હાલ ભાજપ ની સ્થિતિ નાજુક દેખાઈ રહી છે દેશમાં નાગરિકતા કાયદા મુદ્દે વિરોધનો વંટોળ છે તો ભાજપની કેટલીય સહયોગી પાર્ટીઓ પણ નાગરિકતા કાયદા મુદ્દે ભાજપ વિરોધી સુર ઉઠાવી રહ્યાં છે. પરંતુ ભાજપ પણ નાખવા તૈયાર નથી એટલર કોકડું વધારે ગૂંચવાતું જઇ રહ્યું છે. જો કે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપને રાહત આઓવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે કેજરીવાલ આ બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન આપતાં બચી રહયા છે એનું કારણ દિલ્લી વિધાનસભા ચૂંટણી હોઈ શકે છે. તો આજે વિપક્ષ દ્વાર બોલાવવામાં આવેલી મિટિંગમાં પણ આમ આદમી પાર્ટી હજાર નહીં રહે જે મુક સમર્થન અથવા ના સમર્થન ના વિરોધનું સૂચન કરે છે.
પરંતુ ભાજપ માટે માઠા સમાચાર આવી રહયા છે. નવેમ્બરમાં જે રાજ્યમાં ચુંટણી યોજાવા જઈ રહી છે તે રાજ્યમાં ભાજપની સહયોગી પાર્ટી પણ આ નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહી છે અને ભાજપને રાતા પાણીએ રોવડાવી રહી છે. વાત બિહારની છે. બિહારમાં જનતા દળ (યુ) નાગરિકતા કાયદાના સમર્થનમાં હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેડીયુના ઘણા નેતાઓના વિરોધી નિવેદન પણ આવી ગયા છે. ત્યારે નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરનું નિવેદન મહત્વનું માનવામાં આવે છે.
પ્રશાંત કિશોર દ્વારા આ પહેલા પણ પાર્ટી વિરોધી સુર આલાપી ચુક્યા છે અને હવે ફરી એક વખત પાર્ટીથી અલગ સુર આલાપ્યો છે. પતંતુ આ વખતે વાત વધારે ગંભીર થઈ ગઈ છે. આ વખતે પ્રશાંત કિશોરે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો છે અને બિહારમાં રાજકીય ગરમાં ગરમી વધી ગઈ છે. પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીના વિરોધમાં અવાજ ઉઠાવવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો હતો. ત્યારબાદ આ બાબતે બિહારમાં રાજકિય ચર્ચાનું ચકડોળ ચાલુ થઈ ગયું છે.
પ્રશાંત કિશોરનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે વિધાનસભા ચૂંટણીને 10 મહિના બાકી છે. આ પહેલા પણ પ્રશાંત કિશોર નિવેદન આપી ચુક્યા છે કે, જેડીયું એ ભાજપ કરતાં વધારે સીટો પર ચૂંટણી લડવી જોઈએ જે બાબતે પણ બબાલ થઈ હતી અને સુશીલકુમાર મોદી આમને સામને આવી ગયા હતા. ભાજપ અને જેડીયું ગઢબંધન પર હાલ તો પ્રશ્નાથ ચિહ્ન લાગી ગયું છે. અને ત્યારે પ્રશાંત કિશોર આ બાબતે મહત્વનો રોલ ભજવતા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ માટે બિહારની ચૂંટણી જીતવી અગત્યની છે કારણ કે, મહારાષ્ટ્ર અને ઝારખંડ બાદ ભાજપને બિહાર હારવું પોષાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરે નાગરિકતા કાયદા બાબતે ટ્વીટ કરી હતી કે, હું કોંગ્રેસના નેતૃત્વને અભિનંદન પાઠવું છે. સ્પષ્ટરૂપે નાગરિકતા કાયદો અને એનઆરસીનો અસ્વીકાર કરવા અને તેનો વિરોધ કરવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અભિનંદન. બિહારમાં આ કાયદાને લાગુ કરવા બાબતે પ્રશાંતે આગળ લખ્યું હતું કે, હું સૌને આશ્વાસન આપું છું કે બિહારમાં આ કાયદાને લાગુ કરવામાં નહીં આવે. જણાવી દઈએ કે પ્રશાંત કિશોર શરૂઆતથી પાર્ટી વિરોધી લાઇન લઈને નાગરિકતા કાયદા વિરૂદ્ધ નિવેદન આપી રહ્યા છે. આ બાબતે તેમણે સીએમ નીતિશકુમારને પણ આ મુદ્દે મૌન તોડીને મત સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
- આ પણ વાંચો
- હાર્દિક પટેલ ના બગડ્યા બોલ અબે સુન તું જીતના જુલમ કરેગા ઉતના હી મેં લડુંગા! પોલીસને પણ લીધી આડે હાથ જાણો!
- મહારાષ્ટ્રમાં ઘમાસાણ વચ્ચે સંજય રાઉત નો માસ્ટરપ્લાન! ભાજપ પણ અચંબિત! જાણો!
- 370 અયોધ્યા બાદ મોદી સરકાર સુપ્રીમકોર્ટ 2020માં આ મોટા મુદ્દાઓ પર કરશે કામ! જાણો!
- વિજય રૂપાણી રાજસ્થાન બાબતે અગ્રેસીવ ગુજરાત બાબતે ચૂપ? નીતિન પટેલને કશી ખબર નથી?
- ગુજરાત કોંગ્રેસ નવું માળખું થશે જાહેર! હાર્દિક સાથે આ યુવાનોને મળશે મહત્વ! જાણો!