હાલ જનતાનો મુડ મોદી સરકાર વિરોધી લાગી રહ્યો છે ક્યાંક ને ક્યાં જનતાને મંદી, બેરોજગારી, ખેડૂત બદહાલી જેવા મુદ્દાઓ અસર કરી રહ્યા છે અને જનતા પણ હવે ખુલ્લે આમ આવી રહી છે. એ જોતાં મોદી સરકારના સાથી પક્ષો એટલે કે એનડીએના ઘટક દળો પણ હવે ધીમે ધીમે કરીને ભાજપથી અલગ થવા લાગ્યા છે. એકદમ કડક મજબૂત સાથીદાર ગણવામાં આવતી શિવસેના દ્વારા ભાજપને મોટો ઝટકો મહારાષ્ટ્રમાં આપવામાં આવ્યો છે. અને ગ્રાઉન્ડ રિપોર્ટ જોતા ગત વિધાનસભા કરતાં ભાજપને આ વખતે ઘણી ઓછી સીટ મળી છે એટલે સ્વાભાવિક છે કે ભાજપ મોદી સરકાર ની પોપ્યુલારીટી ઘટી રહી છે.
મહારાષ્ટ્રની જો વાત કરીએ તો આ વખતે વિધાનસભામાં ભાજપને 105 સીટ મળી હતી જે ગત વિધાનસભામાં 122 સીટ મળી હતી તો એનસીપી કોંગ્રેસ શિવસેનાની સીટોમાં વધારો થયો છે. જેનો લાભ લઈને શિવસેના દ્વારા ભાજપ સાથે ગઢબંધન શરત મુજબ અઢી વર્ષ માટે પોતાની પાર્ટીનો મુખ્યમંત્રી બને તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ ભાજપે શિવસેનાની આ માંગનો અસ્વીકાર કરતાં શિવસેના દ્વારા ગઢબંધન તોડીને પોતાની પાર્ટીનો મુખ્યમંત્રી બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તો શિવસેનાના એક માત્ર કેબિનેટ મંત્રીએ પણ મોદી સરકાર માથી રાજીનામુ આપી દીધું છે.
બીજી તરફ ગુજરાતમાં પણ યોજાયેલી પેટાચૂંટણી માં 6 બેઠક માંથી કોંગ્રેસ દ્વારા 3 જીતવામાં આવી હતી અને અમરાઈવાડી જેવી ભાજપના ગઢ સમાન ગણાતી બેઠક પર માત્ર પાંચ હજાર જેટલા વોટે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતાં. જ્યારે થરાદ બેઠક જે 15 વર્ષ જેટલા સમયથી ભાજપ પાસે હતી જે ભાજપનો ગઢ ગણાય છે તે થરાદ બેઠક પર 15 વર્ષ બાદ કોંગ્રેસે વાપસી કરી છે જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂતે ભવ્ય જીત મેળવી હતી. આ જોતા મોદી શાહનો જાદુ ઓસરી રહ્યો હોય અને ભાજપની દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે.
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે ફોર્મ ભરવાનો છેલો દિવસ છે ત્યારે ત્યાં પણ ભાજપને તેના સથી પક્ષોએ ઝટકો આપ્યો છે. આજશું જે સ્થાનિક પાર્ટી છે અને હાલમાં જેના સમર્થન સાથે ઝારખંડમાં ભાજપ સરકાર છે તેણે 11 નવેમ્બરે 11 ઉમેદવારો જાહેર કરી નાખ્યા હતાં જેમાં 3 એવી બેઠક પણ છે જ્યાં ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ આજશું એ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. તો કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનની પાર્ટી લોજપાએ ભાજપ સાથે ગઢબંધનમાં નહીં લડવાની વાત કરી છે.
સાંસદ અને લોક જનશક્તિ પાર્ટી સુપ્રીમો ચિરાગ પાસવાને જાહેરાત કરી હતી કે અમે 50 બેઠક પર એકલા હાથે ચૂંટણી લડશુ. લોજપાએ જે સીટોની માંગ કરી હતી તેમાંથી મોટાભાગની સીટોમાં ભાજપે પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. જેને કારણે તેમની પાર્ટી ઝારખંડ વિધાનસભા ચૂંટણી પોતાના દમ પર લડવા માટે તૈયાર છે. ચિરાગ પાસવાને સ્પષ્ટતા કરી હતી કે, લોજપા આ વખતે ‘ટોકનનાં રૂપમાં મળતી સીટો’નો સ્વીકાર કરશે નહી. અમે ભાજપ સાથે ગઢબંધન હેઠળ છ સીટોની માંગણી કરી હતી, જે તમામ સીટ પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એટલે લોજપા ઝારખંડમાં કોઈ ગઢબંધનમાં સામેલ થયા વગર ચૂંટણી લડશે.
