GujaratPolitics

પેટા ચુંટણી રાધનપુર બાયડ બાદ આ બેઠક પર ભાજપમાં જબરદસ્ત વિરોધ, ભરશે અપક્ષ ફોર્મ!

સ્વાભાવિક છે કે ચુંટણીઓ આવતાં વાતાવરણ ગરમાઈ જાય અને વિરોધ વિદ્રોહ પણ થાય. ભાજપ માટે હાલ સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિનું નિર્માણ થાય રહ્યું છે. આ પેટા ચુંટણી માં બે બેઠક પર માંડ વિરોધ અને વિદ્રોહનો શાંત કર્યા તો ત્રીજી બેઠક પર જબરદસ્ત વિરોધના સુર ઉઠ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં હાલ તો સબ સલામત દેખાઈ રહ્યું છે કોંગ્રેસે જાહેર કરેલી બેઠકો પર હાલ તો કોઈ વિરોધ કે વિદ્રોહના વવાડ મળ્યા નથી. પરંતુ ભાજપમાં દેખીતીરીતે સબ સલામત છે પણ હકીકતમાં છે નહીં. આ પેટા ચુંટણી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી લાગી રહી છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપ દ્વારા માંડ માંડ રાધનપુર અને બાયડ બેઠક પર વિરોધ અને વિદ્રોહનો શાંત કર્યો તો હવે લુણાવાડા બેઠક પર ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં વિરોધ કરનારાઓ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. અને અપક્ષ ફોર્મ ભરવાની પણ ધમકીઓ આપવામાં આવી છે. રાધનપુર અને બાયડમાં પણ આજ પરિસ્થિતિ હતી પરંતુ તેને ડામી દેવામાં આવી છે જ્યારે હાલ લુણાવાડા બેઠક પર વિરોધનો વંટોળ એ ભાજપ માટે છેલી ઘડીએ ચિંતાનો વિષય બન્યો છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપના સભ્યો દ્વારા ભાજપે લુણાવાડા બેઠક પરથી જીગ્નેશ સેવકને ટિકિટ આપતા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આ બાબતે ભાજપના કાર્યકરો દ્વારા હાઇકમાન્ડ અને પ્રદેશ સુંધી ફરિયાદો કરી હતી અને જીગ્નેશ સેવકને ટિકિટ ના આપવા માટે જણાવ્યું હતું. છતાં ભાજપ દ્વારા જીગ્નેશ સેવકની પસંદગી કરવામાં આવતાં ભાજપના જ કાર્યકરો દ્વારા તેમના વિરોધમાં પ્રદર્શન અને નારેબાજી કરવામાં આવી રહી છે. આજે ફોર્મ ભરવાનો છેલો દિવસ હોઈ આ પરિસ્થિતિ ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

જીગ્નેશ સેવકને ટિકિટ આપતાં ભાજપના કાર્યકરોમાં અસંતોષ છે અને તેમણે આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, જીગ્નેશ સેવકે દુકાન બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર કર્યો છે. પાર્ટીએ જીગ્નેશ સેવકને ટિકિટ આપી સૌથી મોટી ભૂલ કરી છે. જિગ્નેશ સેવક પાલિકાના કોન્ટ્રાક્ટર પાસે હપ્તાની માગણી કરે છે. જેથી ભાજપના કાર્યકર અને એપીએમસી ચેરમેન ભુલાભાઈ પટેલ અને ભરતભાઈ ત્રિવેદી વિરોધ કરી અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે. આમ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં વિરોધ અને વિદ્રોહનો માહોલ સર્જાયો છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ કોંગ્રેસમાં હાલ કોઈ ચહલ પહલ નથી દેખાઈ રહી અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો બાબતે હાલ ક્યાંય કોઈ વિરોધના વાવડ મળ્યા નથી કે વિદ્રોહનો સામનો કરવો પડ્યો નથી. પરંતુ ભાજપ માટે આ સ્થિતિ ચિંતાનો વિષય છે જ્યારે ભાજપે વિધાનસભા ગૃહમાં મજબૂતી મેળવવા માટે આ 6એ 6 સીટ જીતવી અગત્યની છે. જ્યારે કોંગ્રેસે બાયડ ને રાધનપુર સીટ જીતવા કમર કસીને શરૂઆતથી જ તૈયારીઓ કરી લીધી છે. જો લુણાવડામાં ભાજપમાં જ વિરોધ અને વિદ્રોહ છે તો તેનો ફાયદો સીધો કોંગ્રેસને મલી શકે તેમ છે. કોંગ્રેસે લુણાવાડા બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!