IndiaPolitics

શિવસેના નું મોટું નિવેદન! અમિત શાહને મોટો ફટકો પડી શકે છે! શરદ પવારની દિલ્લીમાં મિટિંગ!

મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં ભાજપ શિવસેનાની યુતિને મજબૂત બહુમતી મળી છે છતાં મહારાષ્ટ્રનું કોકડું ગૂંચવાયેલું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 288 બેઠક માંથી ભાજપને 105, શિવસેના ને 56, એનસીપીને 54, કોંગ્રેસને 44 અને અન્યના ખાતે 29 બેઠકો છે. વિધાનસભામાં બહુમતી માટે 145 બેઠક જોઈએ જે કોઈપણ પાર્ટી પાસે નથી. એટલે કે કોઈપણ પાર્ટી કોઈપણ સમર્થન વગર સરકાર બનાવી શકવાની હાલતમાં નથી. ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે પરંતુ સરકાર બનાવવા માટે પૂરતા આંકડા નથી.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં ચુંટણી પૂર્ણ થયે આટલા દિવસો થયાં છે છતાં હજુ સુંધી સરકાર બનાવવા બાબતે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ યથાવત છે પરિણામે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું કોકડું ગૂંચવાયેલું છે. આ અટકળો વચ્ચે શરદ પવારની પાર્ટી એનસીપીએ મોટુ નિવેદન આપ્યું છે. એનસીપીએ કહ્યું કે જો શિવસેના ભાજપ વગર ‘જનતાની સરકાર બનાવવા તૈયાર છે, જેની છત્રપતિ શિવાજી મહારાજે કલ્પના કરી હતી, તો અમે (એનસીપી) સકારાત્મક વલણ અપનાવીશું.’ જણાવી દઈએ કે આ નિવેદન એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિક દ્વારા આપવામાં આવ્યું છે.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

નવાબ મલિકે વધુમાં જણાવ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેના લોકહિતમાં કોઇ નિર્ણય લે છે તો વિકલ્પ ઉપલબ્ધ થઇ શકે છે. પરંતુ સરકાર ગઠનની પહેલ શિવસેનાની તરફથી થવી જોઇએ. આ ઉપરાંત નવાબ મલિકે ભાજપ નેતા સુધીર મુનગંટીવાર પર તેમના રાષ્ટ્રપતિ શાશન વાળા નિવેદનને લઇને નિશાન સાધતા કહ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન થોપવાનો કોઇ પ્રશ્ન જ નથી અને NCP રાજ્યને લોકતાંત્રિક રીતે દિશા આપવાનો પ્રયાસ કરશે. અમે રાષ્ટ્રપતિ શાસનના માધ્યમથી લોકતંત્રનું ગળુ ઘોટવાનું કામ નહીં કરવા દઇએ. અમે એક વૈકલ્પિક સરકાર આપવા માટે તૈયાર છીએ. આ બાબતે શિવસેના અને અન્ય પાર્ટીઓએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

આ સાથે જ શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમની પાર્ટી શિવસેના પાસે હાલમાં 170 જેટલા ધારાસભ્યોનું સમર્થન છે.સંજય રાઉતે કહ્યુ હતું કે, આ સંખ્યા 175ને પણ પાર કરી શકે છે. અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે મહારાષ્ટ્રમાં શિવસેનાના જ મુખ્યમંત્રી હશે. શિવસેના દ્વારા આ વખતે પોતાની પાર્ટીના મુખ્યમંત્રી બેસાડવા એ જાણે નક્કી કરી નાખ્યું છે અને કોઈપણ સંજોગે તે પૂર્ણ કરશે તે નક્કી લાગી રહ્યું છે. શિવસેનાના એ આ પહેલા જ સ્પષ્ટ કરેલું કે અમે સરકાર બનાવવા માટે અન્ય વિકલ્પ તપાસીશું.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જે રીતે મહારાષ્ટ્રના નેતાઓમાં હલચલ છે તે જોતા ભાજપને પડતું મૂકીને શિવસેના એનસીપી અને કોંગ્રેસના બહારથી સમર્થનવાળી સરકાર બનાવી શકે છે. સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે શરદ પવાર 4 નવેમ્બરે દિલ્લી જવાના છે અને સોનિયા ગાંધી સાથે આ બાબતે મુલાકાત પણ કરવાના છે. અજિત પવારે આ પહેલા જણાવેલું કે શિવસેના નેતા સંજય રાઉત દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ બંને વચ્ચે શું વાત થઈ તે અંગે અજિત પવાર દ્વારા કશું જાહેર કરવામાં આવ્યું નોહતું. તો બીજી તરફ શિવસેના એ તેના મુખપત્ર સામનામાં મહારાષ્ટ્રમાં ગેર ભાજપા સરકાર બની શકે છે તેવો અંદેશો પણ આપ્યો છે. જો મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર ના બને તો અમિત શાહને મોટો ફટકો પડી શકે છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા


Related Articles

Back to top button
આજનું રાશિફળ!