EducationGujarat

રૂપણી સરકારની મુશ્કેલીમાં વધારો! LRD ભરતીકાંડ મુદ્દે આજે મહારેલી! લોક કલાકારોનું સમર્થન! જાણો!

બિનસચિવાલાય પકરીક્ષામાં ગેરરીતિની તપાસનું કોકડું હજુ ગૂંચવાયેલું છે અને હજુ માંડ માંડ સરકાર સામે વિદ્યાર્થીઓનો રોષ ઓછો થાયો છે ત્યારે હવે LRD ભરતી મુદ્દે માલધારી સમજે સરકાર સામે બાંયો ચડાવી છે. માલધારી સમાજ દ્વારા આજે એક મહિલા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને એક થઈને જોડાવાની આપીલ કરવામાં આવી છે. માલધારી સમાજનો આક્ષેપ છે કે, સરકાર તરફથી આદિજાતિના જે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તે સર્ટિફિકેટ LRDની ભરતીમાં અમાન્ય ગણવામાં આવ્યા છે જેને લઈને માલધારી સમાજના કેટલાય વિદ્યાર્થી આ ભરતીથી વંચિત રહ્યા છે અને તેમને અન્યાય થયો છે.

LRD
ફોટો: સોસીયલ મીડિયા

માલધારી સમાજ દ્વારા આ બાબતે ત્રણ ચાર દિવસ અગાઉ પણ રાજ્યના જૂનાગઢ જિલ્લામાં એક રેલી યોજવામાં આવી હતી. તેમાં LRD ભરતી પ્રક્રિયા બાબતે રબારી સમાજને અન્યાય થયો હોવાનો મોટો આક્ષેપ સરકાર પર લગાવવામાં આવ્યો હતો. સમાજના વિધાર્થીઓને અન્યાય થતા સમગ્ર સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ બાબતે કલેક્ટરને આવેદન આપવા માટે જૂનાગઢ જિલ્લા રબારી સમાજ દ્વારા એક રેલી યોજી હતી જેમાં પાંચ હજારથી વધારે લોકો જોડાયા હતા. ત્યાર બાદ સમાજ દ્વારા દરેક લોકોને એક થવા અપીલ કરી હતી અને 16 ડિસેમ્બર એટલે આજે પોરબંદરમાં મહિલા મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી.

LRD
ફોટો: સોસીયલ મીડિયા

સરકારી ભરતીમાં ગેરરીતિ અંગે હજુ બિન સચિવાલાય એક ઉકળતા ચરું સમાન છે ત્યારે સરકાર સામે હવે LRD ભરતીમાં માલધારી સમાજને અન્યાય થયાની ફરિયાદો માલી રહી છે. LRDની ભરતીમાં માલધારી સમાજને થયેલા અન્યાયને લઈને આજે 16 ડિસેમ્બરના રોજ પોરબંદરમાં મહિલા મહારેલી યોજાઇ રહી છે આ માટે લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ પણ સમાજના લોકોને એક થઈને આ રેલીમાં જોડાવાનું આહવાન કર્યું છે. સાથે સાથે કીર્તિદાન ગઢવી દ્વારા સરકારને પણ અપીલ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે સરકાર સમાજના વિદ્યાર્થીઓ સાથે ન્યાય કરે અને આ અંગે ઝડપથી તપાસ થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે.

ગીતા રબારી
ફોટો: સોસીયલ મીડિયા

LRD ભરતી પ્રક્રિયામાં માલધારી સમાજને અન્યાય બાબતે લોક કલાકાર કીર્તિદાન ગઢવી પહેલા લોક ગાયક અને કચ્છની કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારી દ્વારા પણ આ મહિલા મહા રેલીમાં જોડાવવા માટે લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું. ગીતાબેન રબારીએ સમાજના વિદ્યાર્થીઓને LRDની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે 16 ડિસેમ્બરે એટલે આજે આ મહિલા મહારેલીમાં એક થાઇને મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. આ બાબતે ગીતાબેન રબારી દ્વારા એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તેઓએ સમાજને અને લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, હું માલધારી સમાજની દીકરી છું સમાજના લોકોને મારુ સમર્થન છે. સમાજના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે માલધારી સમાજ એક થઈને પોરબંદરમાં યોજવામાં આવેલી મહિલા મહા રેલીમાં મોટી સંખ્યામાં જોડાય.

LRD
ફોટો: સોસીયલ મીડિયા

તો આ બાબતે ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ પણ સરકારને પત્ર લખીને LRD પરીક્ષામાં માલધારી સમાજને થયેલા અન્યાય બાબતે વહેલામાં વહેલી તકે તાપસ કરીને ન્યાય આપવાની માંગણી કરી છે. અને સરકારને કહ્યું છે કે જે વ્યક્તિઓ દ્વારા આ બાબતે ગેરરીતિ આચરવામાં આવી છે અને ખોટી પ્રવૃતી કરાઈ રહી છે તેમના વિરુદ્ધ તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરી તેમની વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવે અને સમાજને ન્યાય કરવામાં આવે. ભાજપ સરકાર સામે આ બાબતે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને સરકારને દબાણ કરવામાં આવી રહ્યું છે કે વહેલામાં વહેલી તકે ન્યાય કરવામાં આવે.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારુલ સમાજના વિદ્યાર્થીઓને સરકાર તરફથી આદિજાતિના જે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તે આ LRDની ભરતી પ્રક્રિયામાં સરકારી અધિકારીઓ દ્વારા જ અમાન્ય ગણવામાં આવી રહ્યા છે જેના કારણે માલધારી સમાજના વિદ્યાર્થીઓ આ ભરતીથી વંચિત થઇ રહ્યા છે. જે અન્યાય સમાન છે. ઉચ્ચ ગુણ હોવા છતાં ભરતીથી વંચિત રહેલા વિદ્યાર્થીઓમાં રોષ પ્રવર્તી ગયો છે. સમાજ દ્વારા સરકારને જણાવવામાં આવ્યું છે કે સરકાર આ બાબતે ગંભીર બનીને તાત્કાલિક સંજ્ઞાન લઈ સમાજના વિદ્યાર્થીઓ સાથે ઝડપી અને યોગ્ય ન્યાય કરે.

અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!