IndiaPolitics

ભાજપ કોંગ્રેસનો પ્લાન કેજરીવાલ ને જીતવાના પડી શકે છે ફાંફા! જાણો!

દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આચાર સંહિતા લાગી ચુકી છે. આમ આદમી પર્ટીએ એ 70 વિધાનસભા સીટ પર ઉમેદવારો જાહેર પણ કરી દીધા છે. જ્યારે ભાજપ કોંગ્રેસ હજુ કોર કમિટીની મિટિંગ માં વ્યસ્ત છે. પરંતુ આજે સાંજ સુંધીમાં કે મોડી રાત સુંધીમાં બંને પર્ટીઓના ઉમેદવારો પણ જાહેર થઈ જશે. ભાજપ દ્વારા ઉમેદવાર ભલે જાહેર કર્યા ના હોય પરંતુ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ડિસેમ્બરમાં જ શરૂ કરી દીધો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા દિલ્લીમાં વોર રૂમ બનાવવામાં આવ્યો છે. આવખતે કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટી અને ભાજપને મજબૂત ટક્કર આપવાના મૂડમાં છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

હાલ જોઈએ તો ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિ માં હતી એટલે કે 70 વિધાનસભા સીટ પરથી 67 સીટ પર વિજય મેળવ્યો હતો. ભાજપને 3 સીટ મળી હતી તો કોંગ્રેસ ઇતિહાસમાં પહેલીવાર 0 સીટ પર હતી. આવખતે કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે અને મજબૂત ફાઈટ આપવાના મૂડમાં છે. ભાજપ પણ આવખતે 3ની 30 સીટ કરવાની તૈયારી કરી રહી છે. દિલ્લીમાં મુખ્ય મુદ્દામાં પ્રદુષણ અને મોંઘવારી છે પ્રદુષણ મુદ્દે આમ આદમી પાર્ટી તો મોંઘવારી મુદ્દે ભાજપ ઘેરાઈ શકે છે આ સાથે અન્ય લોકલ મુદ્દાઓ પણ છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને પછાડવા માટે યોજના બનાવી રહી છે. ભાજપ દ્વારા અરવિંદ કેજરીવાલ સામે દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ પ્રધાન સ્વ. સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીને મેદાનમાં ઉતારી શકે છે જ્યારે કોંગ્રેસ દ્વારા દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શીલા દીક્ષિતના પુત્રી લતીકાને ઉતારી શકે છે. સુત્રોનું માનીએ તો દિલ્લીની હાઈ પ્રોફાઈલ બેઠક નવી દિલ્હી પર રોમાંચક જંગ જોવા મળી શકે છે. આ સીટ પરથી સી.એમ. કેજરીવાલને હરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રીઓની પુત્રીઓને મેદાને ઉતારીને કેજરીવાલ ની આસન જીતને કઠણ પગદંડી સમાન બનાવી શકે છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ શીલા દીક્ષિતની દીકરીને જયારે ભાજપ સુષ્મા સ્વરાજની દીકરીને ઉતારવાનું મન બનાવી ચુકી છે. પરંતુ જો શીલા દીક્ષિતના પુત્રી ચૂંટણી લડવા માટે ના પાડે તો કોંગ્રેસ જંગને વધારે રોચક બનાવવા માટે અરવિંદ કેજરીવાલ સામે અલકા લાંબાને ટિકિટ આપી શકે છે. અલકા લાંબા કોંગ્રેસ માંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ચાંદની ચોકથી ગત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા ત્યારે બાદ છેલ્લા એક વર્ષથી રાજીનામુ આપીને કોંગ્રેસમાં પાછા ફર્યા છે. ભાજપ દ્વારા લગભગ લગભગ બાંસુરીની ઉમેદવારી નક્કી માનવમાં આવે છે જે આજે સાંજે અથવા મોડી રાત સુંધી ફાઇનલ થઈ જશે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાલમાં અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી મજબૂત દેખાઈ રહી છે પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થાય એટલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગત વિધાનસભા ચુંટણી કરતાં આમ આદમી પાર્ટીની સીટ ઘટશે એ નક્કી છે ગત વિધાનસભામાં 70 માંથી 67 સીટ આમ આદમી પાર્ટી પાસે હતી અને 3 ભાજપ પાસે જ્યારે કોંગ્રેસ 0 પર સમેટાઈ ગઈ હતી. આ વખતે ભાજપ 3ની 30 કરવાના મૂડમાં છે તો કોંગ્રેસ 0થી આગળ વધીને ડબલ ડિજિટમાં આવવાની ભરપૂર તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસ દ્વારા વધારેમાં વધારે યુવાનોને ટિકિટ આપવામાં આવી શકે છે સિનિયર નેતાઓને પણ ચુંટણી લડવા માટે જણાવવામાં આવ્યું છે. જે આજે સાંજે કે મોડી રાત્રે સ્પષ્ટ થઈ જશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!