AhmedabadGujaratPolitics

હાર્દિક પટેલ ના બગડ્યા બોલ અબે સુન તું જીતના જુલમ કરેગા ઉતના હી મેં લડુંગા! પોલીસને પણ લીધી આડે હાથ જાણો!

ગઈ કાલે અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન ધરણા બાદ ખૂની ખેલ ખેલાયો હતો. એબીવીપી દ્વારા એનએસયુઆઈ ના કાર્યકરોને ધારદાર હથિયાર વડે ફટકારવામાં આવ્યા હતા. જોકે મીડિયાના કેમેરામાં ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે એબીવીપીના કાર્યકરોએ એનએસયુઆઈના કાર્યકરો પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલો પોલીસની સામે થયો હતો તો પણ પોલીસ મુકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી. આ સમયે ભાજપના મોટા નેતાઓ પણ હાજર હતા જેઓ કેમેરામાં પણ કેદ થઈ ગયા હતાં. આ વીડિયોમાં ભાજપના કેટલાક મોટા નેતાઓ તો મારપીટ કરતાં પણ નજરે ચડી રહ્યા છે. પોલીસની સામે થયેલા ગુનાહિત કૃત્ય બાબતે હાર્દિક પટેલ અને પ્રદેશ પ્રમુખે પોલીસને આડે હાથ લીધી હતી.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

આ અથડામણમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના નેતા નિખિલ સવાણી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના માથા માંથી લોહી વહી રહ્યું હતું આટલું ઓછું હોય તેમ પોલીસ અને મીડિયા કર્મીની હાજરીમાં તેમને લાકડી વડે એબીવીપી કાર્યકર્તા મારી રહ્યો હતો તે સ્પષ્ટ મીડિયાના કેમેરામાં જોઈ શકાતું હતું. આ શાંતિપૂર્વકના ધરણાએ હિંસક અને વિકરાળ રૂપ લઇ લીધું હતું. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પોલિસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે એબીવીપીના કાર્યકરો, ભાજપ નેતાઓ પર કોંગ્રેસ એનએસયુઆઈ ના કાર્યકરોએ ફરિયાદ પણ દાખલ કરી છે. તો ભાજપ દ્વારા પણ આ બાબતે આગળ કાર્યવાહી કરવામાં કરવામાં આવી રહી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રેસ કોંફરન્સ યોજવામાં આવી હતી અને ભાજપ વિરુદ્ધ આક્ષેપ કર્યો હતો કે “આ સુનિયોજિત કાવતરું હતું જે ભાજપ દ્વારા પહેલાથી તૈયાર કરીને હિંસા આચરવામાં આવી છે.” પોલીસની હાજરીમાં આ ઘટના બને અને પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને તમાશો જોવે તો પોલીસ પણ શંકના દાયરામાં છે. આ સાથે તેમણે પોલીસને પોતાનું કામ કરવાની પણ નસીહત આપી અને કહ્યું કે, “સરકારો તો આવશે અને જશે પરંતુ વ્યસ્થા તંત્રએ અને પોલીસે કોઈણ જાતની તરફાદારી કર્યા વગર નિષ્પક્ષ થઈને કામ કરવું જોઈએ.” પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઘાયલોની મુલાકાત લીધી હતી અને તમામ મદદની ખાતરી આપી હતી.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

બીજી તરફ હાર્દિક પટેલ પણ આ ઘટના બાદ સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં જેએનયુની ઘટના અંગે વિરોધ કરી રહેલા એનએસયુઆઈ કાર્યકરો પર એબીવીપી અને પોલીસે હુમલો કર્યો છે. આ હુમલામાં એનએસયુઆઈના જનરલ સેક્રેટરી નિખિલ સવાણી ખરાબ રીતે ઘાયલ થયા છે. ભાજપ અને પોલીસ વિદ્યાર્થીને ડરાવવાનું કામ કરી રહ્યા છે. આ ગાંધી અને સરદારની ભૂમિ છે. હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં માધ્યમ દ્વારા પણ આ બાબતે રોષ ઠાલવવામાં આવ્યો હતો. વધુમાં હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

કે, દેશની જનતા જાગૃત થઈ ગઈ છે, ભાજપ અને તેની સહિયોગી સંસ્થાઓ ડરી ગયા છે. દેશભરમાં સરકારનો વિરોધ કરી રહેલા નિર્દોષ લોકો પર ભાજપના લોકો દ્વારા જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. દેશમાં અરાજકતાનું વાતાવરણ છે. દેશમાં અઘોષિત કટોકટી અમલમાં આવી ગઈ છે. સુન તું જીતના જુલમ કરેગા ઉતના હી મેં લડુંગા. આ બાબતે હાર્દિક પટેલ દ્વારા ટ્વિટર પર ટ્વિટ પણ કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા પોલીસને પણ આડે હાથ લેવામાં આવી હતી.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાત પોલિસને આડે હાથ લેતાં હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત પોલીસને ખાખી પોષાકનો ઘમંડ હોય તો ઉતારીને ફેંકી દે. માથા પર લાગેલા અશોક સ્તંભનું અપમાન કરવાનું બંધ કરી દેવું જોઈએ. આજે જ્યારે એનએસયુઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ તમાશો જોઈ રહી હતી. સરકાર સાથે પોલીસ પણ પોતાની ફરજ અને કર્મ ભૂલી ગઈ છે. હાર્દિકે પોલીસને આડે હાથ લઈને પોલિસને પણ પોતાનું કામ કોઈ પણ જાતના પક્ષપાત કર્યા વગર કરવાનું જણાવ્યું હતું.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!