મહારાષ્ટ્રમાં ચુંટણી પૂર્ણ થયે 14 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને આગામી 9 તારીખે એટલે કે માત્ર બે દિવસ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની સમયમર્યાદા પુરી થઈ રહી છે. હવે 48 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ સરકાર રચવાની ગતિવિધિ પણ તેજ થઈ ગઈ છે. શિવસેના મુખ્યમંત્રી પદ સિવાય ઓછું કશું માંગતી નથી ત્યારે એનસીપી વિપક્ષમાં બેસવાની વાત કરે છે તો કોંગ્રેસ મગનું નામ મરી પાડતી નથી. ત્યારે ભાજપ કહે છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્યમંત્રી બનશે. તો શરદ પવાર દ્વારા અમિત શાહને પડકાર ફેંકવામાં આવ્યો છે.
હાલ સત્તાની ચાવી કોંગ્રેસ અને એનસીપી પાસે છે શિવસેના નેતા સંજય રાઉત શરદ પવારને ફરી મળવા પહોંચ્યા હતા. તો ભાજપને સત્તાથી દુર રાખવા માટે કોંગ્રેસ પાછલા બારણે શિવસેના એનસીપીને સમર્થન કરીને મહારાષ્ટ્રમાં સરકાર રચવા સાથ આપવા સક્રિય બની છે. આ બાબતે શરદ પવારે દિલ્લીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રની રાજનીતિ માં ગઈ કાલે અચાનક વાવાઝોડું આવ્યું જ્યારે શિવસેના નેતા સંજય રાઉત જે ખૂબ સક્રિય છે તે ફરી શરદ પવારની મુલાકાતે પહોંચ્યા હતા. સંજય રાઉતની શરદ પવાર સાથેની મુલાકાત પહેલા એનસીપી નેતા રાજ્યપાલ સાથે મુલાકાત કરી ચુક્યા હતા. આ જોતા મહારાષ્ટ્રમાં આજે અથવા કાલે સરકાર બનવાનો નિર્ણય થઈ જશે એ નક્કી.
શરદ પવાર દ્વારા મહારાષ્ટ્રમાં ચાલતી સરકાર રચવાની ગઠજોડ પર પોતાના પક્ષની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે, જે રાજકીય પરિસ્થિતિ છે તેના પર કહેવા માટે કાંઇ નથી. અમને વિપક્ષમાં બેસવાની તક મળી છે. ભાજપ-શિવસેના જલ્દી સરકાર બનાવે. અમને જનતાએ વિપક્ષમાં બેસવા માટે મત આપ્યા છે. કોંગ્રેસ અને એનસીપી વિપક્ષની ભૂમિકા નિભાવશે. આ સાથે જ પવારે કહ્યું કે જે લોકોને જનતાએ જનાદેશ આપ્યો છે તેઓએ સાથે મળી સમાધાન કરવું જોઇએ. (જો કે રાજનીતિમાં નિવેદનો હાથીના દાંત જેવા હોય છે ચાવવાના અલગ અને બતાવવાના અલગ). આ સાથે જ તેઓએ સંજય રાઉત સાથે મુલાકાત બાબતે કહ્યું કે શિવસેના નેતા સંજય રાઉત સાથે યોજાયેલી મુલાકાત સકારાત્મક થઇ છે.
તઓ બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉત દ્વારા શરદ પવાર સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે શરદ પવાર રાજ્ય અને દેશના એક વરિષ્ઠ નેતા છે. મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિને લઇને તેઓ ચિંતિત છે. જેને લઇને અમે સંક્ષિપ્ત ચર્ચા કરી છે. અને હાલની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. જો કે આ મુલાકાતને સૂચિત માનવામાં આવે છે કારણે આ મુલાકાત બાદ સંજય રાઉત સીધા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવા માટે મતોશ્રી પહોંચ્યા હતા. તો ભાજપ દ્વારા પણ સત્તાના સોગઠા ગોઠવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે હવે ખૂબ ઓછો સમય બાકી ત્યારે પડદા પાછળ લગભગ લગભગ સ્થિતિ સ્પષ્ટ છે. તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે મહત્વનો નિર્ણય આવી શકે છે કારણ કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11:30 કલાકે ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જેમાં ભાજપે શિવસેનાને આપેલા પ્રસ્તાવની સાથે જ મહારાષ્ટ્રમાં કોગ્રેસ-એનસીપીનાં સમર્થનથી સરકાર બનાવવાને લઇને પણ ચર્ચા થઈ શકે છે. જે ગઈ કાલે શિવસેના નેતા સંજય રાઉતની એનસીપી નેતા શરદ પવાર સાથેની બેઠક બાદ નક્કી કરવામાં આવી છે.
આ બાબતે એનસીપી નેતા શરદ પવારે મોટું નિવેદન આપીને મહારાષ્ટ્ર અને દેશમાં રાજકીય ગરમાંગરમી વધારી દીધી છે. શરદ પવારે કહ્યું કે, શિવસેના અને એનસીપીની વચ્ચે સરકાર બનાવવાનો પ્રશ્ન જ નથી! ભાજપ અને શિવસેના છેલ્લા 25 વર્ષથી એક સાથે છે. આજે નહીં તો કાલે તેમણે ફરી એક સાથે જ આવવાનું છે. મીડિયાના સભ્ય દ્વારા એનસીપી નેતા શરદ પવારને પુછવામાં આવ્યું કે અમિત શાહ સંખ્યા ના હોવા પર પણ સરકાર બનાવવા માટે જાણીતા છે તો શું અમિત શાહ સરકાર બનાવી લેશે? ત્યારે આ સવાલના જવાબમાં શરદ પવાર દ્વારા ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહને પડકાર ફેંકતા જણાવવામાં આવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવવા માટે અમિત શાહને પડકાર પડકાર આપું છું. અમિત શાહનું કૌશલ કેવું છે એ આપણે મહારાષ્ટ્રમાં જોઇ રહ્યા છીએ.” કહીને કટાક્ષ પણ કર્યો હતો.
- આ પણ વાંચો…
- શિવસેના નું મોટું નિવેદન! અમિત શાહને મોટો ફટકો પડી શકે છે! શરદ પવારની દિલ્લીમાં મિટિંગ!
- હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! ગુજરાતમાં ફરી રાજકીય ગરમાવો! જાણો!
- મહારાષ્ટ્રમાં નવાજુની! શિવસેના અમિત શાહને આપશે મોટો ઝટકો! દિલ્લીમાં પ્લાનિંગ?
- સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિતે હાર્દિક પટેલ નો જનતાને સંદેશ! રાજકારણ ગરમાયુ!
- રઘુ દેસાઈ ના અલ્પેશ પર ચાબખા શહેનશાહ સામે સેવકની જીત! જાણો બીજું શું કહ્યું!
- અલ્પેશ ઠાકોર ભાજપ શંકરસિંહ વાઘેલાના પગધોઇ, પાણી પીવે તોય ઓછું છે! જાણો!