IndiaPolitics

હરિયાણા માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે! ભાજપ ગુમાવી શકે છે સત્તા! જાણો!

દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચુંટણીમાં હજુ ગઈકાલે જ મતદાન થયું. મતદાનની ટકાવારી જોવા જઈએ તો ધીમું ધીમું મતદાન થયું. જેમાં ટકાવારી પ્રમાણે હરિયાણા માં સાંજે 6 વાગ્યા સુંધી 65% મતદાન નોંધાયું જ્યારે મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુંધીમાં 60.25% મતદાન નોંધાયું. હરિયાણા માં ટોટલ 1169 ઉમેદવારો અને મહારાષ્ટ્રમાં 3237 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં શીલ થઈ ગયા છે. મતદાનની સરેરાશ જોવા જઈએ તો ઓછું મતદાન થયું તેમ કહી શકાય.

હરિયાણા
ફોટો: સોસીયલ મીડિયા

મતદાન પૂર્ણ થયાની સાથે જ ન્યુઝ ચેનલ તરફથી એક્ઝિટ પોલ બતાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યોમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે તેવું બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ હરિયાણામાં ગ્રાઉન્ડ રિયાલિટી અલગ જ છે. ભાજપની રણનીતિ ભાજપને ભારે પડી હોય તેવું હાલ પુરતું દેખાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની રણનીતિ નોન-જાટના માતો મેળવવાનું અને જાટ મતોને વિભાજીત કરવાની હતી. જેમાં લોકસભા ચુંટણીમાં ભાજપને જબરદસ્ત સફળતા મળી હતી અને જાટના ગઢ ગણવામાં આવતા રોહતકમાં ગાબડું પાડવામાં સફળતા મળી હતી.

હરિયાણા
ફોટો: સોસીયલ મીડિયા

કહેવાય છે કે આજ રણનીતિ સાથે ભાજપ ફરી મેદાને ઉતર્યું અને કોંગ્રેસ સાથે અન્ય વિપક્ષી પાર્ટીઓને ફરી મ્હાત આપવાના મનસૂબા સાથે આજ રણનીતિ સાથે આગળ પણ વધ્યું પરંતુ વર્ષ 2019ની સામાન્ય ચુંટણીમાં મળેલી કાર્મી હાર અને ભાજપની આ રણનીતિને ભાંપીને વિપક્ષી પાર્ટીઓ પણ સામનો કરવા તૈયાર હતી. આ વખતે ભુપેન્દ્રસિંહ હુડ્ડા દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી હતી. બીજી તરફ હરિયાણામાં ત્રીજા નંબરની અને મહત્વની પાર્ટી ગણવામાં આવતી જેજેપી દ્વારા પણ ભાજપની આ રણનીતિને મ્હાત આપવા માટે નોન જાટ ઉમેદવારો ભાજપના વોટ કાપે એવી રીતે મહત્વની સીટ પર ઉભા રાખવામાં આવ્યા હતા.

હરિયાણા
ફોટો: સોસીયલ મીડિયા

લોકસભાથી પેટા ચુંટણી સુંધીમાં જેજેપી અને ભાજપ બંને કોંગ્રેસના વોટ કાપતી હતી પરંતુ આવખતે જેજેપી એ ભાજપના વોટ કાપ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ જેજેપીના નોન જાટ ઉમેદવારોએ ભાજપનું મસમોટું નુકસાન કર્યું છે. અને આવી સીટો પર જેજેપી જીતી શકે છે અથવાતો કોંગ્રેસની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જેજેપીના યુવા પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા તો વિડીયો જાહેર કરીને ખુલ્લે આમ કોંગ્રેસને વોટ કરવાની અપીલ પણ કરી હતી. જેના કારણે અંતિમ સમયમાં રાજકીય ગરમાંગરમી વધી જવા પામી હતી.

