GujaratPolitics

પેટા ચુંટણી વિડીયો થયો વાઇરલ! અલ્પેશ તું અહીંયા ના લડીશ તારું કોઈ કામ નથી! જાણો!

ગુજરાતમાં ઠંડીનો ચમકારો ભલે વધી રહ્યો હોય પરંતુ ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો છે એનું કારણ માત્રને માત્ર ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચુંટણી છે. પેટા ચુંટણી માં બીજી બધીએ બેઠક કરતાં સૌથી વધારે હાઇપ્રોફાઇલ ગણો કે સૌથી વધારે ચર્ચાતી બેઠક એટલે રાધનપુર વિધાનસભા બેઠક. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેરી રાધાનપુરમાં પેરાશૂટ ઉમેદવાર બન્યા છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

અલ્પેશ ઠાકોરને રાધનપુર પેટા ચુંટણી માં ઉમેદવાર બનાવવામાં આવતાં ભાજપમાં આંતરિક ખેંચતાણ તો છે જ છે જ સાથે સાથે ઠાકોર સમાજ માં પણ આ બાબતે રોષની લાગણી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ બેઠક પર અલ્પેશ ઠાકોરના રાજીનામાં બાદ ઉમેદવાર શોધવાની અને ચુંટણી પ્રચારની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા તમામ નેતાઓનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. ઠાકોર સમાજના તમામ આગેવાનોને પણ ચુંટણી પ્રચારમાં સક્રિય કરી દેવામાં આવ્યા છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારે કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ રાધનપુરમાં એડીચોટીનું જોર લગાવી કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈને જીતાડવા માટે અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ પ્રચાર કરવા લાગી ગયા છે. આ પ્રચાર દરમિયાન તેઓ દ્વારા સંબોધવામાં આવેલી જનસભાનો એક વિડીયો વીજળી વેગે સમગ્ર ગુજરાતમાં વાઇરલ થઈ ગયો છે. અને જોત જોતામાં દરેકના ફોનમાં આ વીડિયો પહોંચી ગયો છે. આ વીડિયોમાં કલોલના ધારાસભ્ય ભાષણ આપી રહ્યા છે અને અલ્પેશ ઠાકોર પર વાકપ્રહાર કરી રહ્યા છે. જો કે આ વીડિયોમાં કશું ખોટું નથી પરંતુ હકીકત છે જેના કારણે આ વીડિયો આટલો ઝડપી વાઇરલ થઈ ગયો છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

આ વીડિયો પ્રમાણે રાધનપુરના લોદરા ગામ ખાતે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પ્રચાર કરતાં દેખાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે, સમાજ સાથે જેણે દ્રોહ કર્યો છે એને ગદ્દાર કહેવાય. ગદ્દાર કોને કહેવાય? સમાજના નામે તમે રૂપિયા ઘરે નાખી અને વેચાયા છો એને ગદ્દાર કહેવાય. આ તમામ ઠાકોરોને એટલા માટે વિનંતી કરું છું કે આ ભાઈ(અલ્પેશ ઠાકોર) ના રવાડે ના ચડતાં તમે, હું મારા વેવાઈને ઓળખું એટલા તમે નઇ ઓળખી શકો. એ મારા વેવાઈનો દીકરો (અલ્પેશ ઠાકોર) છે હું એને ઓળખું છું.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં અલ્પેશ ઠાકોરને નિશાન બનાવી કહ્યું કે, વિરમગામ વિધાનસભામાં 80 હજાર જેટલા ઠાકોરો હતાં ત્યારે ત્યાં કેમ ચુંટણી લડવા ના ગયા?? કેમ તમે ભોળી અમારી રાધનપુરની જનતાને છેતરવા આવ્યા?? 80 હજાર જેટલા મત હોવા છતાં તમામ ઠાકોરોએ આને બોલાઈને કહ્યું હતું કે, અલ્પેશ તું અહીંયા ના લડીશ, તારું કામ નથી અહીંયા, તું જૂઠો છું તે સમાજનું કામ કદી કર્યું નથી અને આ જિલ્લા પંચાયતની ચુંટણી લાડયા હતાને એ પાંચ હજાર મતે હાર્યા હતાં, એ ભાઈ તમને આવીને છેતરી ગયા.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

આગળ જણાવ્યું કે, આ ભાઈએ (અલ્પેશ ઠાકોરે) તમને તો છેતર્યા જ છેતર્યા પણ આખી રાધનપુરની જનતાને છેતરી, આખાય ગુજરાતના ઠાકોરને છેતર્યા, તમામે તમામ લોકોને છેતરી થાકીને ભાજપમાં ગયા છે. આ ભાઈ કહેતા, કોંગ્રેસ વાળા મને ગાળો બોલે છે અને મારી વાતો કરતાં નથી અને ભાજપ વાળા તારું બોલેલું બધુ કરી નાખશે જા… વધુમાં તેમણે અલ્પેશ ઠાકોરને ટોન્ટ મારતા જણાવ્યું કે, ભાજપમાં ટિકિટો આપવજે પાંચ. ભાજપમાં પાંચ ટિકિટો આપાવીને તારી ઈચ્છા મુજબ કરજે ભાઈ તો હાચો તું. અને એટલા માટે લોદરા ગામના તમામે તમામ લોકોને વિનંતી કરવા માટે આવ્યો છું. ચુંટણી આવશે અને જશે પણ ભૂલેચુકે પણ આ વાત તમે ભૂલતાં નહીં. 21 તારીખ તમે યાદ રાખો જો નહીંતર એક વર્ષ પછી તમારા માટે પાછી ત્રીજી ચુંટણી.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ વાળા મારી વાત સાંભળતા નથી, ભાજપમાં ગયા પછી કહેશે ભાજપવાળા મારું અપમાન કરે છે, એક વર્ષ પછી પાછી શિવસેના કે એનસીપી તમારા માટે તૈયાર. પાંચ વર્ષ માં એણે(અલ્પેશ ઠાકોરે) નક્કી કર્યું છે કે ચાર ચૂંટણીઓ લાવવી. ઓળખો ઓળખો આમે તો ઓળખ્યો છે અમારો તો હગો છે તમે તો ઓળખો. અને નઈ ઓળખોને તો એટલું ચોક્કસ કહીશ કે કુદરત પણ તમને ક્યારેય માફ નહીં કરે. આમ, કલોલ ના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ધુઆધાર પ્રચારથી હાલ અલ્પેશ ઠાકોર ડઘાઈ ગયા છે અને બળદેવજી ઠાકોરને સાંભળવા માટે જબરદસ્ત સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાધનપુર પેટા ચુંટણી માં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને અલ્પેશ ઠાકોર માટે આ સીટ જીતવી જરૂરી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ આ સીટ પર કાચું કપાય તેમ ઇચ્છતી નથી. કોંગ્રેસ દ્વારા બળદેવજી ઠાકોરને રાધનપુરમાં એક્ટિવ કરીને અલ્પેશની ઊંઘ ઉડાડી દીધી છે. અલ્પેશ ઠાકોરના પિતા એ બળદેવજી ઠાકોરના વેવાઈ થાય છે. અને એક સભામાં બળદેવજીએ કહ્યું પણ હતું કે અમે મારા વેવાઈના દીકરાને ઓળખીએ છીએ ધ્યાન રાખો જો ફરી તમને છેતરી જાય નહીં.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!