કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચુંટણી પૂર્ણ થતાં ફરી ગુજરાતમાં એક્ટિવ થયા છે હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના મુદ્દે આંદોલન કરવાની વાત કરવામાં આવી હતી જે અંગે 2020ના માર્ચ એપ્રિલથી સમગ્ર ગુજરાતના ગામડાઓમાં ફરશે પરંતુ આજે હાર્દિક પટેલ દ્વારા એવું કઈંક કરવામાં આવ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં હડકંપ મચી જવા પામ્યો છે. હાર્દિક પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી કે જે જોઈ લઈએ પછી જાણીએ કે શું કહ્યું હતું, હાર્દિકે પોસ્ટ મૂકી હતી કે, જાગો મારા ખેડૂતો ભાઈઓ. “ખેડૂતોને જરૂર છે આપબળ ની”
સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂત જ યાતના ભોગવી રહ્યા છે એક બાજું સરકાર ની નિતીઓ અને બીજી બાજું કૂદરત નાં પ્રકોપનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે. ગુજરાત માં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તિ નો ભોગ સતત ખેડૂતો બની રહ્યા છે. આ કુદરતી આફતો સામે ની નુકશાની માટે વિમા કવચ માટે પ્રિમિયમ પણ ભરી રહ્યા છે પણ વિમા કંપનીઓ ખેડૂતો ને કાયમ અંગુઠો બતાવે છે અને વળતર માટે ઠાગાઠૈયા કરે છે, આના કારણે ખેડૂતો સતત પાયમાલ થઈ રહ્યાં છે અને કંપનીઓ તગડી થઈ રહી છે.
શા માટે આમ થઈ રહ્યું છે?? ખેડૂતો માં હજુ સંગઠન શક્તિ નો મોટો અભાવ છે બીજું કે રાજકીય પક્ષો માં વહેચાયેલા છે અને હજું જાત-પાત ના વાડાઓ માંથી બહાર નિકળી શક્યા નથી તે પણ સ્વીકાર કરવો જ પડશે. હવે આપણે ખેડૂતો ને આ તમામ રાજકીય પક્ષો જાત-પાત છોડી એક ખેડૂત તરીકે જ એક મંચ ઉપર આવવાનો સમય આવી ગયો છે. હવે ખેડૂતો માટે લડત આપતાં હોય તેવા કોઈપણ આગેવાન ને આપણે સપોર્ટ કરવો જ પડશે અને આપણી સંગઠિત શક્તિ રૂપે તેમને બળ પૂરું પાડવું પડશે. તો જ આગેવાનો આપણી વાત ને ઉચ્ચ કક્ષાએ પહોચાડશે અને આપણ ને ન્યાય અપાવવા સતત પ્રયત્નશીલ રહેશે.
વાત ખેડૂતો ની હશે તેની સાથે આપણે હાથ મિલાવી ચાલવું પડશે. ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરતાં હોય તેને આપણે કાયમ સપોર્ટ કરવો જોઈએ. સરકાર દ્વારા અપાતી ખેડૂતો માટે ની સબસિડી કંપનીઓ ને ફાળવવામાં આવતી હોય છે. ખાતર, બિયારણ, ઓઝારો, અને વિમા કંપનીઓ ને પ્રિમિયમ માં તે સબસિડી ખેડૂતો ને ડાયરેકટ મળી શકે તો પણ આપણ ને મોટો ફાયદો મળી શકે છે તે જગજાહેર વાત છે. પરંતુ આમ થતું નથી અને ખેડૂતો માટે ના પૈસા કંપનીઓ ચાંઉ કરી જાય છે. તે બંધ કરાવવામાં આવે તે માટે પણ એક મોટી લડત લડવી પડશે.
હવે આપણે તમામ ખેડૂતો તરીકે જ એક ઓળખ ઊભી કરવી પડશે જેમાં કોઈ જાત-પાત જ્ઞાતિ કે પક્ષના-પક્ષી થી અલગ થઈ એક ખેડૂત તરીકે જ આગળ આવી લડત આપવી પડશે. ખેડૂતો સંગઠિત બનશે તો સરકાર પણ તેનાં નિર્ણયોમાં ફેરફાર કરશે જ હાલ ખેડૂત નું સંગઠન રાજ્ય લેવલે કોઈ કામ કરતું હોય તેમ જણાંતુ નથી. થોડા આગેવાન કામ કરી રહ્યા છે અને પરીણામ સુધી પહોંચી પણ ગયા છે. તો તેવા ખેડૂતો ની વાત કરનાર આગેવાન ને આપણે સાથ સહકાર આપશું તો વધું તાકાત થી લડત આપી શકશે. તાલુકા લેવલ થી સંગઠન બનાવી રાજ્ય લેવલ સુધી પંહોચવું પડશે એ જવાબદારી આપના શિરે છે.
હવે પછી જે પણ ખેડૂતો માટે કાર્યક્રમ થતાં હોય સંમેલન થતાં હોય અથવા રજુઆતો માટે જવાનું હોય ત્યારે આપણે નાત જાત કે રાજકીય પક્ષો ને એકબાજુ મુકી ફક્ત ને ફક્ત ખેડૂતો ના નાતે આપણે હાજરી આપવી પડશે. આપણો નેતા આપણે જ છીએ તેમ માની લડતમાં જોડાઈ જવું પડશે. તમામ ખેડૂતો ની લડાઈ અને લડત તેના નેતા પણ તમામ ખેડૂતો જ છે. (સ્ત્રોત : હાર્દિક પટેલ ફેસબુક પેજ) આ પોસ્ટ સાથે હાર્દિક પટેલ દ્વારા લાઈવ પણ કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આવતી કાલે 13 તારીખે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાથી એક દિવસના પ્રતીક ઉપવાસની શરૂઆત કરવા જઈ રહયાં છીએ.
વાત આટલે નથી અટકતી હાર્દિક પટેલ દ્વારા ગરીબો, ખેડૂતો, યુવાનો, માતા બહેનો અને સાથે સાથે ભાજપ કોંગ્રેસના નેતાઓએ એક સાથે જાહેર આમંત્રણ આપી દીધું! સાથે જણાવ્યું કે આ એક દિવસીય પ્રતીક ઉપવાસ છે જે ખેડૂતોના સન્માન માટે કરી રહ્યા છીએ. ભાજપના નેતાઓ આમંત્રણ આપીને હાર્દિક પટેલ દ્વારા ભાજપનો કાન આમળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ખેડૂતોએ કરેલી આત્મહત્યા સામે સરકારની આંખો ખોલવા માટે ઈશારો કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિકના આ લાઈવ બાદ ગુજરાતમાં રાજકીય ગરમાંગરમી વધી જશે એ નક્કી છે. અને એમાં પણ આવતી કાલના પ્રતીક ઉપવાસ!