મહારાષ્ટ્ર માં ભાજપ દ્વારા નિષ્ફળ રીતે અને ગેરબંધારણીય રીતે સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું જે માત્ર 72 કલાક માં જ પડી ગઈ હતી અને ત્યાર બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવામાં આવી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા અને ભાજપ ફડણવીસ સરકારની વિદાય થઈ. બસ ત્યાર બાદ થી જ ભાજપમાં પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસની વિરુદ્ધમાં પાર્ટીમાં વિરોધી સુર જામ્યા છે. ભાજપનો આંતરિક કલહ બહાર આવ્યો છે. ટિકિટ ફાળવણી મુદ્દે અને કેટલાક નેતાઓની ટિકિટ કાપવાનો વિવાદ તો હજુ સમ્યો નથી ત્યારે આંતર કલહએ ભાજપની મુશ્કેલી વધારી છે.
મહારાષ્ટ્રમાં શિવસેના ના ધુરવીરોધી ગણવામાં આવતાં એનસીપી અને કોંગ્રેસ પણ ભાજપના કારણે એક બીજાને સમર્થન આપીને સરકાર બનાવવામાં સફળ થયા. ભાજપ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું અભિમાન અને પાર્ટીમાં પોતે જ સર્વેસર્વા સમજીને મહારાષ્ટ્ર માં સત્તા ખોઈ. અને આજ અભિમાન ધુરવીરોધીઓને એક બીજાના સાથીદાર બનાવ્યા અને મહારાષ્ટ્રમાં એક નવો ઇતિહાસ રચાયો. ભાજપની આડોડાઈના જ કારણે શિવસેનાના મુખ્યમંત્રી બન્યા. જો કે હવે ભાજપમાં આ બાબતે નેતાઓ ખુલીને આવી રહ્યા છે અને નેતાગીરી વિરુદ્ધ આવાજ બુલંદ કરી રહ્યા છે.
ભાજપના એક સમયના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્ર માં ભાજપના તારણહાર ગણવામાં આવતાં ગોપીનાથ મૂંડેની પુત્રી પંકજા મૂંડે એ જાહેરાત કરી હતી કે 12 મી તારીખે તેમના પિતા ગોપીનાથ મૂંડેના જન્મદિવસે મોટી જાહેરાત કરશે. પંકજા મૂંડે દ્વારા દેવેન્દ્ર ફડણવીસ સામે લાલ આંખ કરવામાં આવી હતી અને પાર્ટીમાં ફડણવીસ વિરોધી સુર ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા કારમી હાર બાદ પંકજા મૂંડે એ હારનો રોષ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પર કાઢ્યો હતો. અને તેમના જેવા કેટલાય નેતાઓ દ્વારા પણ આ બાબતે દિલ્લી સુંધી રજુઆત કરી હતી. આજે પંકજા કયા રસ્તે જવું અને શું નિર્ણય લેવો તે અંગે કાર્યકર્તાઓ સાથે મળીને ફેંસલો જાહેર કરશે.
જણાવી દઈએ કે પંકજા મૂંડે મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં લગભગ 30,000 જેટલા વોટથી પોતાના પિતરાઈ ભાઈ ધનંજય મૂંડે સામે હારી ગયા હતા. મહારાષ્ટ્ર માં ભારતીય જનતા પાર્ટી સત્તા ખોતાંની સાથે જ દેવેન્દ્ર ફડણવીસ સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. પાર્ટી નેતા પંકજા મુંડેએ 12 ડિસેમ્બરે આજે તેમના પિતા ગોપીનાથ મુંડેના જન્મદિવસ નિમિત્તે સમર્થકોની બેઠક બોલાવી છે. અને આજની જ બેઠકમાં પંકજા મૂંડે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંકજા મૂંડે પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. પરંતુ તે હકીકત છે કે કેમ તે આજે મિટિંગ બાદ જ ખબર પડી શકે છે.
દસ દિવસ પહેલા પંકજા મુંડેએ ફેસબુક પર આ અંગે એક પોસ્ટ મુકી હતી અને આ પોસ્ટમાં લખ્યું હતું કે, ચૂંટણીમાં હાર બાદ સમર્થકોના ઘણા ફોન મેસેજીસ આવ્યા હતા અને તેઓને મળવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ રાજકીય સ્થિતિ એવી હતી કે સમર્થકોને મળી શકાયું નહીં. ફેસબુક પોસ્ટમાં તેમણે આગળ લખ્યું હતું કે, બદલાયેલા રાજકીય માહોલમાં ભવિષ્ય અંગે નિર્ણય લેવો જરૂરી છે. આવતા 8-10 દિવસોમાં, હું આગળ શું કરવાનું છે તે નક્કી કરીશ, મારે કયા માર્ગે ચાલવાનું છે. આપણી મજબૂતી શું છે તેના પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. પંકજા મુંડેએ કહ્યું, મારે કહેવાનું ઘણું છે. હું આશા રાખું છું કે મારા ‘જવાન’ રેલીમાં ચોક્કસ પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ મોટા બદલાવ આવી રહ્યા છે. મહારાષ્ટ્ર માં હાલ એવી પણ માહિતી મળી રહી છે કે, પંકજા મૂંડે ભાજપ સાથે છેડો ફાડીને શિવસેના સાથે હાથ મિલાવી શકે છે. પરંતુ આ માત્ર સૂત્રો દ્વારા માહિતી છે પંકજા મૂંડે આજે તેમના સમર્થકો સાથેની બેઠક બાદ શું નિર્ણય લે છે તેની પર હાલતો દરેકની નજર બનેલી છે. પરંતુ પંકજાના બગાવતી તેવર જોતા ચોક્કસ કોઈક અનહોની થવાના સંકેત છે. જો અને તો માં પણ સૌથી મોટું નુકસાન પણ હાલ ભાજપને છે.
- આ પણ વાંચો…
- અમિત શાહ એ રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ રજુ કરતાં જ અધ્યક્ષે રાજ્યસભાનું જીવંત પ્રસારણ અટકાવ્યું! જાણો!
- મનીષ તિવારી એ આપી અમિત શાહને ચેલેન્જ! શાહ તિવારી આમને સામને! જાણો!
- ફરી અશોક ગેહલોત સાચા ઠર્યા, વિજય રૂપાણી મુશ્કેલીમાં! જાણો!
- ચિદમ્બરમ જેલમાંથી બહાર આવ્યા બાદ મોદીશાહની મુશ્કેલીઓ વધી! જાણો!
- તો શું પક્ષપલટુઓની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઈ જશે?? જાણો!