IndiaPolitics

મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં પાર્ટીમાં મોટું ભંગાણ! જાણો!

મહારાષ્ટ્ર માં હાલ ભાજપ ખુબજ ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં જ્યારથી ફડણવીસ સરકાર ગઈ છે ત્યારથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આમ જોવા જઈએ તો જ્યારથી ફડણવીસ સરકાર આવી હતી ત્યારથી જ પાર્ટીના મોટા કદના નેતાઓ અસંતોષ અને અન્યાયની લાગણી અનુભવતા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ અને શિવસેનાના ભંગાણના મૂળમાં પણ ફડણવીસ સરકારનો અહમ અને અહંકાર હતો એજ અહંકારે વર્ષો જૂની યુતીનો અંત આણ્યો. બસ ત્યાર બાદ થી જ ભાજપમાં પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસની વિરુદ્ધમાં પાર્ટીમાં વિરોધી સુર જામ્યા છે. ભાજપનો આંતરિક કલહ બહાર આવ્યો છે.

મહારાષ્ટ્ર
ફોટો: સોસીયલ મીડિયા

દેવેન્દ્ર ફડણવીસના એક ખોટા નિર્ણયે 72 કલાક માટે સરકાર બનાવી અને ભાજપની ફજેતી થઈ. 72 કલાક બાદ સરકાર પડી ગઈ અને મહારાષ્ટ્રના ઇતિહાસમાં આ પ્રકરણ આ લોકશાહીની નિર્મમ હત્યા ના ટાઇટલ હેઠળ લખાઈ ગયું. દેવેન્દ્ર ફડણવીસના અહંકારના કારણે મહારાષ્ટ્રમાં શિવસેના ના ધુરવીરોધી ગણવામાં આવતાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળી ગયા અને ભાજપને સત્તા વિહોણી કરી નાખી. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું અભિમાન અને પાર્ટીમાં પોતે જ સર્વેસર્વા સમજીને મહારાષ્ટ્રમાં સત્તા ખોઈ. પરંતુ જ્યારે પાણી નાક સુંધી આવી ગયું ત્યારે ભાજપમાં આ બાબતે નેતાઓ ખુલીને આવી રહ્યા છે.

મહારાષ્ટ્ર
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપના એક સમયના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રમાં ભાજપના તારણહાર ગણવામાં આવતાં ગોપીનાથ મૂંડેની પુત્રી પંકજા મૂંડે એ ગઈ કાલે તેમના પિતાની જન્મજયંતી એ મોટી જાહેરાત કરી હતી. પંકજા મૂંડે દ્વારા દેવેન્દ્ર ફડણવીસ સામે લાલ આંખ કરવામાં આવી હતી અને પાર્ટીમાં ફડણવીસ વિરોધી સુર ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા કારમી હાર બાદ પંકજા મૂંડે એ હારનો રોષ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પર કાઢ્યો હતો. પંકજા દ્વારા કાર્યકરો સાથે ચર્ચા અને વિચારણા કરી હતી અને કયા રસ્તે જવું અને શું નિર્ણય લેવો તે અંગે કાર્યકર્તાઓ સાથે મળીને ફેંસલો લીધો હતો.

મહારાષ્ટ્ર
ફોટો: સોસીયલ મીડિયા

પંકજા મૂંડે એ કાર્યકરોને સંબોધીત કરતાં જણાવ્યું હતું કે, મારા પિતા ગોપીનાથ મૂંડેએ ક્યારેય કોઈની પાછળ ઘા કર્યો નથી. મારા પિતા ભાજપને ઝીરોથી અહીંયા સુંધી લાવ્યા છે. મેં પણ ભાજપમાં યોગદાન આપ્યું છે. અને મારી સાથે દગો થયો છે. પંકજા મુંડેએ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની હાજરીમાં ભાજપના નેતાઓ પર કાવતરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. આગળ તેમણે જણાવ્યું હતું કે, હું શા માટે બગાવત કરૂ?? કેટલાક લોકોએ મારી વિરૂદ્ધ કાવતરૂ કર્યું છે. મારા પિતાની જેમાં મેં પણ પાર્ટીમાં યોગદાન આપ્યું છે. પાર્ટીએ વાત જાણે કે મારી વિરૂદ્ધમાં કોણે કાવતરાની સાજિસ કરી હતી.

મહારાષ્ટ્ર
ફોટો: સોસીયલ મીડિયા

આ સાથે જ પંકજાએ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને હજારો કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપની કોર કમિટી માંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. પંકજા મુંડેએ જાહેરાત કરી છે કે તે પોતાના પિતાના ગોપીનાથ મૂંડેના નામ પર મુંબઈમાં ઓફિસ બનાવી 26 જાન્યુઆરીથી મશાલ લઈને સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે. હાલમાં પંકાજના બગાવતી તેવર ભાજપને ઘણા મોંઘા પડી રહ્યા છે અને ભાજપ સામે લાલ આંખ માત્ર પંકજા જ નથી કરી રહ્યા પરંતુ એકનાથ ખડસે જેવા અન્ય એક દિગ્ગજ નેતા પણ મહારાષ્ટ્ર નેતૃત્વ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

મહારાષ્ટ્ર
ફોટો: સોસીયલ મીડિયા

અંતે પંકજાએ કહ્યું હતું કે આઝાદી માટે વિદ્રોહ જરૂરી છે. તેમણે ભાજપના અમુક નેતાઓ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, “શાંત હું તો યહ મત સમજના આગ નહી મેરે અંદર, ડરતી હુ કહીં સમંદર કમ ન પડ જાયે બુઝાને કે લિએ.” મહારાષ્ટ્ર ભાજપમાં આ વિદ્રોહ જોવા જઈએ તો મોટો વિદ્રોહ છે કારણ કે પાર્ટીની પ્રથમ હરોળના નેતાઓ જ નેતૃત્વનો વિરોધ કરી રહ્યા છે. એકનાથ ખડસે, પંકજા મૂંડે વગેરે જેવા દિગ્ગજ નેતાઓ મહારાષ્ટ્રના ભાજપ શીર્ષ નેતૃત્વ સામે લાલ આંખ કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, સમાચાર વહેતા થયા હતા કે પંકજા મૂંડે અને એકનાથ ખડસે સમર્થકો સાથે શિવસેનામાં જોડાઈ જશે પરંતુ તે હજુ સુંધી બન્યું નથી અને બંને નેતાઓ દ્વારા પણ આ બાબતે ચુપ્પી સાધવામાં આવી છે. જોકે પંકજાએ ગઈ કાલે મિટિંગમાં જાહેરાત કરી હતી કે તે પર્ટી નહીં છોડે. પરંતુ તેમના બગાવતી તેવર આવનારા સમયમાં ભાજપને ભારે પડશે એ નક્કી છે. હાઇકમાન્ડ સુંધી મહારાષ્ટ્ર ભાજપનું નેતૃત્વ બદલવાની માંગણીઓ થઈ ચૂકી છે અને અમુક નેતાઓની વિરુદ્ધમાં પણ ફરિયાદો કરવામાં આવી ચૂકી છે. હવે જોવું રહ્યું આગામી સમયમાં મહારાષ્ટ્ર ભાજપમાં શું મોટી ઉથલ પાથલ થાય છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!