GujaratIndiaReligious

આજથી શરૂ થયો લક્ષચંડી મહાયજ્ઞ. આટલી ભવ્યતા એક સાથે બનાવશે અનેક રેકોર્ડ! જાણો!

ઊંઝાના ઉમિયાનગર, ઐઠોર રોડ પર આજથી લક્ષચંડી મહાયજ્ઞ શરૂ થઈ ગયો છે. જે સતત પાંચ દિવસ સુંધી ચાલશે. આ લક્ષચંડી મહાયજ્ઞ માટે ઊંઝાના ઐઠોર રોડ ઉપર 800 વીઘા જમીનમાં વિશાળ ઉમિયાનગર તૈયાર કરાયું છે. વિશાળ જનમેદની ઉમટી પડવાની ધારણાએ ભવ્ય યજ્ઞ મંડપ બાંધવામાં આવ્યો છે. લગભગ 500 વીઘા જેટલી જમીનમાં 100 બાય 230 ફૂટ પહોળા અને 81 ફૂટ ઊંચો યજ્ઞમંડપ બનાવવામાં આવ્યો છે. તેમાં એક સાથે 108 યજમાનો યજ્ઞમાં આહુતિ આપશે. જે તેની ભવ્યતાના દર્શન કરાવે છે. કહેવાય છે કે આ યજ્ઞ ઇતિહાસનો સૌથી મોટો અને ભવ્ય યજ્ઞ બની રહેશે.

લક્ષચંડી
ફોટો: ફેસબુક પેજ (ઉમીયામાતાજી ઊંઝા)

આ મહાયજ્ઞની ઉછામણીમાં 15 હજારથી વધારે પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે ખુદમાં એક રેકોર્ડ છે. લક્ષચંડી મહાયજ્ઞમાં 108 યજ્ઞ કુંડ અને રોજના અગિયારસો જેટલા યજમાનો માટે પાટલાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે તેની ભવ્યતા છે. આજથી શરૂ થતાં લક્ષ ચંડી મહાયજ્ઞની શરૂઆત પહેલાં 1 ડિસેમ્બરથી 16 દિવસ સુધી 1100 બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના 700 શ્લોકથી એક લાખ ચંડી પાઠનું પઠન કરવામાં આવ્યું હતું અને 10 હજાર પાઠની શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.

લક્ષચંડી
ફોટો: ફેસબુક પેજ (ઉમીયામાતાજી ઊંઝા)

આ લક્ષચંડી મહાયજ્ઞાની પ્રસાદી માટે ઊંઝાના વિશ્વ વિખ્યાત લાડુ અને એ પણ ૨૦ થી ૩૦ લાખ જેટલા યુધ્ધના ધોરણે બનાવવાની કામગીરી ચાલી રહી છે જે આજે ટાર્ગેટ પ્રમાણે પૂર્ણ થઈ જશે. તમે આ વાંચતાં હશે ત્યાં સુંધી મહા પ્રસાદ બની ગયો હશે. મહાયજ્ઞમાં 75 હજાર કિલો કાષ્ટ, 3200 કિલો ઘી 15 મેટ્રિક ટન છાણાં અને હજારો કિલો તલ, ડાંગર, વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવશે. જે પણ આ યજ્ઞની ભવ્યતા દર્શાવે છે આટલો ભવ્ય યજ્ઞ ગુજરાત નહીં દેશના ઇતિહાસમાં પહેલા ક્યારેય થયો નથી. એટલે જ મહાભારત કાળના અશ્વમેઘ યજ્ઞ બાદનો આ સૌથી મોટો અને ભવ્ય યજ્ઞ કહેવામાં આવે છે.

લક્ષચંડી
ફોટો: ફેસબુક પેજ (ઉમીયામાતાજી ઊંઝા)

ભવ્યતામાં ચાર ચાંદ લગાડે તેમ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે. હેલીકોપ્ટરથી ઉમિયાનગરીથી ઉમિયબાગ અને નીજ મંદિર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવશે. પાંચ દિવસના આ મહાયજ્ઞમાં 50 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવવાના અનુમાન સાથે 50 હજારથી વધારે સ્વંયસેવકો ખડેપગે રહેશે જેથી કોઈ અવ્યવસ્થા ઉભી ના થાય. આ ઉપરાંત અલગ અલગ 40 જેટલી કમિટીઓની રચના કરીને વ્યવસ્થાની તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં દર્શન, પૂજન, પ્રસાદી વગેરે સેવાઓનો સમાવેશ થાય છે. આયોજન બાબતે કોઈ અવ્યવસ્થા ન જળવાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે.

લક્ષચંડી
ફોટો: ફેસબુક પેજ (ઉમીયામાતાજી ઊંઝા)

યજ્ઞની ભવ્યતાના દર્શનમાં વધારે એક હીરો જડવામાં આવ્યો છે જેમાં 51 શક્તિપીઠના પ્રતિક મંદિરો બનાવવામાં આવ્યા છે. જે 51 શક્તિપીઠોના મંદિરમાં રહેલી મૂર્તિ ઈકો ફ્રેન્ડલી છે. અને આ મૂર્તિઓ ખાસ ઓડિશાના મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવી છે. જેમને સ્પેશિયલ આ કામ માટે ગુજરાત તેડાવ્યા છે. 51 શક્તિપીઠના આ મંડપમાં એક સાથે 3500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ડોમમાં ડોમમાં સી આકારે 17-17-17 એમ 3 લાઈનમાં 51 મૂર્તિની સ્થાપના કરીને માધ્યમાં માં ઉમિયાની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ વિશાળ યજ્ઞમંડપ ડોમમાં પ્રવેશતાંની સાથે જ તેની ભવ્યતા અને આધ્યાત્મિકતાના દર્શન થાય છે.

લક્ષચંડી
ફોટો: ફેસબુક પેજ (ઉમીયામાતાજી ઊંઝા)

આ ઉપરાંત રોજ રાત્રે સતત પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલતાં રહેશે. જેમાં ગુજરાતી લોક કલાકારો હાજરી આપશે અને ગુજરાતી સંકૃતિના દર્શન કરાવશે. લોક ડાયરાની પણ મોજ જામશે. આ સાથે વિશાળ સ્ટેજ પર એક સાથે કવટલાય લોકો ગરબા ગાઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે 25,000 જેટલા લોકો સામુહિક રીતે સંસ્કૃતિક કાર્યક્રમમો નિહાળી ધકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ દિવસના સવાર સાંજ ના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લાખો લોકો ઉમટી પડવાની ધારણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ 124 દેશના 50 થી 80 લાખ લોકો આ પાંચ દિવસ દરમિયાન મુલાકાત લેશે અને માં ઉમિયાના ધામમાં લક્ષચંડી યજ્ઞના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરશે. તમામ ફોટોસ ફેસબુક પેજ ઉમિયા માતાજી ઊંઝા પરથી લેવામ આવેલા છે.

લક્ષચંડી
ફોટો: ફેસબુક પેજ (ઉમીયામાતાજી ઊંઝા)

Related Articles

Back to top button
આજનું રાશિફળ!