હરિયાણા
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ જેજેપી દ્વારા ઉતારવામાં આવેલા નોન-જાટ ઉમેદવારોએ ભાજપને ખાસુ નુકશાન કર્યું છે. એ જોતાં ભાજપનો અબકી બાર 75 પાર નો નારો કામયાબ થાય તેમ લાગતું નથી. લોકસભા કરતાં હરિયાણા વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ અને જેજેપી વધારે મજબૂત થઈ છે. તેમજ ટિકિટ વહેંચણી બાદ ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે. ભાજપની રણનીતિ મુજબ નોન જાટ મતો અંકે કરીને જાટ મતોનું વિભાજન કરવું હતી પરંતુ જેજેપી દ્વારા નોન જાટ ઉમેદવારોને ભાજપની મહત્વની બેઠકકો સામે ઉતારવામાં આવતાં ભાજપને મોટો ફટકો પડયો છે તો કોંગ્રેસ દ્વારા જાટ નોન-જાટનું કોમ્બિનેશન જાળવી રાખીને પણ ભાજપને આઘાત આપ્યો હતો.

હરિયાણા
ફોટો: સોસીયલ મીડિયા

રાજકીય વિશ્લેષકો પણ આ વખતે વિપક્ષી પાર્ટીઓની મજબૂત સ્થિતિ જોતા ભાજપની રણનીતિ કારગર નહીં નીવડેની વાત કરી રહ્યા છે. જાટ અને નોન જાટ ને આમને સામને લાવવા માટે વર્ષ 2014થી શરૂઆત થઈ હતી. સત્તા માટે હરિયાણાના કેટલાક રાજનૈતિક નેતાઓ દ્વારા “35 બનામ 1” ના સ્લોગનનો ઉપયોગ થતો હતો એટલે કે સામાન્ય ધારણા મુજબ હરિયાણામાં માનવામાં આવે છે કે 36 જાતિઓ છે જેમાં 35 નોન-જાટ એક તરફ અને 1 જાટ એક તરફ. આજ સ્લોગનનો વર્ષ 2019માં પણ ધૂમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હરિયાણા
ફોટો: સોસીયલ મીડિયા

વર્ષ 2016માં જાટ આંદોલન સમયે પણ આ 35 વિરુદ્ધ 1 ના નારાનો જબરદસ્ત ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાટ આંદોલન સમયે અન્ય જાતિઓ એટલે કે નોન-જાટોને એવું લાગતું હતું કે જાટ હંમેશા સત્તામાં રહેવા માંગે છે. આ જ વખતે ભાજપના સાંસદ રહી ચુકેલા રાજકુમાર સૈનિએ ખુલ્લે આમ આહવાન કર્યું કે 35 જાતિઓના લોકો એક થઈ જાઓ અને એક સાથે મળીને જાટોનો બહિષ્કાર કરવામાં આવે. અને તેમણે આ બાબતે મોટા મોટા સંમલનો કર્યા. આમાં તેમનો સાથ ગુર્જર સમુદાયે પણ આપ્યો હતો. કેટલાક ગુર્જર નેતાઓ જાટોના આર્થિક ખાત્માની શપથ લેવડાવતા કહેતા કે જાટોની દુકાનમાંથી સમાન પણ ના ખરીદવો. આ હદે જાટ અને નોન-જાટ વચ્ચે જાતિવાદ લાવી દેવામાં આવ્યો હતો.

હરિયાણા
ફોટો: સોસીયલ મીડિયા

બસ ત્યારથી જાટ અને નોન જાટ વચ્ચે ઊંડી ખાઈ થઈ ગઈ અને રાજનૈતિક પાર્ટીઓએ તેમનું કામ કરી લીધું પરંતુ આ વખતે કોંગ્રેસ અને જેજેપી દ્વારા મચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ દ્વારા જાટ અને નોન જાટ મતોનું વિભાજન ના થાય એટલા માટે તૈયારીઓ કરી લીધી હતી. બીજી તરફ ભાજપ દ્વારા પણ મુખ્યમંત્રી નોન જાટ અને પ્રદેશ અધ્યક્ષ જાટ બનાવીને કોમ્બિનેશન મજબૂત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ જોતાં આવખતે ભાજપ પછડાટ ખાઈ શકે છે અને કોંગ્રેસ જેજેપીના સમર્થનમાં સરકાર બનાવી શકે છે એ લગભગ લગભગ શક્ય લાગી રહ્યું છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!