IndiaSports

લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની આજથી કાશ્મીરમાં કરશે આ કામ જાણો!

ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના કેપ્ટન રહેલા અને કેપ્ટન કુલ તરીકે ઓળખાતા હાલના ટીમ ઇન્ડિયાના વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોની આજથી મિલતરીમાં પોતાનું કામ સાંભળશે અને તે પણ કશ્મીરમાં. મહેન્દ્ર સિંહ ધોની દ્વારા આર્મીને રિકવેસ્ટ કરતો પત્ર મોકલવામાં આવ્યો હતો કે તેમનું પોસ્ટિંગ કશ્મીરમાં કરવામાં આવે અને તેઓને ટ્રેનનીગ પણ આપવામાં આવે. આ માટે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર એમએસ ધોની સેનાની ટ્રેનિંગ માટે ગઈકાલે કાશ્મીર પહોંચ્યા હતાં અને આજથી તેમની ટ્રેનિંગ શરૂ થશે.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોનીનું પોસ્ટિંગ કશ્મીરમાં વિક્ટર ફોર્સ પાસે કરવામાં આવશે. મહેન્દ્ર સિંહ ધોની દ્વારા ભારતીય આર્મીને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો હતો અને તેમાં મહેન્દ્ર સિંહ ધોની દ્વારા આ પોસ્ટિંગની માંગી કરવામાં આવી હતી જેને આર્મી હેડક્વાર્ટર દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. મહેન્દ્ર સિંહ ધોની 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી કાશ્મીરમાં રહેશે અને આર્મી ટ્રેનિંગ ઉપરાંત પોતાને સોંપવામાં આવેલા કામ પણ કરશે. જો કે આર્મી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે સેના દ્વારા ચાલતા કોઈ પણ ઓપરેશનમાં મહેન્દ્ર સિંહ ધોની ભાગ નહીં લે.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

મહેન્દ્ર સિંહ ધોની ને શું કામગીરી સોંપવામાં આવશે તેવું પૂછવામાં આવતા આર્મી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે હાલ મહેન્દ્ર સિંહ ધોની સેનાના ચાલતા કોઈ પણ ઓપરેશનમાં ભાગ નહીં લે પરંતુ આર્મીના રૂટિન મુજબ શરૂઆતમાં પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યુટી કરશે અને અન્ય સૈનિકો સાથે સૈનિકની જેમ જ રહેશે અને આર્મીની ટ્રેનિંગ લેશે. આ ઉપરાંત ધોનીની સુરક્ષા અંગેના સવાલમાં જણાવવામાં આવ્યું કે ધોની જ લોકોની સુરક્ષા કરશે તેમને આર્મીમાં કોઈ સુરક્ષાની જરૂર નથી.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે વર્ષ 2011માં કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીને ટેરીટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ આપવામાં આવ્યું હતું. ધોની હંમેશા દેશની આર્મીનું સમ્માન કરતાં જોવા મળ્યો છે ક્રિકેટ વર્લ્ડકપમાં પણ સેના દ્વારા અપાયેલા સમ્માનને તેઓએ હાથમાં ગ્લવ્ઝ રૂપે ધારણ કરેલું. આ ઉપરાંત 2011માં સેના સાથે જોડાયા બાદ 2015માં ઉત્તરપ્રદેશના આગ્રામાં આર્મી ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગ પણ લીધી હતી અને સેનાના વિમાનમાંથી પાંચ પેરાશૂટ જમ્પ લગાવીને ક્વોલિફાઇડ પેરાટ્રોપર પણ બન્યા હતા. જેના માટે તેમને બલિદાન બેજ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

મહેન્દ્ર સિંહ ધોની દ્વારા આ બલિદાન બેઝને વર્લ્ડકપની મેચમાં પણ ગર્વથી ધારણ કરવામાં આવ્યો હતો. જે મામલે ઘણી કોન્ટ્રોવર્સી પણ થયેલી. વર્લ્ડકપમાં હાર બાદ ધોનીના ક્રિકેટ સન્યાસ પાર વાતો ચાલતી હતી ત્યારે ધોનીના ઘટસ્ફોટથી ચર્ચાએ નવો વળાંક લીધો હતો. ધોનીએ ભારતીય આર્મીમાં ટ્રેનિંગ લેવા અને સક્રિય થવાની ઈચ્છા જાહેર કરી હતી તેમજ આર્મીમેં પત્ર લખીને કશ્મીરમાં પોસ્ટિંગ માંગ્યું હતું.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

મહેન્દ્ર સિંહ ધોનીના સેનામાં સક્રીય રીતે જોડવાના અને તાલીમ લેવાના અભૂતપૂર્વ નિર્ણયથી ધોનીના ફેન્સ સાથે સાથે દેશ વિદેશના ઘણા ક્રિકેટના દિગ્ગજો ધોનીના દિવાના થઈ ગયા હતા. અને આ લિસ્ટમાં એક સમયના ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ અને ધુંઆધાર બેટ્સમેન ગૌતમ ગંભીર પણ શામિલ થઈ ગયા છે. મહેન્દ્ર સિંહ ધોની ના આ પગલાંની પ્રશંશા કરતાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ધોનીનું આ પગલું યુવાઓને પ્રેરણા આપશે અને સેના સાથે જોડાવાનો લોકોનો ઉત્સાહ પણ વધશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!