
ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે. જેમાં બે બેઠક એટલે કે રાધનપુર અને બાયડ પર અનુક્રમે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા લડી રહ્યા છે જે પક્ષપલટો કરીને કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાઇ ગયા છે. અને હવે ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે. જેના લીધે ભાજપમાં આંતરિક ખેંચતાણ તો છે જ છે જ સાથે સાથે ઠાકોર સમાજ માં પણ આ બાબતે રોષની લાગણી છે. અને કોંગ્રેસી કાર્યકરો માં પણ આ બાબતે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પરંતુ અમિત શાહે આવીને આ બે બેઠક પર હાલ પૂરતો આંતરિક રોષ વિરોધ ડામી દીધો છે.

પરંતુ મહામહેનતે અને અમિત શાહની સોગઠાબાજી દ્વારા હાલ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ભાજપની ટિકિટ તો મળી ગઈ છે પણ હજુ ચુંટણી લડવી તેમના માટે આસાન નથી. બંને માટે એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હ કરણ કે માંડ માંડ ભાજપના કાર્યકરોના વિરોધ વચ્ચે તેમને ટિકિટ મળી અને હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષને આપેલી અરજી તો પેન્ડિંગ છે જ છે.

હાલ તો બંને માટે ચુંટણી લડવી એટલે લોઢાના ચણા ચાવવા બરોબર છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષને અલોએશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે કરેલી અરજી પેન્ડિંગ છે. આ અરજી સુરેશ સિંઘલે કરેલી. જેમાં દલીલ કરવામાં આવી છે કે, આગામી 21મી ઓકટોબરે યોજાનારી રાધનપુર અને બાયડની બે બેઠક પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ઉમેદવારી રદ થવી જોઇએ. બન્નેને ગેરલાયક ઠેરવવા જોઈએ. જે અરજી પર હાલ વિધાનસભા અધ્યક્ષે કોઈ નિર્ણય લીધો નથી. જે અરજી હાલ પણ વિધાનસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ છે.

આમ અલ્પેશ ઠાકોર ને ધવલસિંહ ઝાલા સામે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ એક અરજી પેન્ડિંગ છે ત્યારે બીજી એક અરજી કરવામાં આવી છે જેમાં બંને ને ચુંટણી લડતાં જ રોકવામાં આવે તેવી દાદ માંગવામાં આવી છે. સદર અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, બંધારણની જોગવાઇ મુજબ વિધાનસભાના અધ્યક્ષ પાસે અલ્પેશને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય પેન્ડિંગ હોય ત્યારે તેને કોઇ બેઠક પર ચૂંટણી લડવા દઇ શકાય નહીં. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બન્નેને ગેરલાયક ઠેરવશે તો બે મહિનામાં ફરીથી ચુંટણીનો ખર્ચો થશે. જેથી પ્રજાના નાણાં નો વેડફાટ થાય.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોગ્રેંસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા બાદ તેમના રાજકીય હરીફો અને શત્રુઓ વધી ગયા છે. જેના દ્વારા હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પેટા ચુંટણી લડતા રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરાઇ છે. જે અરજીમાં જણાવ્યા પ્રમાણે બંધારણની જોગવાઇ મુજબ વિધાનસભાના અધ્યક્ષ પાસે વિધાનસભા ગૃહના કોઈ સભ્યને ગેરલાયક ઠેરવવાની અરજી પેન્ડિંગ હોય તો તે સભ્ય કોઈપણ બેઠક પર ચુંટણી લડી શકે નહીં. કરણ કે ચુંટણી લડ્યા બાદ જો સભ્ય જીતે અને તેજ અરજી મુજબ અધ્યક્ષ ગેરલાયક ઠેરવેતો ફરી ચુંટણી યોજવી પડે.

અગાઉ આ બાબતે હાઇકોર્ટ દ્વારા વિધાનસભા અધ્યક્ષનું ધ્યાન દોરતાં વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, નવેમ્બર મહિનામાં આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી બાંયધરી આપી હતી. પરંતુ કાયદા પ્રમાણે જોઈએ તો, રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલસ એક્ટ, 1951 હેઠળ ગેરલાયક ઠેરવવા માટેનો નિર્ણય હજુ પેન્ડિંગ હોય ત્યાં સુધી જે તે સભ્યને ચુંટણી લડવા દઇ શકાય નહીં. જો તે સભ્ય ચુંટણી લડે તો કાયદાનો ભંગ છે તે ગેરકાયદે અને ગેરબંધારણીય છે.

ઉલ્લેખનીય છે કે, જો કાયદાની જોગવાઈ વિરુદ્ધ જઈને પણ જો તે સભ્ય ચુંટણી લડે તો કાયદાનો ભંગ છે તે ગેરકાયદે અને ગેરબંધારણીય છે. જો અલ્પેશ અને ધવલસિંહ બંને ચુંટણી લડે અને જો જીતી પણ જાય અને ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ દ્વારા પડતર અરજીનો નિકાલ કરીને બન્નેને ગેરબંધારણીય ઠેરવે તો સદર બેઠક પર ફરીથી ચૂંટણી યોજવી પડે. તેના લીધે પબ્લિકના નાણાંનો વ્યય થશે. એટલે કે આખી પ્રક્રિયા રદબાતલ ગણાય.