IndiaPolitics

અમિત શાહ કેજરીવાલ આમને સામને! ભાજપનો આંતરિક સર્વે પરિણામ ચોંકાવનારું! જાણો!

જેમ જેમ દિલ્લીમાં મતદાન દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમાં ગરમી વધી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમને સામને છે. અને દિલ્લીમાં આ વખતે કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવેલા મજબૂત ઉમેદવારોના કારણે જંગ ત્રીપંખીયો થઈ ગયો છે. ભાજપના પ્રચારની કમાન અમિત શાહ એ થામી લીધી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોટી રેલી સંબોધી શકે છે. અમિત શાહે અરવિંદ કેજરીવાલને ઘેરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ અરવિંદ કેજરીવાલ દ્વારા અમિત શાહને જબરદસ્ત જવાબ આપ્યો હતો.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

અમિત શાહના દિલ્લીમાં સીસીટીવી, વાઇફાઇ અને અન્ય રાજકીય નિવેદન બાદ ગરમાયેલા રાજકારણના વાતાવરણને ભાંપી લઈને તરત જ મુદ્દાને પકડીને કેજરીવાલે અમિત શાહને તેમની જ ચાલમાં ફસાવી દીધા છે. અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવા આવેલા નિવેદન બાબતે તેમના નામ જોગ એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં અરવિંદ કેજરીવાલે અમિત શાહના તમામ આક્ષેપોના જવાબ આપીને તેમને જ સવાલ પૂછી નાખ્યા છે જે બાબતે ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. આ પાંચ મિનિટનો વિડીયો ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થયો છે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા આ વીડિયોમાં જણાવ્યું છે કે, “અમિત શાહ દરરોજ આવે છે અને દિલ્હીવાસીઓની મહેનતની મજાક ઉડાવે છે. ક્યારેક તેઓ કહે છે કે CCTV લગાવેલા નથી. દિલ્હીવાસીઓએ દિલ્હીમાં બે લાખ કેમેરા લગાવ્યા છે અને તમે કેટલા લગાવ્યા છે? આ વર્ષે અમારી સરકારી શાળાઓનું પરિણામ 96 ટકા આવ્યું છે. તમારી સરકાર દ્વારા થયેલી કામગીરી તમે ગણાવશો તો વધુ સારું થશે.” અરવિંદ કેજરીવાલે અમિત શાહને જ કઠેડામાં લાવી દીધા હતા અને એવા સવાલો પૂછ્યા હતા કે જેનો જવાબ હાલ ભાજપ પાસે નથી.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

આ વિડીયોમાં કેજરીવાલે મોંઘવારી અને દિલ્લીના લોકલ મુદ્દાઓ સાથે ભાજપને અને અમિત શાહને ઘેરતા કહ્યું છે કે, “તમારા લોકો દિલ્હીના લોકોને બિકાઉ કહે છે કારણ કે દિલ્હીમાં લોકોને મફત વીજળી, મફત પાણી, મફત બસ સેવા અને મફત હોસ્પિટલ મળી રહી છે. કેમ? તમારી કેન્દ્ર સરકારને કારણે દેશમાં એટલી મોંઘવારી છે કે સામાન્ય માણસનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. જો દિલ્હી સરકારે તેમને રાહત આપવા માટે થોડી વીજળી અને પાણી મફત આપ્યું તો દિલ્હીના લોકો બિકાઉ થઇ ગયા? આ તો બરાબર નથી.” કેજરીવાલ દ્વારા ડાયરેક ભાજપના દિલમાં ડામ આપવાની કોશિશ કરવામાં આવી છે જેમાં તેઓ સફળ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

અંતે અરવિંદ કેજરીવાલે દિલ્લીને પરિવાર બતાવીને દિલ્લી વિરુદ્ધ ભાજપનો મુકાબલો બનાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા અને કહ્યું છે કે, “અમે દિલ્હીના બે કરોડ લોકો એક પરિવાર જેવા છીએ, પછી ભલે તે કોઈ પણ પક્ષના હોય. અમે બધા એક બીજાના સુખ અને દુખમાં સાથે કામ કરીએ છીએ. સાથે મળીને અમે દિલ્હીને શણગારીએ છીએ. અમિત શાહ, હું આશા રાખું છું કે તમે હવે દિલ્હીના લોકોની મહેનત અને સિદ્ધિઓનું અપમાન નહીં કરો.” કેટલાક રાજનૈતિક પંડિતો માને છે કે દિલ્લીમાં અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ફોક્સ કરવાની જરૂર છે જ્યારે અમિત શાહ દ્વારા ઉઠાવવામાં આવેલા સીસીટીવી, વાઇફાઇ અને મફત વીજળી, પાણી જેવા મુદ્દા ભાજપને બેકફાયર થઇ શકે છે અને આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થશે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે દિલ્લીમાં અત્યંત ખાનગી ઢબે એક આંતરિક સર્વે કરાવ્યો છે. જે સર્વેમાં દિલ્લી વિધાનસભાની દરેક બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વે પ્રમાણે ભાજપને દિલ્લીમાં 70 વિધાનસભા બેઠક માંથી 40 જેટલી વિધાનસભા બેઠકો મળી શકે છે. ભાજપ નેતા મનોજ તિવારી એ જણાવ્યું હતું કે ભાજપ 47 જેટલી બેઠક જીતી શકે છે. અને આ વખતે દિલ્લીમાં ભાજપ સરકાર બનાવશે એ નક્કી છે. ભાજપના આંતરિક સર્વેમાં આમતો ભાજપને સરકાર બનાવતી દેખાય છે પરંતુ દિલ્લીનો માહોલ જોતા કઈં પણ બની શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!