IndiaPolitics

અમિત શાહ નો માસ્ટરસ્ટ્રોક! અપનાવી વિરોધ દ્વારા વિજયની રણનીતિ. જાણો!

આખાય દેશમાં હાલ ચુંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાતની પેટા ચુંટણી બાદ મહારાષ્ટ્ર, હરિયાણામાં પણ વિધાનસભા ચુંટણીઓ જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, શિવસેના, મનસે પાર્ટીઓ મેદાનમાં છે જેમાં ભાજપ અને શિવસેનાની યુતી છે તો કોંગ્રેસ એનસીપીની યુતી છે તો મનસે એકલા હાથે ચુંટણી લડી રહી છે. મહારાષ્ટ્રમાં લગભગ લગભગ તમામ સીટ પર દરેકે દરેક પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે. અમિત શાહ ની નજર ફરી મહારાષ્ટ્ર કબજે કરવાની છે. મહારાષ્ટ્ર એ આખાય ભારતમાં સૌથી અગત્યનું રાજ્ય પણ ગણવામાં આવે છે. ઉદ્યોગકારોને જોતા પાર્ટી ફંડ પણ સૌથી વધારે મહારાષ્ટ્રમાંથી આવી શકે છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્ર ચુંટણી પહેલા જ અમિત શાહ દ્વારા માસ્ટરસ્ટ્રોક રમવામાં આવ્યો છે. હજુ થોડા સમય પહેલા જ ચંદ્રકાંત પાટિલને મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ત્યારે તેમને લઈને જબરદસ્ત રાજકીય સોગઠા બેસાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર ભાજપ દ્વારા વિધાનસભા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થયું જેમાં આશ્ચર્ય પમાડે તેમ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલને તેમના હોમટાઉનની જગ્યાએ જ્યાં તેમનો જનાધાર નથી ત્યાંથી ચુંટણી લડાવવાની જાહેરાત કરવામાં આવી છે. એમને તેમના હોમટાઉન કોલ્હાપુરથી નહીં, પરંતુ પૂણેની કોથરૂડ બેઠકથી ચૂંટણી લડાવવા પર મહારષ્ટ્ર ભાજપ અને અમિત શાહ દ્વારા નિર્ણય કરાયો છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

ચંદ્રકાંત પાટિલ અમિત શાહના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ મરાઠા છે અને મહારાષ્ટ્રમાં મરાઠાઓ પર સારી એવી પકડ ધરાવે છે. પરંતુ તેમને તેમના ઘરઆંગણાની જગ્યાએ બીજી જગ્યાએથી ચુંટણી લડાવવી એ લોકોને હજુ મગજમાં બેસતું નથી પરંતુ એજ છે અમિત શાહનો માસ્ટરસ્ટ્રોક! અમિત શાહે એક તીરથી બે નિશાન સાધ્યા છે. અમિત શાહ આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં અલગ જ પેટર્ન બનાવવા જઇ રહ્યા છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં મરાઠાઓનો દબદબો રહ્યો છે. અને ચંદ્રકાંત પાટિલને ટિકિટ આપીને અમિત શાહ મરાઠાઓને સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, દરેક જગ્યાએ જાતીગત સમીકરણને આધારે ચુંટણી જીતી શકાય છે. કોઈ કેક્ટર કામ ના કરે તો આ ફેક્ટર તો કામ કરે જ કરે જ છે. દેશના અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ બ્રાહ્મણ અને વૈશ્ય પરંપરાગત રીતે ભાજપના વોટર માનવામાં આવે છે. પરંતુ દરેક જગ્યા અને રાજ્ય પ્રમાણે આ માત્ર પૂરતું નથી. હા અગત્યનું છે પરંતુ ચુંટણી જીતવા માટે આ પૂરતું ફેક્ટર ગણી શકાય નહી. ચંદ્રકાંત પાટિલ મરાઠાઓના નેતા છે અને તેઓ પશ્ચિમ મહારાષ્ટ્રથી આવે છે. જ્યાં વર્ષોથી શરદ પવારનો જલવો કાયમ રહ્યો છે. શરદ પવારના ગઢમાં ગાબડા પાડવા માટે અમિત શાહ દ્વારા ચંદ્રકાંત પાટિલની એન્ટ્રી કરાવવામાં આવી છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ મરાઠા છે. અને તે પશ્ચિમી મહારાષ્ટ્રથી છે. જ્યાં મરાઠાઓનો દબદબો રહ્યો છે. પરંતુ ભાજપ ત્યાં કમજોર છે કારણ કે આ વિસ્તાર વર્ષોથી પરંપરાગત રીતે એનસીપીનો ગઢ રહ્યો છે. જ્યાં શરદ પવારનો જલવો વર્ષોથી કાયમ અને અકબંધ છે. ભાજપ દ્વારા ભારતના ઇતિહાસમાં ઐતિહાસિક ગણાવવામાં આવતી ગત લોકસભા ચુંટણીમાં પણ આખા દેશમાં મોદીની લહેર હતી ત્યારે પણ પશ્ચિમી મહારાષ્ટ્રમાં એનસીપીનો જાદુ કાયમ રહ્યો હતો અને મહારાષ્ટ્રમાં ભાજપને આ જગ્યાએથી મોટો ફટકો પડેલો જે રાજનીતિમાં અસહ્ય ઘા કહી શકાય.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

