GujaratPolitics

સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિતે હાર્દિક પટેલ નો જનતાને સંદેશ! રાજકારણ ગરમાયુ!

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા યુવાન ક્રાંતિકારી હાર્દિક પટેલ દ્વારા ગુજરાતની ભાજપ સરકાર પાસે આજે એટલે કે સરદાર પટેલની જન્મજયંતીના દિવસે ગુજરાતની જનતા માટે માંગણી કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જનતાને જાગૃત કરવા માટે અને ગુજરાતના ખેડૂતો, યુવાનો માટે સરકારને ઉદ્દેશીને માંગણી કરવામાં આવી છે. હાર્દિક પટેલ કહ્યું કે, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિતે ગુજરાતની જનતા માટે મારા વિચાર રૂપી સંદેશ રજુ કરું છું. આજના દિવસે હું સંકલ્પ કરું છું કે ગુજરાતની જનતા ના અધિકાર માટે અમે લડાઈ લડતા રહીશું. જનતાની પ્રાથમિક જરૂરિયાતની સરકાર પાસે માંગણી કરું છું.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલ દ્વારા એક પત્ર પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં કહ્યું છે કે, જો ખેડૂત પાસે રહેવા માટે ઝુંપડી નઈ હોય તો યાદ રાખજો તમારી પાસે બંગલો પણ નઈ હોય આ કહેવા વાળા સરદાર પટેલ અને કાગડા કૂતરાની મોત મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં જઉં આ કહીને સાબરમતી આશ્રમથી દાંડી માર્ચ શરૂ કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્વરાજ યાત્રા આજે ગુજરાતમાં રોકાઈ ગઈ છે. ગાંધીજીનું સ્વપ્ન હતું સ્વરાજ લાવવું પણ આજે આપણા ગુજરાતની શું પરિસ્થિતિ છે? કહીને હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિકે પત્રમાં કહ્યું કે, આજે ગુજરાતમાં સ્વરાજ શોધવાથી પણ મળતું નથી, કેટલાક ગણ્યા ગાંઠ્યા રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને શ્રીમંતોનું જ રાજ ચાલે છે. ગુજરાતના શાસકોએ પહેલાં ધર્મના નામે પછી વિકાસના નામે જનતાને ગુમરાહ કરીને સત્તા મેળવી. છેલ્લા દશકમાં ગુજરાતના ખેડૂત, પશુપાલક, મજૂર, આદિવાસી, દલિત, અગરિયા, માછીમાર, મહિલા, યુવા અને બાળકો માટે કોઈ નિર્ણાયક કામ થયું નથી. માત્રને માત્ર પોતાની છબી ચમકાવવાના તમાશા થયા અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવામાં આવી.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

વર્તમાન ગુજરાત સરકારે ગરીબની ઝુંપડી હટાવીને બિલ્ડરોને માલામાલ કર્યા, ગૌરક્ષાની વાતો કરીને ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી, દલિત પર અત્યાચાર થયા, શિક્ષાનો અધિકાર આપવાની વાત તો દૂર પણ શિક્ષણનું વ્યાપારી કરણ કરી નાંખ્યું, નર્મદાનું પાણી ખેડૂતોને આપવાની વાત તો દૂર પણ પાણી પર ચોકીદારી ગોઠવી દીધી, પોતાના બંદોબસ્તમાં સરકારી તંત્રને વ્યસ્ત રાખ્યું અને ગુજરાતમાં ચોરી, લૂંટ, હિંસા અને માફિયાગીરીને પ્રોત્સાહન આપ્યું, લોકોએ સવાલ પૂછ્યા તો જવાબ આપવાની વાત દૂર રહી પરંતુ લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા. જેને આપણે માઁ નો દરજ્જો આપીએ છીએ એ ધરતી માઁ, અને માઁ સરસ્વતીની શિક્ષાનો વ્યાપાર કરીને નેતાઓએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાનું સ્વરાજ ના લાવ્યા પણ ગુજરાતના યુવાનોને બેરોજગાર કર્યા, મહિલા સુરક્ષાને નજરઅંદાજ કરવાં આવ્યું, શિક્ષણને વ્યાપાર બનાવી દીધો, સતત વધતી મોંઘવારીએ ખેતીને બરબાદ કરી નાખી, ખેડૂત જમીન વેચવા માટે મજબૂર બન્યો, ખેડૂતોની ખેતી અને જમીન બંને ખતમ થઈ ગયા પણ આ સરકાર ખેડૂત પુત્ર સરદાર પટેલના નામનો ઉપયોગ કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

આવા લોકોને રોકવાનો સમય આવી ગયો છે. જો હવે આપણે આંખ નહીં ખોલીએ તો આવનારા દિવસોમાં ખેડૂતોની જમીન ગૌચરના નામે ઉદ્યોગકારોને વેચી દેવામાં આવશે. જો અત્યારે નહીં જાગીએ તો આ લોકો સત્તાને તેમની જાગીર સમજી બેસસે. સત્તાના નશામાં મદહોશ નેતા લોકશાહી અને સંવિધાનને પણ વેચી મારશે. દુનિયા આપણાંને સરદાર અને ગાંધીના નામે જાણે છે, જો આપણે અત્યારે પણ નહીં જાગૃત થઈએ તો એક દિવસ આપણી ઓળખાણ વેચી દેશે. જો જનતા આવી જ રીતે ચૂપ રહી તો જોઈ લેજો કાલે આખું ભારત વેચી દેશે.

હાર્દિક પટેલ
ફોટો : સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!