IndiaPolitics

CAA કારણે ભાજપમાં મોટું ભંગાણ! સહયોગી પાર્ટીએ ચૂંટણી લડવાનો પણ કર્યો ઈન્કાર!

CAA મુદ્દે ભાજપ ગઢબંધન એનડીએમાં આંતરિક ખેંચતાણ વધી જવા પામી છે. દેશમાં નાગરિકતા કાયદા મુદ્દે વિરોધનો વંટોળ છે તો ભાજપની કેટલીય સહયોગી પાર્ટીઓ પણ નાગરિકતા કાયદા મુદ્દે ભાજપ વિરોધી સુર ઉઠાવી રહ્યાં છે. પરંતુ ભાજપ પણ નાખવા તૈયાર નથી એટલે કોકડું વધારે ગૂંચવાતું જઇ રહ્યું છે. જો કે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપને રાહત આઓવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે કેજરીવાલ આ બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન આપતાં બચી રહયા છે એનું કારણ દિલ્લી વિધાનસભા ચૂંટણી હોઈ શકે છે.

CAA
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ ભાજપ ગઢબંધનની પાર્ટીઓ ભાજપને ઝટકા ઉપર ઝાટકો આપી રહી છે. પહેલા બિહારમાં જેડીયું એ પણ ઝાટકો આપ્યો અને ત્યાં પણ ગઢબંધનની સહયોગી પાર્ટી ભાજપના આ નિર્ણય સાથે નથી ત્યારે ભાજપને એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિનું નિર્માણ થાય રહ્યું છે. પરંતુ ભાજપ હાલ નમતું જોખવાના પક્ષમાં નથી. જે ભાજપ માટે જ નુકશાન કરતાં અને આત્મઘાતી પગલું સાબિત થઈ શકે છે જે રીતે એક પછી એક રાજ્યો ભાજપ પાસેથી જતા જાય છે તે જોતા તો ક્ષેત્રિય પર્ટી સાથે તાલમેલ સાધવો ભાજપ માટે ફાયદા કારક છે.

CAA
ફોટો સોશિયલ મીડિયા

CAA ના મુદ્દે ભાજપને વધુ એક ઝાટકો આપનાર બીજુ કોઈ નહીં પરંતુ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલી અને ભાજપના સમર્થનથી પંજાબમાં સરકાર બનાયેલી શિરોમણી અકાલી દળ છે. શિરોમણી અકાલી દળને ભાજપનું મજબૂત સમર્થક અને સહયોગી માનવામાં આવે છે પરંતુ હવે તેમણે પણ ભાજપના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિંહે સિરસાએ કહ્યું હતું કે, અમે ધર્મના આધાર પર ભેદભાવ નહીં થવા દઇએ. અમે CAAનું સમર્થન કરતા હતા પરંતુ કોઇ ધર્મના વિરુદ્ધ ન જઇ શકીએ.

CAA
ફોટો સોશિયલ મીડિયા

મનજિંદર સિંહ સિરસાએ વધુમાં જણાવ્યું હતું કે, શિરોમણી અકાલી દળ તરીકે અમારૂ ભાજપની સાથે વર્ષો જુનું ગઠબંધન છે પરંતુ ગત દિવસોએ અમારા નેતા સુખબીરસિંહ બાદલના CAA પરના સ્ટેન્ડને જોતા અમે દિલ્લી વિધાનસભા ચૂંટણી પણ નહીં લડવાનો નિર્ણય લીધો છે. અમારી ગત બે ત્રણ દિવસથી ભાજપ સાથે આ બાબતે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અમે પોતાના વલણ પર સ્પષ્ટ છીએ અને પાછળ હટવા તૈયાર નથી. આજ કારણે અમારા નેતાના આદેશ પર દિલ્હીમાં શિરોમણી અકાલી દળ વિધાનસભા ચૂંટણી નહીં લડે. આ નિર્ણય અમે ટિકિટને લઈને નહીં પરંતુ CAA ને લઇને લીધો છે.

CAA
ફોટો સોશિયલ મીડિયા

જોકે ભાજપને રાહત ત્યારે થઈ જ્યારે મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે ભાજપ સાથે ગઠબંધન પહેલાની જેમ ચાલતુ રહેશે અને અમે એનડીએના ઘટક દળ તરીકે સાથે રહીશું. પરંતુ શિરોમણી અકાલી દળ એ ભાજપનું વર્ષો જૂનું સહયોગી છે અને તેના દ્વારા જો ભાજપના નિર્ણયનો વિરોધ કરવામાં આવે તો ભાજપ માટે મુશ્કેલીમાં વધારોજ છે અને વિપક્ષને વધારે સમર્થન મળતું જઈ રહ્યું છે. CAA મુદ્દે ભાજપ ચારેબાજુથી ઘેરાઈ ગયું છે અને આમાંથી નીકળવાનો માર્ગ હાલ તલાશી રહ્યું છે પરંતુ કોકડું વધારે જ ગૂંચવાઇ ગયું છે કારણ કે ભાજપે પોતાની સહયોગી દળોને વિશ્વાસમાં લીધા વગર આ પગલું ભર્યું છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, દિલ્લીમાં 3 સીટ માંથી એક સીટ શિરોમણી અકાલી દળ જીત્યું હતું અને ખુદ મનજિંદર સિંહ સિરસા ધારાસભ્ય રહ્યા છે પરંતુ આ વિધાનસભામાં તેઓ પણ પાર્ટીના નિર્ણયને મહત્વ આપીને ચુંટણી નહીં લડવાની જાહેરાત કરી ચુક્યા છે. જોકે શિરોમણી અકાલી દળની દિલ્લી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરતથી ફાયદો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વધારે થશે કરણ કે શિરોમણી અકાલી દળ દિલ્લીમાં આ બંને પાર્ટીના વોટ કાપતી આવી છે. આ નિર્ણય ભાજપ માટે તો આઘાત સમાન જ છે ભાજપના ખેમાં માંથી એક પછી એક સહયોગીઓ વિખેરાતી જઈ રહી છે. ભાજપ દ્વારા કોઈ ઠોસ પગલાં ઉઠાવવમાં નઈ આવે તો આગળ જતાં કપરા ચઢાણ તો છે જ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!