Gujarat

લાભ પાંચમ આજથી નવા નિયમ લાગુ, બહાર નીકળતાં આ બાબતનું રાખજો ખાસ ધ્યાન નહીંતર….

દિવાળી પુરી થઈ ગઈ અને લાભ પાંચમ આવી ગઇ છે. દરેકને નોકરી ધંધામાં મુર્હત કરવાના હોય છે અને લાભ પાંચમ ની સવારે દોડાદોડ હોય છે. પરંતુ આ લાભ પાંચમ માં ફાયદા કરતાં નુકશાન ના થાય તેનું ખાસ ધાયન રાખજો. કેમ કે 1લી નવેમ્બર નારોજ એટલે કે આજે લાભ પાંચમથી જ આપણાં ટ્રાફીકના નવા નિયમો લાગુ થવા જઇ રહયા છે. અને આ નિયમોનું કડક પાલન કરવા માટે સરકારે પણ આદેશ આપ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કાયદામાં થોડાઘણા સુધારા સાથે ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમ ઘડ્યા છે જે નવા નિયમોમાં પણ કાયદાના ઉલ્લંઘન પર આકરો દંડ વસુલ લેવાની જોગવાઈ છે પરંતુ પહેલા કરતાં થોડો ઓછો પણ આકરો તો ખરોજ.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

રાજ્યમાં ટ્રાફિક અને અકસ્માતને જોતા સરકાર દ્વારા આ નવા નિયમો વધારે આકાર દંડ સાથે લાગુ કરવામાં આવ્યા છે. જે આજે લાભ પાંચમથી જ લાગુ થવા જઇ રહયા છે. આજ થી જ એટલે કે લાભ પાંચમ થી જ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમના દંડનો આકરો દંડો ઉગામશે અને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે નવા નિયમ મુજબ દંડ વસૂલશે. આ પહેલા પણ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કાયદા મુજબ દંડ વસુલ લેવામાં આવતો હતો પરંતુ જનતાના વિરોધને જોતા સરકારે આ નિયમો હળવા કરવા પડ્યા હતાં અને તેમાં સુધારો કરીને નવા દંડ નક્કી કરવામાં આવ્યા હતા.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટ્રાફિકના નવા નિયમો પર નજર કરીએ તો. તેમાં જો વાહન ચાલક વીમો, પીયુસી, આરસી બુક વગર પકડાશે તો પ્રથમ વખત ₹૫૦૦ અને આજ ગુનામાં બીજી વખત પકડાશે તો ₹૧૦૦૦ નો દંડ તાત્કાલિક વસુલ લેવામાં આવશે. જો ગાડીના ગ્લાસ પર ડાર્ક ફિલ્મ હશે તો ચાલક પાસેથી પ્રથમ વખત ₹૫૦૦ અને બીજી વખત આજ ગુનામાં પકડાશે તો ₹૧૦૦૦ નો દંડ વસુલ લેવામાં આવશે. જો વાહન ચાલકે ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કર્યું તો પ્રથમ વખત ₹500 અને આજ ગુનામાં બીજી વખત ₹1000 વસુલ લેવામાં આવશે. જો ચાલક ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરતાં પકડાશે તો પ્રથમ વખત ₹500 અને બીજી વખત ₹1000 નો દંડ વસુલ લેવામાં આવશે.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

જો ચાલક દ્વારા વાહન માં સાઇરન કે અન્ય કોઈ ધ્વનિ પ્રદૂષણ કરે તેવું સાધન મૂકીને ધ્વનિ પ્રદુષણ કરીને વાહન હંકારવામાં આવશે તો ₹1000 નો દંડ વસુલ લેવામાં આવશે. જો ચાલક હેલમેટ વગર વાહન ચલાવતા પકડાશે તો તાત્કાલિક ₹500 નો દંડ વસુલ લેવામાં આવશે. જો ચાલક સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા પકડાશે તો ₹500 નો દંડ વસુલ લેવામાં આવશે. જો ચાલક વગર લાયસંસે વાહન ચલાવતા પકડાશે તો માલિક અને ચાલક બંનેને ₹3000 નો દંડ ફટકારીને વસુલ લેવામાં આવશે. ઇમરજન્સી વેહિકલ જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિ્ાગેડને સાઇડ ન આપવા બદલ ચાલક પાસેથી ₹1000 નો દંડ વસુલ લેવામાં આવશે. આ ઉપરાંત જાહેર માર્ગો પર જાહેરમાં રેસ લગાવવા બદલ ચાલક પાસેથી ₹5000 નો દંડ વસુલ લેવામાં આવશે.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પહેલી સપ્ટેમ્બરના રોજ જ્યારે આ કાયદો સમગ્ર દેશમાં લાગુ થયો હતો ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારને રોડ રસ્તાની ખરાબ હાલત, અસ્વચ્છ રસ્તા ગંદગી અને સફાઈ, બંધ ટ્રાફિક સિગ્નલ્સ, રસ્તા પર ખાડા, ભુવા, ખોડેલી સડક, બંધ સ્ટ્રીટ લાઈટ, રસ્તે રઝળતા રખડતા પશુથી થતો અકસ્માત અને રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ વગેરે અંગેની ખરાબ સ્થિતિ માટે પણ જવાબદાર અધિકારી સામે પગલાં અને દંડ વસુલવાનું લિસ્ટ દંડની રકમ સાથેનું દંડનામું જાહેર કર્યું હતું. ગુજરાત સરકારે જનવીરોધને જોતા દંડની રકમ માં ફેરફાર સાથે નવો કાયદો આવશેની જાહેરાત કરી હતી.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!