IndiaPolitics

આ નેતાએ મોદી શાહને કહ્યું હું ક્યારેય નહીં ઝુકુ થાય એ કરી લે જો! જાણો!

મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં મહારાષ્ટ્ર હાઇકોર્ટના હુકમ બાદ મુંબઇ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી તેના બાદ હવે ઇડી દ્વારા શરદ પાવર અને તેમના ભત્રીજા વિરુદ્ધ ફ્રેશ ફરિયાદ દાખલ થયા બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. શરદ પવાર અને તેમના ભત્રીજા સહિત 70 લોકો સામે ઇડી એ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવા હિલચાલ કરી છે અને આ ત્યારે જ થઈ રહ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચુંટણીની જાહેરાત થઈ ગઈ છે. એટલે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. આજ બાબતે શરદ પવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

આ પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે મારા જીવનમાં આવું બીજી વખત બન્યું કે જ્યારે મારા નામ પર FIR દાખલ થઇ હોય. તપાસ કરનાર એજન્સીઓને તપાસ કરવાનો અધિકાર છે. મને બંધારણ અને ન્યાય પર પૂરો વિશ્વાસ છે. હું 27 સપ્ટેમ્બરે ઇડી ઓફિસ જઇ કેસ સંબંધિત જે પણ જાણકારી મારી પાસે છે તે તેમને જણાવીશ. આ પહેલા શરદ પવારે એક જનસભાને સંબોધિત કરતાં અમિત શાહના શરદ પવારે મહારાષ્ટ્ર માટે શું કર્યું ના નિવેદન પર જવાબ આપતાં જણાવ્યું હતું કે શરદ પવારે જે કંઈ પણ કર્યું હોય પણ તે અમિત શાહની જેમ જેલ નથી ગયા.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં પત્રકારો સાથેની વાતચીતમાં શરદ પવારે જણાવ્યું હતું કે, હાલ આવી રહેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીના કારણે એવું બની શકે કે હું સતત મુંબઇમાં હાજર ન પણ રહી શકું પરંતુ ઇડીની તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીનાં પ્રચાર માટે હું વધારે સમય મુંબઇની બહાર રહીશ તેવું બની શકે છે. તેથી એજન્સીનાં અધિકારીઓએ એવું ક્યારેય ન સમજવું જોઇએ કે હું હાજર નથી રહેતો અને તપાસમાં સાથ નથી આપતો. હું તેમની પાસે જઇશ અને તેમને જે માહિતી જોઈતી હશે, તે તમામ હું ઉપલબ્ધ કરાવીશ.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

પત્રકાર પરિષદના અંતમાં મોદી શાહ સામે લાલ આંખ કરતા શરદ પવારે જણાવ્યું હતું કે, મને ભારતનાં બંધારણમાં પુરો વિશ્વાસ છે. હું કાયદાનું પાલન કરીશ. આ ઉપરાંત તેમણે મોદી શાહ પર આડકતરી રીતે નિશાન સાધતાં કહ્યું કે, મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજનાં વિચારો પર ચાલે છે અમને દિલ્હીનાં તખ્ત સામે ઝુકતા નથી આવડતું. હું લડત લડીશ પણ ઝુકીશ નહીં. જો મને કોઈએ જેલમાં મોકલવાનો પ્લાન બનાવ્યો હશે તો આ અનુભવ પણ કરીશ પરંતુ કયારેય કોઈ સામે ઝુકીશ નહીં.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આગામી 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચુંટણી યોજાવા જઈ રહી છે અને તેને ખૂબ જ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે ઇડી દ્વારા મહારાષ્ટ્રમાં મજબૂત ગણાતી એનસીપીના અધ્યક્ષ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે જેના લીધે રાજકારણ ગરમાઈ ગયું છે. આ પહેલા પણ અમિત શાહ અને શરદ પવાર આમને સામને આવી ગયા હતા અને જાહેરમાં એકબીજા વિરુદ્ધ નિવેદન કર્યા હતાં.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!