જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં 7 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન ધરણા યોજવામાં આવ્યા હતા પરંતુ આ અહિંસક વિરોધ પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયો હતો. ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ ના કાર્યકરોને ધારદાર હથિયાર વડે ફટકારવામાં આવ્યા હતા જેમાં એનએસયુઆઈ નેતા નિખિલ સવાણી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને આ આખે આખો ઘટનાક્રમ મીડિયાના કેમેરામાં કેદ થઈ ગયો હતો. મીડિયા કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે એબીવીપીના કાર્યકરોએ એનએસયુઆઈના કાર્યકરો પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલો પોલીસની સામે થયો હતો તો પણ પોલીસ મુકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી.
આ હુમલા સમયે ભાજપના મોટા નેતાઓ પણ હાજર હતા જેઓ કેમેરામાં પણ કેદ થઈ ગયા હતાં. આ વીડિયોમાં ભાજપના કેટલાક મોટા નેતાઓ તો મારપીટ કરતાં પણ નજરે ચડી રહ્યા છે. આ અથડામણમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના નેતા નિખિલ સવાણી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના માથા માંથી લોહી વહી રહ્યું હતું આટલું ઓછું હોય તેમ પોલીસ અને મીડિયા કર્મીની હાજરીમાં તેમને લાકડી વડે એબીવીપી કાર્યકર્તા મારી રહ્યો હતો તે સ્પષ્ટ મીડિયાના કેમેરામાં જોઈ શકાતું હતું. પરંતુ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતાં નોહતા. પોલીસ તેમને બચાવી રહી હોય તેમ પોલીસ દ્વારા હિંસા કરનાર એબીવીપીના કાર્યકરો સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એનએસયુઆઈ મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં નથી આવી રહી અને ભાજપના મોટા નેતાઓના નામ ફરિયાદ માંથી કાઢવા માટે ખોટું પ્રેશર કરવામાં આવી રહ્યું છે. નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, હું નિખિલ સવાણી અત્યારે હોસ્પિટલમાં છું. મારી પર થયેલા હુમલાને 24 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે પરંતુ પોલીસ દ્વારા હજું કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. અને મારા પર ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલનું નામ પાછું લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં નિખિલ સવાણીએ તંત્રને ધમકી આપતાં જણાવ્યું કે, હોસ્પિટલ બહાર પોલીસ અને એસ.આર.પી ભારે માત્રામાં તૈનાત કરવામાં આવી છે. અમારી પર હુમલો કરવાવાળાઓ પર FIR રજીસ્ટર કરવામાં નહીં આવે તો હું અસ્વસ્થ હાલતમાં અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ધરના પર બેસી જઈશ. નિખિલ સવાણીએ પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યો છે. પોલીસની હાજરીમાં બનેલ બનાવ હોવા છતાં પોલીસ ફરિયાદ કરી રહી નથી અને ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલનું નામ કઢાવવા માટે દબાણ કરી રહી છે. તેવા સરકાર પ્રેરિત દબાણના ગંભીર પ્રકારના આક્ષેપ નિખિલ સવાણી દ્વાર પોલીસ તંત્ર પર કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 7 જાન્યુઆરીના રોજ એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં એબીવીપીના કાર્યકરો દ્વારા ધારદાર હથિયારો દ્વારા એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એનએસયુઆઈ મહામંત્રી નિખિલ સવાણી ને માથાના ભાગે ભયંકર ઇજા થઇ છે અને ઘટના સમયે તે લોહીલુવાણ હાલતમાં હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે કોઈ ફરિયાદ કરવામાં ના આવતાં નિખિલ સવાણી એ ભાજપ પ્રેરિત ગુંડાઓને પોલીસ દ્વારા રક્ષણ મળી રહ્યું હોવાના આરોપ લગાવ્યા છે.
- આ પણ વાંચો
- હાર્દિક પટેલ ના બગડ્યા બોલ અબે સુન તું જીતના જુલમ કરેગા ઉતના હી મેં લડુંગા! પોલીસને પણ લીધી આડે હાથ જાણો!
- મહારાષ્ટ્રમાં ઘમાસાણ વચ્ચે સંજય રાઉત નો માસ્ટરપ્લાન! ભાજપ પણ અચંબિત! જાણો!
- 370 અયોધ્યા બાદ મોદી સરકાર સુપ્રીમકોર્ટ 2020માં આ મોટા મુદ્દાઓ પર કરશે કામ! જાણો!
- વિજય રૂપાણી રાજસ્થાન બાબતે અગ્રેસીવ ગુજરાત બાબતે ચૂપ? નીતિન પટેલને કશી ખબર નથી?
- ગુજરાત કોંગ્રેસ નવું માળખું થશે જાહેર! હાર્દિક સાથે આ યુવાનોને મળશે મહત્વ! જાણો!