GujaratPolitics

માસ્ટરસ્ટ્રોક! રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે આ નેતા કરી રહ્યા છે ધુંઆધાર પ્રચાર!

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે. જેમાં બે બેઠક એટલે કે રાધનપુર અને બાયડ પર અનુક્રમે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા લડી રહ્યા છે જે પક્ષપલટો કરીને કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાઇ ગયા છે. અને હવે ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે. જેના લીધે ભાજપમાં આંતરિક ખેંચતાણ તો છે જ છે જ સાથે સાથે ઠાકોર સમાજ માં પણ આ બાબતે રોષની લાગણી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ દ્વારા જ્યારથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં ગયા ત્યારથી ઉમેદવાર શોધવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. અલ્પેશ ઠાકોર માટે રાધનપુર ફરી જીતવું મુશ્કેલ છે જ કારણ કે ભાજપમાં શંકર ચૌધરીની ટિકિટ કાપીને અલ્પેશ ઠાકોર ને ટિકિટ આપવામાં આવતાં ચૌધરી સમાજ અને શંકર ચૌધરીના સમર્થકોમાં રોષ છે. અલ્પેશ ઠાકોર આમ તો દરેક સભામાં ચૌધરી સમાજને રીઝવવા માટે અવનવા નિવેદનો આપે છેમ ક્યારેક કહે છે કે શંકર ચૌધરી મારા મોટા ભાઈ છે અથવા હું તેમના માટે રિઝાઇન આપવા માટે પણ તૈયાર છું.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

પણ અલ્પેશ ઠાકોરના આ નિવેદનો પણ પહેલાના નિવેદનો જેવા જ લાગે છે પહેલા અલ્પેશ ઠાકોર કહેતા કે સૂર્યની સાક્ષીએ રાજકારણમાં નહીં આવું! રાધાનપુરની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા જબરદસ્ત વ્યૂહરચના ઘડવામાં આવી છે. શરૂઆતથી જ રાધનપુરની જવાબદારી ઠાકોર સમાજના મોટા નેતા તરીકેની છાપ ધરાવતા ગેનીબેન ઠાકોરને આપી દીધી છે તો બીજી બાજુ તમામ ઠાકોર ધારાસભ્યો, નેતાઓનો ખડકલો રાધાનપુરમાં કરી દેવામાં આવ્યો છે. ઠાકોર સમાજમાંથી આવતાં ફાયરબ્રાન્ડ નેતા અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને ઓણ રાધાનપુરમાં પ્રચાર કામગીરી આપીને કોંગ્રેસ દ્વારા માસ્ટરસ્ટ્રોક રમવામાં આવ્યો છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

બળદેવજી ઠાકોર ભાષણ આપવામાં નંબર વન છે જ અને સાથે સાથે ઠાકોર સમાજમાં પણ ફેમસ ચહેરો છે. અલ્પેશ ઠાકોરને બળદેવજી ઠાકોરે એક સભામાં ખુલ્લી ચેલેન્જ પણ આપી દીધી છે જે બાબતે રાજકારણ ગરમાઈ ગયું છે. અલોએશ ઠાકોર દ્વારા ફાંકા મારતા કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાં હું ગમે તેને ગમેત્યાંથી ટિકિટ અપાવી શકતો હતો હું રાજા હતો. તેના જવાબમાં બળદેવજી ઠાકોર દ્વારા જનવવમાં આવ્યું હતું કે હવે અલ્પેશને પોતાની ટિકિટ મેળવવામાં પણ ફાંફા પડે છે અલ્પેશમાં તાકાત હોય તો પાંચ જણા ને ભાજપ માંથી ટિકિટ અપાઈ બતાવે!

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ પણ જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે. લોકોને ઇમોશનલ અપીલ પણ કરી રહ્યા છે. અલ્પેશના ફાંકા સામે કોંગ્રેસના રઘુ દેસાઈ જનસંપર્ક અને ઇમોશનલ આપીલ કરીને કોંગ્રેસને વોટ આપવા માટે દિવસ રાત લોકોને રિઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો હાલ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કરણ કે અલ્પેશન ભાષણોમાં અભિમાન સિવાય બીજું કશું નીકળતું નથી!

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાધનપુરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને અલ્પેશ ઠાકોર માટે આ સીટ જીતવી જરૂરી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ આ સીટ પર કાચું કપાય તેમ ઇચ્છતી નથી. કોંગ્રેસ દ્વારા બળદેવજી ઠાકોરને રાધનપુરમાં એક્ટિવ કરીને અલ્પેશની ઊંઘ ઉડાડી દીધી છે. અલ્પેશ ઠાકોરના પિતા એ બળદેવજી ઠાકોરના વેવાઈ થાય છે. અને એક સભામાં બળદેવજીએ કહ્યું પણ હતું કે અમે મારા વેવાઈના દીકરાને ઓળખીએ છીએ ધ્યાન રાખો જો ફરી તમને છેતરી જાય નહીં.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!