IndiaPoliticsTech & GadgetsWorld
Trending

મોટો ફિયાસ્કો નરેન્દ્ર મોદીએ મિશન શક્તિ માટે ગામ ગજવ્યું તે ૨૦૧૨ માં થઇ ગયું હતું!

નરેન્દ્ર મોદી એ બુધવારે મિશન શક્તિ હેઠળ ભારતને જે એન્ટી સેટેલાઈટ હથિયારથી સંપન્ન થયા હોવાની જાહેરાત કરી હતી તે ક્ષમતા ભારતે વર્ષ ૨૦૧૨ માં જ હાંસિલ કરી લીધી હતી. ખુદ ડીઆરડીઓના તત્કાલીન પ્રમુખે આ દાવો કર્યો હતો કે અમે એન્ટી સેટેલાઈટ મિસાઈલની બધી જ જરૂરી ટેકનોલોજી વિકસિત કરી લીધી છે.

મિશન શક્તિ
ફોટો: સોશિયલ મીડિયા

લોકસભા ચુંટણીની જાહેરાત થઇ ગઈ છે અને બુધવારે સવારે આખાય દેશને આ ખબર મળતા ચોંકાવી દીધો હતો કે પ્રધાનમંત્રી ૧૨ વાગે કોઈ મહત્વની ઘોષણા કરવા જઈ રહ્યા છે. લગભગ દરેક મીડિયા ન્યુઝ ચેનલ અને સોશિયલ મીડિયા પર લાઈવ થયેલા નરેન્દ્ર મોદી ભારતના અંતરીક્ષ અભિયાનની કરોડરજ્જુ ડીઆરડીઓની ઉપલબ્ધીના બહાને પોતાની પીઠ થપથપાવતા દેશને જણાવી રહ્યા હતા કે ભારતને અંતરીક્ષ અભિયાનમાં બહુજ મોટી ઉપલબ્ધી મળી છે.

ફોટો: સોશિયલ મીડિયા

તેમણે જણાવ્યું હતું કે મિશન શક્તિ ના નામ હેઠળ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાએ લોઅર અર્થ ઓર્બિટ અને પોલર ઓરબિટમાં કોઈપણ પ્રકારના ઉપગ્રહને લક્ષ્ય બનાવવા સક્ષમ એએસએટી મિસાઇલ શક્તિ વિકસાવી છે અને બુધવારે સવારના 11 વાગ્યે એક ઉપગ્રહને તોડી પાડીને તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. નરેન્દ્ર મોદીએ તેમના દેશને સંબોધન દરમિયાન એવો પણ દાવો કર્યો કે ‘મિશન શક્તિ’ હેઠળ સેટેલાઇટ વિરોધી મિસાઈલ્સ વિકસિત કરીને ભારત અમેરિકા, ચીન અને રશિયાના સમકક્ષ ચોથો અંતરીક્ષ સુપર પાવર દેશ બન્યો છે.

ફોટો: સોશિયલ મીડિયા

પછી જે થવાનું હતું તે જ થયું. તમામ સમાચાર ચેનલોથી માંડીને ટ્વીટર પર, ‘વાહ મોદી જી વાહ’ આવવાનું શરૂ થઇ ગયું. કેટલાક ચેનલો તો ચાર પાંચ પગલા આગળ વધી ગયા અને ભારતના અવકાશમાં આ મિશનને એક સર્જિકલ સ્ટ્રાઈક તરીકેની જાહેરાત કરી દીધી. અને મોદી સરકારના પ્રધાનો થી લઈને ભાજપના નેતાએ ધડાધડ ટ્વીટ ઉપર ટ્વીટ કરીને તેમના નેતાની છાતીને વધારે પહોળી કરવામાં લાગી ગયા.

મિશન શક્તિ
ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ હકીકત સામે આવતા વાર ના લાગી. અને આખરે સત્ય બહાર આવ્યું કે નરેન્દ્ર મોદી એ સમગ્ર દેશની જનતા સામે ફરી એક જુમલો ફેંક્યો છે. ખરેખર તો ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) દ્વારા વર્ષ ૨૦૧૨ માં જ આ સફળતા પ્રાપ્ત કરી લેવામાં આવી હતી. ભારતે વર્ષ ૨૦૧૨ માં અવકાશમાં દુશ્મનના ઉપગ્રહને તોડી પડવાની ટેકનોલોજી વિકસિત કરી લીધી હતી. ભારત માત્ર આ મિશાઈલનું પરીક્ષણ નહોતું કર્યું કારણ કે અન્ય વૈજ્ઞાનિકો ની સલાહ હતી કે અંતરીક્ષ માં નિશાન બનાવવામાં આવેલી મિશાઈલનો કાટમાળ અંતરીક્ષમાં વેરવિખેર ફર્યા કરશે અને આના કારણે અન્ય માનવયુક્ત મિશન સમયે અંતરીક્ષ યાન સાથે આ કાટમાળ ટકરાય અને યાનને નુકશાન સાથે આગ લાગવાની પણ સંભાવના રહેલી છે જેના કારણે અંતરીક્ષ યાત્રીની જાન પણ જઈ શકે છે.

મિશન શક્તિ
ફોટો: સોશિયલ મીડિયા

એવો દાવો ૨૦૧૨ માં સરકાર નહિ પણ ડીઆરડીઓના વડા વી. કે.સારસ્વત દ્વારા કરવામાં આવ્યો હતો. મે ૨૦૧૨ માં ઇન્ડિયા ટુડેને એક ઈન્ટરવ્યું આપતા તેમણે જણાવ્યું હતું કે “ભારત હવે કોઇ પણ દુશ્મન ઉપગ્રહને લક્ષ્ય બનાવવા અને તેને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે અને ભારતની પાસે લોઅર અર્થ ઓર્બિટ અને પોલર ઓરબિટમાં કોઈપણ પ્રકારના દુશ્મન ઉપગ્રહને લક્ષ્ય બનાવવા સક્ષમ એએસએટી મિસાઇલ શક્તિ વિકસાવવાની તમામ જરૂરી ટેકનોલોજી છે.” એટલું જ નહિ પરંતુ વી. કે.સારસ્વત દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આનાથી જે નુકશાન થાય છે તે જોતા ભારત આ મિસાઇલનું પરીક્ષણ કરશે નહીં.

મિશન શક્તિ
ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ હવે આ મિશન શક્તિ ની જાહેરાતનું સત્ય જે પણ હોય, પણ એ વાત સાચી છે કે ટીવી અને સમાચારમાં બન્યા રહેવાની કળા જાણવા વાળા નરેન્દ્ર મોદીએ આચાર સંહિતા માં પણ આખો દિવસ ન્યુઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં બન્યા રહેવાનો જુગાડ કરી લીધો.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીએ મિશન શક્તિ માટે તેમની પીઠ થાબડી દીધી છે જેને દેશે લાંબા સમય પહેલા જ પ્રાપ્ત કરી લીધી હતી. પરંતુ હવે આ જાહેરાતનું સત્ય જે હોય તે, પણ એ વાત સાચી છે કે ટીવી અને સમાચારમાં બન્યા રહેવાની કળા જાણવા વાળા નરેન્દ્ર મોદીએ આચાર સંહિતા માં પણ આખો દિવસ ન્યુઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં બન્યા રહેવાનો જુગાડ કરી લીધો.

સોર્સ: ગૂગલ, નવજીવનઇન્ડિયા.કોમ

Related Articles

Back to top button
આજનું રાશિફળ!