GujaratPolitics

ભાજપના આ યુવા નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે! હાઇકોર્ટમાં થઈ અરજી! જાણો!

ગત 7 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા દિલ્લીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાના વિરોધમાં ધારણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. આ શાંતિપૂર્ણ ધારણા પ્રદર્શન જોત જોતામાં હિંસક બન્યું હતું અને એબીવીપી એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જેમાં એબીવીપીના કાર્યકરો દ્વારા એનએસયુઆઈના કાર્યકરોને લાકડી અને પાઇપ દ્વારા મરણતોલ માર મારવામાં આવ્યો હતો. જે બાબતે ભાજપ અને કોંગ્રેસ અમને સામને આવી ગયા છે અને ફરિયાદોનો દોર ચાલુ થઈ ગયો છે. ભાજપ દ્વારા દબાણ કરીને એનએસયુઆઈના નેતા નિખિલ સવાણી ને ફરિયાદ માં નેતાઓના નામ ના જોડવાનું દબાણ કરાઈ રહ્યું હતું.

નિખિલ સવાણી
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતે નિખિલ સવાણી ગંભીર રીતે ઘાયલ થયેલા અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પણ એનએસયુઆઈ નેતા નિખિલ સવાણીએ ઘટનાને 24 કલાક વીત્યા બાદ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાઓ નામ જોડાવામાં ના આવે. તે વખતે પણ નિખિલ સવાણી એ ભાજપ અને પોલીસ પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, હું નિખિલ સવાણી અત્યારે હોસ્પિટલમાં છું. મારી પર થયેલા હુમલાને 24 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે પરંતુ પોલીસ દ્વારા હજું કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. અને મારા પર ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલનું નામ પાછું લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.

નિખિલ સવાણી
ફોટો સોશિયલ મીડિયા

ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીના દબાણમાં આવીને પોલીસ તંત્ર દ્વારા ભાજપના નેતાઓને બચાવવા માટે કેટલો પણ પ્રયત્ન કરે પણ અમે છેલ્લે સુંધી લડશું. નામદાર હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને ગુનેગારો પર કડક કાર્યવાહી કરશું. ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે જો પોલીસ દ્વારા નિખિલ સવાણીની ફરિયાદ લેવામાં નઈ આવે તો. અંતે પોલીસે ફરિયાદ ના લેતા નિખિલ સવાણી એ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. આ અરજીમાં એસઆઇટીની રચના કરવાની દાદ મંગવામાં આવી છે.

નિખિલ સવાણી
ફોટો સોશિયલ મીડિયા

નિખિલ સવાણી એ આ સમગ્ર મામલે પોતાની અરજીમાં પોતાના પર જીવલેણ હુમલો થયો હોવાના ઉલ્લેખ સાથે એસઆઈટીની રચના કરવાની માંગણી કરી છે. તેમજ કલમ 307 હેઠળ ગુનો નોંધવા માટેની દાદ મંગવામાં આવી છે. આ અરજીમાં પ્રદીપ સિંહ વાઘેલા, ઋત્વિજ પટેલ, ચિરાગ મહેતા દ્વારા હુમલો કરાયો હોવાના નિખિલ સવાણીએ આક્ષેપ કર્યો છે. એક તરફ ભાજપ નેતાઓ અને પોલીસ દ્વારા નિખિલ સવાણીને ફરિયાદમાં ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલાનું નામ ના જોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે નિખિલ સવાણીનું આ પગલું ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલાની મુશ્કેલી વધારી શકે છે.

નિખિલ સવાણી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 7 જાન્યુઆરીના રોજ એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં એબીવીપીના કાર્યકરો દ્વારા ધારદાર હથિયારો દ્વારા એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એનએસયુઆઈ મહામંત્રી નિખિલ સવાણીને માથાના ભાગે ભયંકર ઇજા થઇ હતી અને ઘટના સમયે તે લોહીલુવાણ હાલતમાં હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે કોઈ ફરિયાદ કરવામાં ના આવતાં નિખિલ સવાણીએ ભાજપ પ્રેરિત ગુંડાઓને પોલીસ દ્વારા રક્ષણ મળી રહ્યું હોવાના આરોપ પણ લગાવ્યા હતા.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!