IndiaPolitics

ઝારખંડ માં ભાજપને સત્તા વિહોણી કરવા મહારાષ્ટ્ર જેવી ‘પવાર ગેમ’ થઈ શકે છે. જાણો!

ઝારખંડ માં આજે વિધાનસભા ચૂંટણી પરિણામ છે. તમે આ વાંચતા હશો ત્યાં સુંધી લગભગ લગભગ તમામ પિચર ક્લિયર થઈ ગયું હશે. હાલમાં ઝારખંડમાં ભાજપની સત્તા છે અને રાઘુવર દાસ મુખ્યમંત્રી છે. ઝારખંડ માં ભાજપની હાલત ખૂબ જ ખરાબ છે. મુખ્યમંત્રીની છાપ પણ ખરડાઈ ગઈ છે. તો મુખ્ય મુદ્દાઓમાં ગરીબી, બેરોજગારી, ભૂખમરી, ભ્રષ્ટાચાર અને પલાયન એ ભાજપને આ વિધાનસભામાં ખૂબ જ અસરકર્તા રહ્યા છે. ઓવરઓલ જોવા જઈએ તો એક્ઝિટ પોલ મુજબ ભાજપની એક્ઝિટ નક્કી માનવામાં આવી રહી છે. પરંતુ જનતા જનાર્દન છે આજે સાંજ સુંધીમાં ઝારખંડમાં કોની સરકાર બને છે તે ક્લિયર થઈ જશે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ ઝારખંડ માં મહારાષ્ટ્ર વાળી પવાર ગેમ રમાય તો નવાઈ નહીં. ઝારખંડ માં ભાજપ જેના સમર્થન સાથે સરકારમાં હતી તે આજશું એ ભાજપ સાથે ગઢબંધન વગર ચૂંટણી લડી છે એટલે ભાજપ દ્વારા પણ એકલે હાથે ચૂંટણી લડવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ + જેએમએમ + આરજેડી નું ગઢબંધન ચૂંટણી એક સાથે લડી રહ્યું છે અને હાલ મજબૂત સ્થિતિમાં હોય તેમ લાગી રહ્યું છે. એક્ઝિટ પોલ પણ ગઢબંધનની સરકાર બતાવી ચૂક્યું છે. પરંતુ જો થોડી સીટ માટે સરકાર બનતા રહી જાય તો આજશું આ મહા ગઢબંધનને સમર્થન આપીને નાવજુની કરી શકે છે. પરંતુ એ જો અને તો ની વાત છે. એક્ઝિટ પોલ અને શરૂઆતના રૂઝાન મહાગઢબંધન ની સરકારનો ઈશારો કરે છે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપની હાલત ઝારખંડ માં ખૂબ જ ખરાબ છે. જ્યારથી મતલબ વર્ષ 2000માં ઝારખંડનું નિર્માણ થયું છે ત્યારથી આજ સુંધી એક મુદ્દાઓ છે. જેમાં બેરોજગારી, પલાયન, ભુખથી મોત, ખનીજ માફિયા, આદિવાસી અત્યાચાર, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દાઓ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે. ભાજપના મુખ્યમંત્રી રઘુવર દાસ પણ કોન્ટ્રોવર્સીયલ મુખ્યમંત્રી રહ્યા છે. તેમની સામે ઘણા આરોપો લાગ્યા છે. કેટલીક વાર તો એવા આરોપો લાગ્યા છે કે તેઓ હંમેશા નશામાં જ રહે છે! આ દરેક મુદ્દાઓએ ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પરિણામે ભાજપ સામે મહાગઢબંધન મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

આજ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. પર તું તે કેન્દ્રીય મુદ્દા આધારિત ચૂંટણી હતી અને વિધાનસભા ચૂંટણી હંમેશા રાજ્ય આધારિત અને સ્થાનિક મુદ્દે લડવામાં આવે છે. જ્યાં ભાજપ વિરુદ્ધનું વાતાવરણ હતું. તો ઝારખંડ ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોફી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નહોતી તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી અને આ વખતે સૌપ્રથમવાર પ્રિયંકા ગાંધી ને પણ પ્રચારમાં ઉત્તરવામાં આવ્યા હતા. તે જોતા કોંગ્રેસ દ્વારા પણ એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ સાથે ગઢબંધનમાં રહેલી જેએમએમ ના હેમંત સોરેન દ્વારા ઝારખંડમાં જબરદસ્ત મેહનત કરવામાં આવી છે. તેમનાં પિતા સિબ્બુ સોરેન પણ ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ઝારખંડમાં લોકલ રિપોર્ટ મુજબ જેએમએમ ગઢબંધન સરકાર બનાવી રહી છે અને મુખ્યમંત્રી માટે હેમંત સોરેન એ હાલ ખૂબ જ લોકપ્રિય ચહેરો માનવામાં આવી રહ્યો છે. હોવી જોવાનું એ રહ્યું કે આજે જનતા જનાર્દન શુ પરિણામ આપે છે. મહારાષ્ટ્રની જેવી પરિસ્થિતિ થશે તો ચોક્કસ ક્ષેત્રીય પાર્ટીઓ પોતાનો રોલ ભાવિ શકે છે. જેમાં આજશું અને જેવીએમ એ મહત્વની પાર્ટી સાબિત થઈ શકે છે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!