GujaratPolitics

રાધનપુરમાં ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યનું સ્નેહમિલન! કેમ અલ્પેશને પૂછનાર કોઈ નથી?

રાધનપુર પેટા ચુંટણી સૌથી વધારે ચર્ચાસ્પદ ચુંટણી બની રહી. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપના ઉમેદવાર બન્યા હતા તો કોંગ્રેસ દ્વારા રઘુ દેસાઈને અલ્પેશ ઠાકોર સામે મેદાને ઉત્તરવામાં આવ્યા હતાં. અલ્પેશ ઠાકોર પોતાના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં હતાં તો ગુજરાત કોંગ્રેસ દ્વારા પોતાની તમામ તાકાત લગાવીને માત્રને માત્ર અલ્પેશ ઠાકોરને હરાવીને બેઠક પાછી મેળાવવનું લક્ષ્ય હતું. કહેવાય છે કે અલ્પેશ ઠાકોર સામે ખુદ તેના સમાજના લોકો હતાં અને પાર્ટીના કેટલાક નારાજ ગ્રુપના સમર્થકો દ્વારા અલ્પેશ વિરુદ્ધ સાઇલેન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

તો કેટલાક ન્યુઝ મીડિયા માં અલ્પેશ ઠાકોર ની હાર બાદ એવા સમાચારો આપવામાં આવ્યા હતાં કે ભાજપના તોડબાજ નેતાની હાર. તો કેટલાક જાતિવાદી રાજકારણ ને જનતાનો જાકારો તો કેટલાક મીડિયામાં પક્ષપલ્ટુઓ ને જાકારો જેવી હેડલાઈનો પ્રકાશિત થઇ હતી. આ ઉપરાંત સોસીયલ મીડિયા માં કેટલાક લોકો દ્વારા અલ્પેશના નિવેદનો પણ વાઇરલ કરવામાં આવ્યા હતાં. કેટલાક દ્વારા એવું પણ છાપવામાં આવ્યું હતું કે અલ્પેશને હરાવવો એ ભાજપની સ્ટ્રેટેજીનો એક ભાગ હતો.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

આમાં ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરનો જ વાંક છે જે રીતે તેને ઠાકોર સમાજનો ઉપયોગ કર્યો અને જે રીતે ગુજરાતમાં ગંદી રાજનીતિને પ્રોત્સાહન આપ્યું એ રીતે અલ્પેશ ઠાકોરની હાર નિશ્ચિત હતી. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ નેતા દ્વારા ગુજરાતી વિરુદ્ધ પરપ્રાંતીયનો મુદ્દો લાવવામાં આવ્યો અને અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર થયુ હતું. આ પહેલા ક્યારેય ગુજરાત ભાજપના નેતાઓ, ગુજરાત કોંગ્રેસ નેતાઓ કે અન્ય કોઈપણ પાર્ટી, સંગઠન દ્વારા આ મુદ્દો ક્યારેય રાજકીય લાભ માટે કે કોઈ અન્ય કારણ માટે ઉઠાવવામાં આવ્યો નોહતો. ગુજરાત આખાય દેશમાં શાંતિ, સોહાર્દ અને એકતાનું એ રોલ મોડલ છે જેને ભૂંસવાનું કામ કરે તેને જનતા જાકારો આપેજ. જે પણ હોય હવે ચુંટણી પુર્ણ દિવાળીનો સમય છે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

રાધનપુરમાં ગુજરાત કોંગ્રેસ ધારાસભ્ય પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહયા છે. કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય ધ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં રાધનપુરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ જનતાનો આભાર માનશે. ચુંટણીમાં જનતાએ અપાવેલી જીત બાદ પ્રથમવાર દીવાળી સ્નેહમિલન સમારોહ અને જીત બદલ લોકોનો આભાર માનવા માટે આભારદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આજે એટલે કે ભાઈબીજના દિવસે સાંજે પાંચ વાગે ભિલોટ ત્રણ રસ્તા પાસે હોલમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાના મોટા તમામ કાર્યકરો સાથે જનતાને પણ ઉમટી પડશે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!