બસ એ અસહ્ય ઘા નો ઈલાજ કરવા માટે પહેલા તો અમિત શાહે પટાપિંડી સ્વરૂપે ચંદ્રકાંત પાટિલ જે પશ્ચિમ મહારાષ્ટ્રથી આવે છે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ત્યારબાદ આ ઘા નો ઈલાજ કરવા માટે હાઈપાવરની મેડિસિન આપતાં તેમને પૂણેની કોથરૂડ બેઠકથી ચુંટણી જંગમાં ઉતાર્યા. એ મરાઠાઓને આ સંદેશ સ્પષ્ટ જાય છે. પરંતુ પૂણેમાં ચંદ્રકાંત પાટીલનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે અને આમાં પણ અમિત શાહની નજરે ભાજપને ફાયદો છે. વિરોધ કરનાર પૂણેનો બ્રાહ્મણ મહાસંઘ છે. કારણ કે કોથરૂડના વર્તમાન ધારાસભ્ય મેધા કુલકર્ણી બ્રાહ્મણ સમાજથી આવે છે. એ તેમની જગ્યા ચંદ્રકાંત પાટિલને ટિકિટ આપવામાં આવતાં બ્રાહ્મણ મહાસંઘ નારાજ છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

પૂણેનો બ્રાહ્મણ મહાસંઘ પાટિલનો વિરોધ કરતાં કહ્યું કે, અમે હંમેશાથી ભાજપને સાથ આપ્યો છે પરંતુ આ વખતે ભાજપ દ્વારા બ્રાહ્મણની ટિકિટ કાપીને એક બિન બ્રાહ્મણને ટિકિટ આપી ઠીક નથી કર્યું. રાજકિય વિશ્લેષકોના મતે અમિત શાહને આજ જોઈતું હતું. કારણ મરાઠાઓને સંદેશને એજ સંદેશ દ્વારા મરાઠા વોટ બેંક પર સેંધમારી! વાત એમ છે કે બ્રાહ્મણ મહાસંઘની પૂણેમાં અસર થઇ શકે છે અને પૂણે પૂરતી જ રહી શકે છે અને તેની અસર આખાય મહારાષ્ટ્રમાં જોવા નહીં મળે કારણ મહારાષ્ટ્રમાં ચુંટણી જીતવા મરાઠા વોટબેંક મજબૂત હોવી જોઈએ. મતલબ સાફ છે. મરાઠા વોટર્સને સીધો સંદેશ અને તેમને રીઝવવાની કોશિશ.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં જોવા જઇએ તો જાતીગત રીતે મરાઠા વોટ સમગ્ર મહારાષ્ટ્રમાં નિર્ણાયક સાબિત થાય છે એટલું જ નહી મહારાષ્ટ્રની દરેક બેઠક પર મરાઠાઓ કિંગમેકરની ભૂમિકામાં હોય છે. બસ એજ ભાંપી જઈને અમિત શાહે વિરોધ દ્વારા વિજયની ફોર્મ્યુલા તૈયાર કરી છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ મહાસભા વિરોધ સાથે આ સવાલ ઉઠાવી રહી છે કે ભાજપે બ્રાહ્મણને છોડીને મરાઠાને ટિકિટ કેમ આપી? જેની અસર આખાય મહારાષ્ટ્રમાં પડશે અને મહારાષ્ટ્રના મરાઠા વોટરને એક સ્પષ્ટ સંદેશ મળશે. અને મરાઠાઓ વિચારશે કે ભાજપ મરાઠાઓ સાથે છે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ મરાઠા છે તો મુખ્યમંત્રી પણ તેમને બનાવવામાં આવી શકે તેમ માનવામાં આવી રહ્યું છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

આમ અમિત શાહના આ નિર્ણયે એક તીરથી બે નિશાન સાધ્યા છે. મહારાષ્ટ્રના હાલના સીએમ દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ સમાજથી છે. અને ચંદ્રકાંત પાટિલને ચુંટણી મેદાનમાં ઉતારવા પાછળ ભાજપની સ્પષ્ટ રણનીતિ મરાઠા વોટરને સંદેશ આપવાની સાથે સાથે રાજ્યમાં બીજું પાવર સેન્ટર ઉભુ કરીને નેતાઓને પાર્ટી લાઇન માં રાખવાનું છે. ચંદ્રકાંત પાટિલ અમિત શાહના નજીકના વ્યક્તિ છે. તેઓ આજ સુધી કોઇ ચૂંટણી લડ્યા નથી પરંતુ મરાઠાઓમાં તેમની પકડ મજબૂત છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!