અમદાવાદ ખાતે તા. ૧૧ ઓગસ્ટ, રવિવારના રોજ શહેરમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે AEG દ્વારા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 1500થી વધુ વાલી, વિદ્યાર્થીઓની હાજરીમાં 400થી વધુ તેજસ્વી વિધાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં થીમ “ગો ગ્રીન” પર વૈવિધ્યપૂર્ણ પરફોર્મન્સ, ડાન્સ, નાટક યોજાયા હતાં. પર્યાવરણ અંગે પણ મહત્વની જાણકારી આપવામાં આવી હતી તેમજ પ્રદુષણ અટકાવવા માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાન શ્રી વિમલ ઉપાધ્યાયે (વાઇસ ચેરમેન, આર્થિક પછાત નિગમ) તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા જણાવ્યું હતું કે આજે જ્યારે શિક્ષણ સમાજના ચાર પાયાના સ્થંભ બાળક, પાલક, શિક્ષક અને સંચાલકને ભેગા કરવાના આ મહાયજ્ઞ માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપને બિરદાવુ છું, પર્યાવરણનું જતન કરવુંએ આપણા બધાંની સહિયારી જવાબદારી છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર એ સમગ્ર એશિયાનું સૌથી વધુ હરિયાળુંની શહેર છે તે આપણા માટે ગર્વની બાબત છે વધુ વૃક્ષો વાવવા જરૂરી છે તેટલુંજ વાવેલા વૃક્ષોનું જતન જરૂરી છે.
AEG ચેરમેન શ્રી વિજય મારુએ જણાવ્યું હતું કે વૃક્ષમાં જીવ છે તે વાત વેદ અને પુરાણોમાં જોવા મળે છે માટે ધર્મએ હંમેશા વિજ્ઞાન આધારિત તથ્યો સાથે હંમેશા પર્યાવરણની જાળવણીનો શદેશ આપેલ છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી સુહાગ પંચાલે જણાવ્યું હતું કે AEG સાથે 1 લાખ થી વધુ વિધાર્થીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે અમે અમારી સંસ્થા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં હંમેશા અગ્રેસર રહેશે. મીડિયા કોર્ડીંનેટર શ્રી હેમાંગ રાવલ દ્વારા હોલમાં ઉપસ્થિત દરેકને પર્યાવરણની જાળવણી માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
પ્રશ્નોતરી દરમિયાન વિધાર્થીઓ એ તજજ્ઞો ને ઘણા મહત્વના પ્રશ્ન પૂછ્યા હતા કે અમારી સોસાયટીમાં કોઈ ઝાડ કાપતું હોય તો રોકી શકાય? જવાબમાં બાળકોને જણાવવામાં આવ્યું હતું કે પર્યાવરણ ખાતાની મંજૂરી વિના કોઈ ઝાડને સહેજપણ કાપી શકે નહીં અને જો આવું થતું જણાય તો 100 કરીને પોલીસ દ્વારા ગેરકાયદેસર કૃત્યને તુરતજ રોકી શકાયુ છે માટે દરેકે કાયદાને સન્માન આપવુજ રહ્યું.
આ કાર્યક્રમમાં ગુજરાત ફેડરેશન ના પદાધિકારીઓ અને જાણીતા શિક્ષણવિદ શ્રી રાજેન્દ્ર ઉપાધ્યાય, શ્રી દેવાંગ ભટ્ટ, AEG ચેરમેન વિજય મારુ, સેક્રેટરી સંદીપ ત્રિવેદી, પોગ્રામ કન્વીનર મનીષ વ્યાસ, સલાહકાર શ્રી સમીર ગજ્જર, ઝંકૃત આચાર્ય અને મીડિયા એડવાઇઝર હેમાંગ રાવલ તથા સ્વીફ્ટ સોલ્યુશનના શ્રી રાકેશ વ્યાસ, શ્રીમતી વનિતા વ્યાસે પોતાની હાજરી આપીને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રકાશિત એજ્યુકેશન ડિરેક્ટરી કમ એક્સલુસીવ ડાયરીનું વિમોચન કવરવામાં આવ્યું હતું.