હરિયાણાની વાત કરીએ તો હમણાંજ ચુંટણી પૂર્ણ થઈ છે અને ભાજપને બહુમત મળી નથી જેમાં ભાજપે નવા નિશાળીયા જેજેપી સાથે ગઢબંધન કરીને સરકાર બનાવવી પડી છે. જેજેપી દ્વારા જે શરત મુકવામાં આવી હતી તે તમામ શરતો ભાજપે માનવી પડી હતી એટલું જ નહીં અમિત શાહ દ્વારા પણ જેજેપીને ઓફર કરવામાં આવેલી તે તેમણે ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે જેજેપી જે શરતો અને માંગણી કરે છે તે માન્ય હોય તો જ જેજેપી ભાજપને સમર્થન આપીને સરકાર બનાવશે. જેમાં જેજેપી દ્વારા ચાર પ્રધાન જેમાં કેબિનેટ કક્ષાના બે અને રાજ્ય કક્ષાના બે એમ ચાર પ્રધાનો માગ્યા હતા. જે ભાજપે આપવા પડ્યા હતાં તેમજ ઉપ મુખ્યમંત્રી પદ પણ આપવું પડ્યું હતું.
તો બિહાર માં પણ ભાજપને જેડીયું એક વાર ઝટકો આપી આપી ચૂક્યું છે અને આ વખતે પણ ભાજપ સાથે જેડીયુંનું ગઢબંધન ટકે છે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે. નીતીશ કુમાર મોદી સરકાર ની ઘણી નીતિઓનો ખુલ્લે આમ વિરોધ કરી રહ્યા હોય છે અને બિહાર સરકારમાં પણ નીતીશ કુમાર ભાજપનું કે ભાજપના નેતાઓનું કશું ચાલવા દેતા નથી તે જગ જાહેર છે. આગામી ચૂંટણીમાં જેડીયું ભાજપ સાથે જાય છે કે નહીં તે હવે આગળ જોવું રહ્યું પરંતુ રાજકીય વિશ્લેષકોના મતે જેડીયું ભાજપ સાથે ગઢબંધન કોઈ ચોક્કસ શરતના આધારે જ કરશે.
તો આમ જોવા જઈએ તો દેશમાં ભાજપ માટે હાલ કપરા ચઢાણ છે. તો બીજી તરફ કોંગ્રેસ મજબૂત થઈ રહી છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવી રહી છે. તો આજ રાજ્યોમાં ભાજપની સ્થિતિ કથળતી જઇ રહી છે. નરેન્દ્ર મોદી અમિત શાહ દેશને કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતાં હતાં પરંતુ અત્યારે હાલ એવા છે કે ભાજપ અને મોદી સરકાર ધીમે ધીમે પોતાની જમીન ખોઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે.
- આ પણ વાંચો…
- શરદ પવાર નો માસ્ટર પ્લાન! હવે શિવસેના સામેથી આ માટે પાડશે હા અને મહારાષ્ટ્રમાં સરકાર બનશે.. જાણો!
- ભાજપ શિવસેના ગઢબંધન તૂટ્યું! બાલાસાહેબ ઠાકરે ને આપેલું વચન પૂર્ણ થવાના આરે… જાણો!
- હાર્દિક પટેલ ફરી નવાજુની કરવા જઈ રહ્યા છે. ભાજપ કોંગ્રેસ બંનેમાં હડકંપ! જાણો!
- મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ! ભાજપ નેતાએ ધારાસભ્યોને આપી આટલા કરોડની લાલચ!
- શરદ પવાર નો અમિત શાહ ને પડકાર! દેશનું રાજકારણ ગરમાયુ! મહારાષ્ટ્ર ઇતિહાસ રચવા તરફ! જાણો..
- શિવસેના નું મોટું નિવેદન! અમિત શાહને મોટો ફટકો પડી શકે છે! શરદ પવારની દિલ્લીમાં મિટિંગ!
- હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! ગુજરાતમાં ફરી રાજકીય ગરમાવો! જાણો!