મેળવીને જ જંપ્યા. ગુજરાતનું યુવાધન હાર્દિક પટેલનો મોટો ચાહક વર્ગ છે અને તેની એક લલકારે લાખોની સંખ્યામાં તેમના સમર્થકો એક પરિવારની જેમ એકઠા થઇ જાય છે. એ હાર્દિક પટેલની ક્ષમતા.

હાર્દિક પટેલ પાસે પાટીદાર પરિવારનું જનસમર્થન તો છે જ સાથે સાથે અન્ય સમાજનો સાથ અને સહકાર પણ છે કારણ કે હાર્દિકે તમામ સવર્ણ સમાજ માટે લડાઈ લડી છે. હાર્દિક પટેલ ખેડૂતોના મુદ્દા પણ ઉઠાવી રહ્યા છે અને સરકારને ખેડૂતના હક હિત મુદ્દે કેટલીય વાર ઘેરી ચુક્યા છે.

હાર્દિકે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કરતાંજ ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાર્દિકે જયારે લોકસભા લડવાની વાત કરી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં ધરતીકંપ જેવા દ્રશ્યો સર્જાયા હતા. કારણકે હાર્દિક લોકસભા લડે તો જે બેઠક પરથી લડે એ બેઠક તો જીતશે જ જીતશે પણ તેની આજુબાજુની બેઠક પર પણ તેની અસર થાય એમ છે. જે અત્યારે ભાજપને પોસાય એમ નથી. અત્યારે આખાય દેશમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ સારી નથી એટલે ભાજપના ગઢ સમાન ગુજરાતમાં જો ભાજપને ૨૬ માંથી એક બે સીટ પણ ઓછી મળે તો ભાજપના ભૂંડા હાલ થાય એમ છે.

બીજી તરફ પ્રિયંકા ગાંધી એ સક્રિય રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કરતાની સાથે જ ભાજપમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. કારણ કે પ્રિયંકા ગાંધીમાં લોકો ઇન્દિરા ગાંધીની છબીને જુએ છે તેમજ લોકોને પોતાના બનાવવાની કળા પ્રિયંકા ગાંધી તેમના દાદી ઇન્દિરા ગાંધી પાસેથી શીખ્યા છે. પ્રિયંકા ગાંધી લોકોને પોતાના બનાવવાની આવડત અને લોકો સાથે હળી મળી જવાની તેમની આદતને કારણે તે યુપી સહીત દાખાય દેશમાં લોકપ્રિય છે.

પ્રિયંકા ગાંધીએ ૧૬ વર્ષની ઉંમરે પોતાનું પહેલું રાજકીય ભાષણ આપ્યું હતું. પ્રિયંકા ગાંધી જયારે નાના હતા ત્યારે તેઓ પોતાના પિતા સ્વ. રાજીવ ગાંધી સાથે તેમના લોકસભા ક્ષેત્રમાં જતા હતા અને ત્યારથી જ તેઓ રાજકારણના પાઠ શીખતા આવ્યા છે. રાજકીય સુઝબુઝ તેમનામાં બાળપણથી જ છે તેવું કેહવું પણ અતિશયોક્તિ નથી.

પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં ભાજપ તથા અન્ય વિપક્ષી પાર્ટી માટે સાઇલેન્ટ કિલર બનીને કામ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ અત્યાર સુંધીમાં ભાજપના સંસદ, સપા બાહુબલી નેતા અને બસપાના પૂર્વ સાંસદને કોંગ્રેસનો ખેસ પહેરાવી દીધો છે. એટલુંજ નહીં ખુબજ પ્રખ્યાત હિન્દી અને ઉર્દુ ભાષાના કવિ જેઓ ઉત્તરપ્રદેશના લોકોના દિલો ઓર રાજ કરે છે તેવા ઇમરાન પ્રતાપગારહી સાથે પણ તેઓ મુલાકાત કરી ચુક્યા છે. તેમના આ પગલાંથી ઉત્તરપ્રદેશ ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

હજુ ભાજપ આ સદમાં માંથી બહાર આવે તે પહેલાજ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ મહેન્દ્ર પાંડેના દીકરા વહુને કોંગ્રેસમાં શામેલ કરી ચુક્યા છે જે ભારતીય જનતા પાર્ટી માટે મોટા આઘાત સમાન છે. પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજના છટનાગથી અસ્સી ઘાટ વારાણસી સુંધી ત્રણ દિવસીય ગંગા યાત્રા કરી રહ્યા છે. ગંગા નદીના કિનારા સાથે જોડાયેલા લોકો અને ગામડાના લોકોને મળીને તેમના હાલચાલ તેમની પરિસ્થિતિ તેમના પ્રશ્નો અને જરૂરિયાતો સમજી જાણી રહ્યા છે.

આ ત્રી દિવસીય ગંગા યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી અનેક લોકોને કોંગ્રેસ સાથે જોડી રહ્યા છે અને જનસમસ્યા તેમજ લોકોના દિલ સાથે જોડાયેલી સમસ્યા વિષે લોકો પાસેથી જાણી રહ્યા છે જેમકે ગંગા નદીની સફાઈ તેમજ ગંગા નદી કીનારે રહેતા લોકો માટે સરકાર દ્વારા કોઈ કામ થાય છે કે નઈ તે તમામ મુદ્દે પ્રિયંકા ગાંધી ખુલીને બોલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને ઉત્તરપ્રદેશ હાલ ભાજપના મોટા ગઢ અને અભેદ કિલ્લા સમાન છે આ કિલ્લામાં ધીરે ધીરે હાર્દિક પટેલ અને પ્રિયંકા ગાંધી સેંધ મારી રહ્યા છે હવે ચુંટણી આવતા સુંધી આ કિલ્લા અભેદ નહિ રહે અને આવનારી લોકસભામાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના પરિણામ કંઇક અલગ હશે તેવું રાજનૈતિક પંડિતો હાલ તો માની રહ્યા છે.