મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં ભાજપ શિવસેનાની યુતિને મજબૂત બહુમતી મળી છે છતાં મહારાષ્ટ્રનું કોકડું ગૂંચવાયેલું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 288 બેઠક માંથી ભાજપને 105, શિવસેના ને 56, એનસીપીને 54, કોંગ્રેસને 44 અને અન્યના ખાતે 29 બેઠકો છે. વિધાનસભામાં બહુમતી માટે 145 બેઠક જોઈએ જે કોઈપણ પાર્ટી પાસે નથી. એટલે કે કોઈપણ પાર્ટી કોઈપણ સમર્થન વગર સરકાર બનાવી શકવાની હાલતમાં નથી. ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે પરંતુ સરકાર બનાવવા માટે પૂરતા આંકડા નથી.
બીજી તરફ શિવસેના દ્વારા ભાજપ પર શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટેનું ભાજપ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. શિવસેનામાં ઠાકરે પરિવાર માંથી પહેલીવાર કોઈ વ્યક્તિ દ્વારા ચુંટણી લડવામાં આવી હતી અને તે છે શિવસેનાના યુવાન નેતા આદિત્ય ઠાકરે. આદિત્ય ઠાકરે દ્વારા પ્રથમ વખત વરલી બેઠક પરથી ચુંટણી લડી હતી અને તેમાં તેઓએ જીત પણ મેળવી હતી. શિવસેના દ્વારા આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે પ્રોજેકટ કરવામાં આવી રહ્યા છે. અને મહારાષ્ટ્રમાં ઠેર ઠેર બેનર પણ લગાવવામાં આવી રહયા છે. પરંતુ ભાજપ આમ થાય તેમ ઇચ્છતું નથી. બસ વાત અહીંયા અટકી છે.
શિવસેના દ્વારા 50-50ની ફોર્મ્યુલા આપવામાં આવી હતી પરંતુ ભાજપને તે મંજુર નથી અને શિવસેના દ્વારા આનાથી ઓછું કશું ખપે તેમ નથી તેવા શિવસેનાના નેતાઓ દ્વારા નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે. સમાપક્ષે ભાજપ નેતાઓ દ્વારા પણ નિવેદનો કરવામાં આવતાં રાજકીય ગરમાં ગરમી વધી જવા પામી છે. શિવસેનાના નેતાઓ દ્વારા નિવેદનો કરવામાં આવતાં અમિત શાહ 30મી તારીખે મહારાષ્ટ્રની મુલાકાત લેવાના હતાં તે પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
બીજી તરફ શિવસેના નેતા અને પ્રવક્તા સંજય રાઉત દ્વારા એનસીપી નેતા શરદ પવારની મુલાકાત કરવામાં આવી હતી જે મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં લોકો પરિવર્તન જોઈ રહ્યા છે. તો મહારાષ્ટ્રના કોંગ્રેસના તામામ શીર્ષ નેતાઓ આજે દિલ્લીમાં સોનિયા ગાંધીને મળવાના છે અને તમામ રાજકીય પરિસ્થિતિનો રિપોર્ટ આપવાના છે. રાજકીય પંડિતોના મતે જો સોનિયા ગાંધી દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે તો મહારાષ્ટ્રમાં શિવસેના+એનસીપી અને કોંગ્રેસનું બહારથી સમર્થન વાળી સરકાર રચાઈ શકે છે. જેનો તમામ આધાર આજે સોનિયા ગાંધી સાથેની મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓની મિટિંગ પર છે.
જો આ શક્ય બને તો અમિત શાહને મોટો ઝટકો લાગી શકે તેમ છે અને તેમની મોટી હાર સાબિત થઈ શકે તેમ છે. જોકે મહારાષ્ટ્રમાં ભાજપ ને ગયા વખતની ચુંટણી કરતા ઓછી બેઠક મળી છે એટલે શિવસેના દ્વારા ભાજપ પર દબાવ બનાવવામાં આવી રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 122 બેઠક મળી હતી અને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો 105 બેઠક મળી છે. શિવસેના દ્વાર પહેલા પણ જણાવવામાં આવ્યું હતું કે ભાજપ ગઢબંધનના નિયમનું પાલન નહીં કરે તો અમે બીજા વિકલ્પની તલાશ કરીશું જે સૂચક નિવેદન હતું.
ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના નમવા માટે તૈયાર નથી અને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું કોકડુ ગૂંચવાઇ ગયેલું છે. જો એનસીપી અને કોંગ્રેસ શિવસેનાને સરકાર બનાવવા માટે સમર્થન આપે અને શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપના સમર્થન વગર સરકાર બનાવે તો આમ ભાજપની તો હાર છે જ છે પરંતુ સાથે સાથે અમિત શાહની પણ મોટી હાર છે. કરણ કે મહારાષ્ટ્ર ચુંટણીમાં સમગ્ર મેનેજમેન્ટ પર અમિત શાહની ચાંપતી નજર હતી અને શિવસેના સાથે ગઢબંધન કરવા માટે પણ અમિત શાહ કી પર્શન બન્યા હતા.
- આ પણ વાંચો…
- લાભ પાંચમ આજથી નવા નિયમ લાગુ, બહાર નીકળતાં આ બાબતનું રાખજો ખાસ ધ્યાન નહીંતર….
- સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિતે હાર્દિક પટેલ નો જનતાને સંદેશ! રાજકારણ ગરમાયુ!
- રઘુ દેસાઈ ના અલ્પેશ પર ચાબખા શહેનશાહ સામે સેવકની જીત! જાણો બીજું શું કહ્યું!
- રાધનપુરમાં ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યનું સ્નેહમિલન! કેમ અલ્પેશને પૂછનાર કોઈ નથી?
- અલ્પેશ ઠાકોર ભાજપ શંકરસિંહ વાઘેલાના પગધોઇ, પાણી પીવે તોય ઓછું છે! જાણો!
- ભાજપા શિવસેના વચ્ચે અટવાયું મહારાષ્ટ્ર! એનસીપી બની શકે છે કિંગમેકર! જાણો!