
મહારાષ્ટ્રમાં હમણાંજ મહા વિકાસ આઘાડી એટલે કે શિવસેના એનસીપી અને કોંગ્રેસના ગઢબંધન વાળી સરકારનું ગઠન થયું છે. જ્યારથી સરકારનું ગઠન થયું છે ત્યારથી અને સરકારનું ગઠન થયા પહેલાથી વિવાદોની હારમાળા સર્જાયેલી છે. જોકે ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના કામ અંગે હજુ સુંધી કોઈ વિવાદ સર્જાયેલ નથી પરંતુ ભાજપ દ્વારા કોઈને કોઈ કારણસર ઉદ્ધવ સરકારને ઘેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ક્યારેક સાવરકરના નામે અથવા હિન્દુત્વના નામે પરંતુ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના પ્રવક્તા મજબુતીથી સામનો કરી રહ્યા છે. તો મહા વિકાસ આઘાડી સરકાર પણ વગર કોઈ વિવાદમાં પડ્યે જનતાના કામો કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વખતે ભાજપ શિવસેનાનું એનડીએ ગઢબંધન અને એનસીપી કોંગ્રેસનું યુપીએ ગઢબંધન આમને સામને લડતું હતું ત્યારે એનસીપી કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં ખેડૂતોની હાલત જોઈને સૌપ્રથમ ખેડૂતોના દેવા માફીની માંગણી કરવામાં આવી હતી અને કોંગ્રેસ એનસીપી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સત્તામાં આવશે તો ખેડૂતોના દેવા માફ કરશે. જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં દેવા માફ કરવામાં આવ્યા હતા તેમ મહારાષ્ટ્રમાં પણ કરશે. પરંતુ મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ અંતે શિવસેના એનસીપી કોંગ્રેસ ગઢબંધન સત્તામાં આવ્યું અને એક કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના દેવા અને તેમની દયનિય સ્થિતિ એ સૌથી મોટો મુદ્દો હતો. જે દરેક રાજકીય પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ એનસીપી દ્વારા જો મહારાષ્ટ્રમાં સરકાર બને તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જેવીરીતે 24 કલાકમાં દેવા માફ કરવામાં આવ્યા હતા તેમ કરવામાં આવશેની જાહેરાત કરી હતી. પરંતુ બહુમત ના મળતાં શિવસેના સાથે ગઢબંધન સરકારે પણ આ દેવામાફીનો વાયદાને કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ પ્રાયોરીટીમાં રાખવામાં આવ્યો હતો. તો આ પહેલા શિવસેના દ્વારા તેમના મુખપત્ર સામના દ્વારા પણ ભાજપ સાથે ગઢબંધનમાં હોવા છતાં ખેડૂતોના દેવામાફીની વકાલત ઘણીવાર કરી હતી.

ભાજપ ઘણા સમયથી ઉદ્ધવ સરકારને આ બાબતે ઘેરવાના પ્રયત્નો કરી રહી હતી પરંતુ મહા વિકાસ આઘાડી સરકારમાં કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ આ મુદ્દાને અતિ મહત્વનો ગણવામાં આવીને પ્રથમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ વિધાનસભામાં ઘોષણા કરીને ખેડૂતોને કપરા સમયમાં સૌથી મોટી ભેટ આપી છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા જાહેરાત કરવામાં આવી કે, મહારાષ્ટ્ર સરકાર રાજ્યના ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરશે. અને આ દેવા માફી યોજના માર્ચ મહિનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ થશે. ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણયે ભાજપની બોલતી બંધ કરી દીધી છે.

આમ જોવા જઈએ તો દેશમાં સૌથી વધારે ટેક્સ મહારાષ્ટ્ર માંથી આવે છે અને મહારાષ્ટ્રનું મુંબઇ એ દેશની આર્થીક રાજધાની પણ ગણવામાં આવે છે. અને ત્યાં ખેડૂત આત્મહત્યાના બનાવો વધારે નોંધાય છે. દુષ્કાળ બાદ અતિવૃષ્ટિ ના કારણે મહારાષ્ટ્રમાં ખેડૂતોની હાલત બદથી બદત્તર થઈ ગઈ છે. આવા સમયે ઉદ્ધવ સરકાર ખેડૂતોની વહારે આવીને જગતના તતાને મોટી રાહત આપી છે. ઉદ્ધવ સરકારના આ નિર્ણયની ચારે તરફ ચર્ચા છે તો ભાજપની બોલતી બંધ થઈ ગઈ છે. આ યોજના પ્રમાણે જે ખેડૂતોએ 30 સપ્ટેમ્બર 2019 સુધી લોન લીધી હશે તે ખેડૂતોને મહાત્મા જ્યોતિરાવ ફૂલે ઋણ માફી યોજના અંતર્ગત લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સત્તાથી દૂર થાય બાદ વિપક્ષમાં આવ્યા પછી ખેડુતોના દેવા માફી બાબતે વિધાનસભામાં શિવસેના સરકાર સામે આક્રમક રીતે પ્રશ્ન ઉઠાવવામાં આવતા હતા. જે બાબતે શિવસેના સરકાર જવાબ આપવાના બદલે સીધી જાહેરાત કરીને ભાજપને ચોંકાવી દીધી હતી અને એક ઝાટકે ભાજપને મુદ્દા વિહોણી કરી નાખી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઢબંધનમાં કોમન મિનિમમ પ્રોગ્રામમાં સૌથી પ્રાયોરીટીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો હતો જે અંગે સરકાર ગઠનના પ્રથમ દિવસથી જ કામ શરૂ થઈ ગયું હતું. અને ખેડૂતોના પ્રશ્નોને સૌથી વધારે પ્રાધાન્ય આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

- આ પણ વાંચો…
- પ્રિયંકા ગાંધી નો પ્રધાનમંત્રી મોદીને પડકાર! હિમ્મત હોય તો…….
- દિલ્લીમાં વિદ્યાર્થી આંદોલન હિંસા અને પોલીસ સાથે ઘર્ષણ અંગે હાર્દિક પટેલ નું મોટું નિવેદન જાણો!
- આજથી શરૂ થયો લક્ષચંડી મહાયજ્ઞ. આટલી ભવ્યતા એક સાથે બનાવશે અનેક રેકોર્ડ! જાણો!
- રૂપણી સરકારની મુશ્કેલીમાં વધારો! LRD ભરતીકાંડ મુદ્દે આજે મહારેલી! લોક કલાકારોનું સમર્થન! જાણો!
- પ્રિયંકા ગાંધી એ કહ્યું કઈંક એવું કે પાર્ટીના સિનિયર નેતાઓને નહીં ગમે! જાણો!
- ખાડો ખોદે તે પડે જેવું થયું સ્મૃતિ ઈરાની સાથે! રાહુલ ગાંધી ને ફસાવવા જતાં ખુદ ફસાયા! જાણો!