કોંગ્રેસ દ્વારા આજે જનવેદના આંદોલન રૂપે આરટીઓ સર્કલ પાસે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહયો છે જેમાં જનતાના મુખ્ય મુદ્દાઓ બાબતે સરકારને ઘેરવાના પ્રયત્નો સાથે આંદોલ રેલી ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મુદ્દાઓમાં ખેડૂત બદહાલી, બેરોજગાર યુવાન, મંદી મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભરતી પ્રક્રિયામાં કૌભાંડોની તપાસ, ખેડૂતને યોગ્ય વેતન અને નુકશાની વળતર, ખેડૂતોના દેવા માફી વગેરે જેવા મુદ્દાઓ સાથે આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ રાજ્યની રૂપાણી સરકારને ઘેરવાના પ્રયત્નો કરશે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહેશે.
બેરોજગારી, મંદી, મોંઘવારી, ખેડૂતોના દેવા માફી, ખેડૂતોને નુકશાની વળતર, પાક વીમો, ભરતી પ્રક્રિયામાં કૌભાંડ વગેરે જેવા મુદ્દાઓ ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ ઉકળતા ચરું જેવા મુદ્દાઓ છે. યુવાનો ખેડૂતો દ્વારા આ મુદ્દે સજાગ જાગૃત થઈને ગમે ત્યારે આંદોલન કરવામાં આવી શકે છે ત્યારે કોંગ્રેસ દ્વારા જનતાના મુદ્દા ઉઠાવીને લોકોને જાગૃત કરવા માટે જનવેદના આંદોલનનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપમાં આ અંગે ફફડાટનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.
અધૂરામાં પૂરું રાજસ્થનાના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ આજે આ જનવેદના આંદોલનમાં ગુજરાત આવી ચુક્યા છે. એટલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વધારે પરસેવો છૂટી જશે એ નક્કી. વિજયભાઈ રૂપાણી અને અશોક ગેહલોત વચ્ચે દારૂબંધી બાબતે થયેલી નોક્ઝોક તો યાદ જ હશે. અશોક ગેહલોતે કહ્યું હતું કે ગુજરાતના દરેક વિસ્તારમાં દારૂ આસાનીથી મળી રહે છે. ત્યારે વિજય રૂપાણી દ્વારા આ નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ આંકડાઓ અને તાજેતરના બનાવોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બોલતી બંધ કરી દીધી હતી.
હજુ ગઈ કાલે જ રાજકોટમાંથી રૂપિયા 5 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. અને આ દારૂ કોઈ અવાવરું જગ્યાએથી નહીં પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલી શાળા માંથી ઝડપાયો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટ એ ડિવીઝન પોલીસે રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાં દરોડા પાડતા 5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. જો કે આરોપી ફરાર થઈ ગયો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી દારૂનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હોમગ્રાઉન્ડ રાજકોટ છે. વિચારો રાજકોટમાંથી દારૂ મળે તો ગુજરાતમાં ક્યાં નહીં મળતો હોય!
આજે અશોક ગેહલોતની અમદાવાદમાં એન્ટ્રીથી મુખ્યમંત્રી અને ભાજપને પરસેવો વળે એમાં કોઈ નવાઈ નથી અને આજે અશોક ગેહલોત પણ દારૂ બંધી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઘેરવાના પ્રયત્નો કરશે અને ગુજરાતમાં નિષ્ફળ દારૂબંધી બાબતે બોલશે એ પણ નક્કી છે. ત્યારે આ વિવાદ વધુ વકરશે અને મુખ્યમંત્રીની પોલ ખુલશે. કારણકે રાજ્ય સરકાર અસરકારક પગલાં લેવાને બદલે નિવેદનબાજી, આક્ષેપબાજી અને ગુજરાતની અસ્મિતા વિશે વાત કરીને લોકોને ભ્રમિત કરવાના પ્રયત્નો કરે છે. જ્યારે ગુજરાતમાંથી એક રૂપિયાનો પણ દારૂ મળે એટલે ગુજરાતી અસ્મિતાને ડાઘ સમાન છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા અસરકારક પગલાં લઈને દારૂબંધીમાં ગુજરાતને અવ્વલ બનાવવું જોઈએ જે અશોક ગેહલોતને જબરદસ્ત જવાબ ગણાય. આજે આ વિવાદનો મધપુડો છેડાય એની શકયતા વધારે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસના આ આંદોલન ધરણાને ભાજપ સરકાર દબાવવામાં રોકવામાં સફળ થાય છે કે કેમ! સાથે જ જોવું એ રહ્યું કે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા મુદ્દા બાબતે સરકાર શું પગલાં ભરે છે અને સરકાર પણ આ મુદ્દે ગંભીર છે કે કેમ! કોંગ્રેસ દ્વારા આજે બપોરે એક વાગે આરટીઓ સર્કલ પાસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, એહમદ પટેલ, રાજીવ સતાવ વગેરે નેતાઓ હાજર રહેશે.
- આ પણ વાંચો…
- ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા, ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુસીબતો શરૂ! જાણો!
- ફડણવીસ સરકાર પાડવામાં અને અજિત પવારને પાછા લાવવામાં શરદ પવાર ની નહીં પણ આ વ્યક્તિની છે મોટી ભૂમિકા! જાણો!
- શરદ પવાર નો માસ્ટરસ્ટ્રોક! ભાજપ અમિત શાહ પવારની આ ફેંકેલી જાળમાં ફસાઈ ગયા! જાણો!
- મહારાષ્ટ્રમાં અમિત શાહને માત આપ્યા બાદ શરદ પવાર આ કામ કરશે! જાણો!
- ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા તો ભાજપ માટે મહામુસીબત! ભાજપને અહીં પણ પડશે મોટો ફટકો! જાણો!