કોંગ્રેસ દ્વારા દિલ્લીના રામલીલા મેદાનમાં ભારત બચાવો નામ હેઠળ એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં ભારત ભર માંથી લાખોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ રેલીનો મુખ્ય મુદ્દો દેશના હાલત પર ચર્ચાનો હતો જેમાં ગરીબી, મોંઘવારી, મંદી, બેરોજગારી, દેશની અર્થવ્યવસ્થા અને લેટેસ્ટ નાગરિકતા સંશોધન બિલ વગેરે મુદ્દાઓ હતા. ડૉ. મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સચિન પાઇલોટ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કમલનાથ વગેરે નેતાઓ દ્વારા લાખોની જનમેદનીને સંબોધન પણ કરવામાં આવ્યું. પરંતુ લોકોને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શું બોલે છે એમાં વધારે રસ હોય તેવું દેખાઈ રહ્યું હતું.
રાહુલ ગાંધી દ્વારા ગઈ કાલે જે ઘટના લોકસભામાં ઘટી તે અંગે પ્રતિક્રિયા આપવામાં આવેલી અને કહ્યું કે મારું નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે. હું સાચું બોલવા માટે માફી નહીં માંગુ. વાત એમ છે કે, રાહુલ ગાંધી ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે દેશમાં બળાત્કાર જેવી ઘટનાઓ વધી ગઈ છે. મોદીજી એ કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા થશે પરંતુ તમે સવારે છાપું વાંચો છો ત્યારે રેપ ઇન ઇન્ડિયા જોવા મળે છે. રાહુલ ગાંધી દ્વારા ઉન્નાવ અને હૈદરાબાદની ઘટનાઓને પણ યાદ કરી અને દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી.
આ નિવેદન બાબતે સ્મૃતિ ઈરાની દ્વારા કેટલાક મહિલા સાંસદો સાથે રાહુલ ગાંધીના આ નિવેદન બાબતે લોકસભામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને રાહુલ ગાંધી માફી માંગેની માંગણીઓ કરવામાં આવી હતી. તેમજ ચૂંટણી કમિશનને રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરીને તેમની સદસ્યતા રદ કરવા સુંધી પણ પહોંચી ગયા હતા. આજ બાબતે આજે રાહુલ ગાંધી દ્વારા હું રાહુલ સાવરકર નથી, હું રાહુલ ગાંધી છું હું માફી નહીં માગું નું નિવેદન આપવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ લાખોની જનમેદનીએ ચિચિયારીઓ પાડીને રાહુલ ગાંધીને વધાવી લીધા હતા.
હાજર તમામ નેતા ગણ અને લાખોની સંખ્યામાં એકઠી થયેલી જનતા પ્રિયંકા ગાંધી શું બોલશે તેના પર નજર ટાકાવીને બેઠા હતા. પ્રિયંકા ગાંધી દ્વારા જબરદસ્ત ભાષણ આપવામાં આવ્યું હતું. પરંતુ પ્રિયંકા ગાંધીનું ભાષણ કોંગ્રેસ પક્ષના કેટલાક સિનિયર નેતાઓને નહીં ગમ્યું હોય. પ્રિયંકા ગાંધીએ પોતાનું ભાષણ શરૂ કરતાં જ કહ્યું કે રાહુલ ગાંધી મારા નેતા છે. આવું કહીને પ્રિયંકા ગાંધીએ પાર્ટીના કેટલાક ખાસ નેતાઓને એ સંદેશ આપ્યો કે રાહુલ ગાંધી જ પાર્ટીનો ચહેરો છે. અને રાહુલ ગાંધી જ ભવિષ્ય છે. કોંગ્રેસ પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓને આ વાત કદાચ ગમી નહીં હોય કારણ કે રાહુલ ગાંધીએ આવીને નવ યુવાનોને તક આપી હતી અને આને કેટલાક સીનીયર નેતાઓ પોતાની અવગણના થઇ રહી છે તેમ માનતા હતા. તેથી અમુક ખાસ સિનિયર નેતાઓ તેમનાથી નારાજ હતા પરંતુ પ્રિયંકા ગાંધી એ આવા નેતાઓને આ ગર્ભિત ઈશારો અને ધમકી પણ હસતાં હસતાં આપી દીધી હતી.
પ્રિયંકા ગાંધીના આ ઈશારા બાદ રાહુલ ગાંધીની ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની વાપસી વધારે મજબૂત થઈ ગઈ છે. રાહુલ ગાંધીને ફરી પાર્ટીની સુકાન સોંપવા માટે છત્તીસગઢના મુખ્યમંત્રી અવારનવાર હાઇકમાન્ડને રજૂઆત કરી ચુક્યા છે તો કેટલીકવાર જાહેરમાં પણ આ બાબતે પાર્ટીને જણાવી ચુક્યા છે. તો હાલમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે, “મોદી શાહ સામે રાહુલ ગાંધીની જેમ અગ્રેસીવતાથી લડે તેવું કોઈ નથી. રાહુલ ગાંધી દ્વારા ફરી પાર્ટીનું સુકાન સંભાળવું જોઈએ.” ના માત્ર નેતાઓ પરંતુ કેટલાક કોંગ્રેસી કર્યકરો પણ રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા માટેની અપીલ કરી રહ્યા છે. આ બાબતે સમર્થકો દ્વારા ટ્વિટર પર #MyLeaderRG પણ ચલાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં હાર બાદ રાહુલ ગાંધી દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી કે પાર્ટીના નેતાઓ દ્વારા એક સાથે આ લડાઈ લડવામાં આવી નથી. લોકસભામાં એવું લાગતું હતું કે રાહુલ ગાંધી એકલાજ આ લડાઈ લડી રહ્યા હોય. રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કેટલાક કોંગ્રેસી નેતાઓએ પણ રાહુલ ગાંધીના સમર્થનમાં રાજીનામાં આપી દીધા હતા. પરંતુ પ્રિયંકા ગાંધીનો આ ગર્ભિત ઈશારો એ રાહુલ ગાંધીની વાપસી છે કે શું એ તો સમય જ બતાવશે. તમે અમને વાંચતા રહો, લાઈક શેર કરતાં રહો.
- આ પણ વાંચો…
- ખાડો ખોદે તે પડે જેવું થયું સ્મૃતિ ઈરાની સાથે! રાહુલ ગાંધી ને ફસાવવા જતાં ખુદ ફસાયા! જાણો!
- મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં પાર્ટીમાં મોટું ભંગાણ! જાણો!
- મહારાષ્ટ્ર રાજનીતિમાં આજે સર્જાઈ શકે છે મહા ભુકંપ! જાણો!
- અમિત શાહ એ રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ રજુ કરતાં જ અધ્યક્ષે રાજ્યસભાનું જીવંત પ્રસારણ અટકાવ્યું! જાણો!
- મનીષ તિવારી એ આપી અમિત શાહને ચેલેન્જ! શાહ તિવારી આમને સામને! જાણો!