CAA મુદ્દે ભાજપ ગઢબંધન એનડીએમાં આંતરિક ખેંચતાણ વધી જવા પામી છે. દેશમાં નાગરિકતા કાયદા મુદ્દે વિરોધનો વંટોળ છે તો ભાજપની કેટલીય સહયોગી પાર્ટીઓ પણ નાગરિકતા કાયદા મુદ્દે ભાજપ વિરોધી સુર ઉઠાવી રહ્યાં છે. પરંતુ ભાજપ પણ નમતું જોખવા તૈયાર નથી એટલે કોકડું વધારે ગૂંચવાતું જઇ રહ્યું છે. જો કે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપને રાહત આઓવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે કેજરીવાલ આ બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન આપતાં બચી રહયા છે એનું કારણ દિલ્લી વિધાનસભા ચૂંટણી હોઈ શકે છે.
પરંતુ ભાજપ ગઢબંધનની પાર્ટીઓ ભાજપને ઝટકા ઉપર ઝાટકો આપી રહી છે. પહેલા બિહારમાં જેડીયું એ પણ ઝટકો આપ્યો હતો અને ત્યાં પણ ગઢબંધનની સહયોગી પાર્ટી ભાજપના આ નિર્ણય સાથે નથી તેવું જણાવ્યું હતું પરંતુ જનતા દળ યુનાઇટેડ દ્વારા પ્રશાંત કિશોર અને પવન વર્માને સસ્પેન્ડ કરવામાં આવતાં કદાચ આ બાબતે પાર્ટીનું સત્તાવાર સ્ટેન્ડ બદલાય તો નવાઈ નહીં. હાલ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. પરંતુ ભાજપ આ બાબતે નમતું જોખવાના પક્ષમાં નથી. જે ભાજપ માટે જ નુકશાન કરતાં અને આત્મઘાતી પગલું સાબિત થઈ શકે છે. જે રીતે એક પછી એક રાજ્યો ભાજપ પાસેથી જતા જાય છે તે જોતા તો ક્ષેત્રિય પર્ટી સાથે તાલમેલ સાધવો ભાજપ માટે ફાયદા કારક છે.
CAA ના મુદ્દે ભાજપને વધુ એક ઝાટકો આપનાર બીજુ કોઈ નહીં પરંતુ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલી અને ભાજપના સમર્થનથી પંજાબમાં સરકાર બનાયેલી શિરોમણી અકાલી દળ છે. શિરોમણી અકાલી દળને ભાજપનું મજબૂત સમર્થક અને સહયોગી માનવામાં આવે છે પરંતુ તેમણે થોડા સમય અગાઉ ભાજપના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને દિલ્લી વિધાનસભા ચૂંટણી પણ લડવાની ના પાડી હતી પરંતુ આટલા દિવસમાં પરિસ્થિતિમાં શું બદલાવ આવ્યો કે ગઈ કાલે શિરોમણી અકાલી દળ દ્વારા પ્રેસ કરીને ભાજપને સાથ આપવાનો નિર્ણય લીધો હતો.
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે બુધવારે પ્રેસ વાર્તા યોજી જાહેરાત કરી હતી. આ પ્રેસ વાર્તામાં શિરોમણી અકાલી દળે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. શિરોમણી અકાલી દળ દ્વારા યોજવામાં આવેલી આ પ્રેસ કોન્ફરન્સમાં નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. સુખબીર બાદલે કહ્યું હતું કે, ભાજપ નેતૃત્વ જેવું કહેશે, તેવું જ અમારી પંજાબ અને દિલ્હી કમિટી કામ કરશે. ભાજપ અને શિરોમણી અકાલી દળના ગઢબંધન બાબતે તેમણે જણાવ્યું હતું કે, અમારું ગઢબંધન કોઈ રાજકીય ગઠબંધન નથી પરંતુ ભાવનાત્મક ગઠબંધન છે. જે પંજાબના શિખ લોકોના હિતમાં છે.
બુધવારે શિરોમણી અકાલી દળ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ વાર્તામાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હજાર રહ્યા હતા અને તેમણે પણ આ બાબતે શિરોમણી અકાલી દળનો આભાર માનતા જણાવ્યું હતું કે, “હું શિરોમણી અકાલી દળનો આભાર માનું છું કે, તેમણે દિલ્હીમાં સાથે મળી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. અકાલી દળ સાથે અમારે જૂનો નાતો છે. અમે સુખબીર બાદલના આભારી છીએ.” અંતે થોડા દિવસ પહેલા CAA બાબતે વિરોધ કરનાર શિરોમણી અકાલી દળ દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવતાં નિરાશાના સમયમાં ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા થોડા સમય અગાઉ શિરોમણી અકાલી દળ દ્વારા CAAના વિરોધમાં ભાજપ સાથે દિલ્લી વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. એ વખતે શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિંહે સિરસાએ પ્રેસ વાર્તા યોજીને કહ્યું હતું કે, અમારૂ ભાજપની સાથે જુનું ગઠબંધન છે પરંતુ ગત દિવસોએ અમારા નેતા સુખબીરસિંહ બાદલના CAA પરના સ્ટેન્ડને જોતા અમે દિલ્લી વિધાનસભા ચૂંટણી પણ નહીં લડવાનો નિર્ણય લીધો છે. અમે ધર્મના આધાર પર ભેદભાવ નહીં થવા દઇએ. અમે CAAનું સમર્થન કરતા હતા પરંતુ કોઇ ધર્મના વિરુદ્ધ ન જઇ શકીએ. તેવું જણાવ્યું હતું પરંતુ હાલ શિરોમણી અકાલી દળ દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવતા ઘી ના ઠામમાં ઘી પડ્યું છે.
- આ પણ વાંચો
- ગુજરાત ભાજપ માં ઉકળતા ચરું જેવી સ્થિતિ! આંતરિક વિદ્રોહની ફોજ મોટી થતી જઇ રહી છે! જાણો!
- અમિત શાહ કેજરીવાલ આમને સામને! ભાજપનો આંતરિક સર્વે પરિણામ ચોંકાવનારું! જાણો!
- કોઈ સામે ના ઝુકનાર ભાજપ કેતન ઈનામદાર સામે કેમ ઝૂકી અને મનામણા કર્યા? જાણો!
- ગુજરાત ભાજપ મોટાપાયે ડખો! કેતન ઇનામદાર જ નહીં, આ ધારાસભ્યો પણ..!
- જો વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી બને તો ગુજરાત મુખ્યમંત્રી કોણ બનશે? જાણો!