પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા યુવાન ક્રાંતિકારી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી સક્રિય થઈ રહ્યા છે. હાર્દિક પટેલ હંમેશા યુવાનો અને ગરીબો માટે લડત લડ્યા છે હવે એક મોટી જાહેરાત કરી દીધી છે. એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ માં હાર્દિક પટેલ દ્વારા મોટી જાહેર કરવામાં આવી છે. હાર્દિક પટેલ ફરી જનતાના પ્રશ્નોને વાચા આપવા જનતાની વચ્ચે જશે. સંગઠન અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જેમ માર્ગદર્શન આપવામાં આવશે તેમ રોડ મેપ તૈયાર કરવામાં આવશે. હાર્દિક પટેલે આ સાથે એક ભવિષ્યવાણી પણ કરી દીધી છે.
ગુજરાતની એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવશે. યુવાનો, ખેડૂતો અને ગુજરાતમાં નાનામાં નાના વર્ગને જે તકલીફો છે એ તકલીફોનું સમાધાન જો કોઈ કરી શકે તો એ કોંગ્રેસ પાર્ટી કરી શકે અને આવનારા દિવસો માં કોંગ્રેસ પાર્ટી ગામડે ગામડે જશે. કોંગ્રેસ પાર્ટીમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે કારણ કે અમે લોકો જૂઠું નથી બોલતા જેટલું કરી શકીએ તેટલું જ બોલીએ છીએ. તેના કારણે જનતાએ વિશ્વાસ મૂકીને પેટા ચુંટણીમાં કોંગ્રેસને 3 સીટ આપી અને બીજી ત્રણ સીટ પર અમે સારું પ્રદર્શન કર્યું છે.
આગામી કાર્યક્રમની જાહેરાત કરતાં હાર્દિક પટેલે જણાવ્યું કે આવતા બે મહિનામાં મારા વ્યક્તિગત કાર્યક્રમનો રોડમેપ અને એમાં કોંગ્રેસ પાર્ટી જે પ્રમાણે ગાઈડલાઈન આપશે તે પ્રમાણે કામ કરશું. પણ અત્યારે અમારો રોડમેપ તૈયાર છે. અમે લગભગ 2020ના માર્ચ એપ્રિલથી બે વર્ષ માટે ચાલતા આખાય ગુજરાતની પદયાત્રા માટે નિકળીશ જેનું નામ છે ગુજરાત જનજાગૃતિ યાત્રા. હું કેટલાય ગામડા ફરી ચૂક્યો છું કેટલાય બાકી છે. જે મારુ લક્ષ્ય રહેશે દરેક લોકોને મળીશ અને એમની સમસ્યા પૂછીશ.
વધુમાં હાર્દિકે જણાવ્યું હતું કે, ગુજરાત જનજાગૃતિ યાત્રામાં લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવશે જેમાં ખેડૂતોનું દેવું માફ થાય સારું શિક્ષણ યુવાનોને મળે, રોજગારી મળે આ રોડમેપ સાથે હું સતત બે વર્ષ સુંધી ગુજરાતના ગામડાઓની પદયાત્રા કરવા માગું છું આ મારો રોડમેપ છે. મને પાર્ટી જે જવાબદારી સોંપશે એ નિભાઈશ એક એક વ્યક્તિને મળીશ એમની સમસ્યા લખીશ અને એ અમારા ચુંટણી ઢંઢેરા માં પણ જશે. એ તમામ સમસ્યાનું 2022માં ગુજરાતમાં અમારી સરકાર આવશે અને સરકાર બન્યાના છ મહિનામાં અમે એનું સમાધાન આપશું.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચુંટણી પત્યા બાદ ગુજરાતમાં પાછા સક્રિય થઈ રહ્યા છે. એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં હાર્દિકે પદયાત્રાની જાહેર કરી છે. જોકે ગુજરાત વિધાનસભાની ચુંટણી હજુ ત્રણ વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે હાર્દિક પટેલ અને કોંગ્રેસ અત્યારથી જ તેની તૈયારી કરવા લાગી ગયા હોય તેમ લાગી રહ્યું છે. આવતા વર્ષના માર્ચ-એપ્રિલ મહિનાથી હાર્દિક પટેલ ગુજરાત જનજાગૃતિ યાત્રા પર નીકળશે અને હાર્દિકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્ષ 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.
- આ પણ વાંચો…
- મહારાષ્ટ્રમાં નવાજુની! શિવસેના અમિત શાહને આપશે મોટો ઝટકો! દિલ્લીમાં પ્લાનિંગ?
- લાભ પાંચમ આજથી નવા નિયમ લાગુ, બહાર નીકળતાં આ બાબતનું રાખજો ખાસ ધ્યાન નહીંતર….
- સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિતે હાર્દિક પટેલ નો જનતાને સંદેશ! રાજકારણ ગરમાયુ!
- રઘુ દેસાઈ ના અલ્પેશ પર ચાબખા શહેનશાહ સામે સેવકની જીત! જાણો બીજું શું કહ્યું!
- રાધનપુરમાં ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યનું સ્નેહમિલન! કેમ અલ્પેશને પૂછનાર કોઈ નથી?
- અલ્પેશ ઠાકોર ભાજપ શંકરસિંહ વાઘેલાના પગધોઇ, પાણી પીવે તોય ઓછું છે! જાણો!