IndiaPolitics

કેજરીવાલની આ સ્ટ્રેટેજી સામે ભાજપના ચાણક્ય થયા પરાસ્ત તોડ્યો દમ! જાણો!

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જબરદસ્ત ફોર્મમાં હતા. શરૂઆતમાં દિલ્લી વિધાનસભા ચૂંટણીનો જંગ ત્રિપંખીયો દેખાઈ રહ્યો હતો પરંતુ ગઈકાલે આવેલા ચોંકાવનારા પરિણામ બાદ કહી શકાય કે દિલ્લીની જનતાએ એક તરફી મતદાન કરીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર ફરી વિશ્વાસ મૂકીને દિલ્લીની ગાદી પર બેસાડ્યા છે. તો દિલકીએ ભાજપના ચાણક્ય ને બહારનો રસ્તો બતાવી દીધો છે. ગઈ કાલે આવેલા દિલ્લી વિધાનસભા ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને 63 બેઠક, ભાજપને 7 બેઠક, તો કોંગ્રેસને આ વખતે પણ શૂન્ય બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલ જેટલા જુસ્સા સાથે લડી રહ્યા હતા તેટલાજ જુસ્સા સાથે દિલીની જનતાએ તેમની પર ફરી વિશ્વાસ મુક્યો છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ ભાજપના ચાણક્ય ગણવામાં આવતાં અમિત શાહની સ્ટ્રેટેજી ફેલ કેવી રીતે થઈ અને અરવિંદ કેજરીવાલ તરફે એકતરફી મતદાન કેમનું થયું તે જાણવું વધારે મહત્વનું છે. અરવિંદ કેજરીવાલ દ્વારા જબરદસ્ત રણનીતિ ઘડવામાં આવી જેમાં ખુદ ભાજપ પોતાની જાળમાં ફસાઈ ગયુ. કેજરીવાલની આ સ્ટ્રેટેજી કોઈ સમજી શક્યું નહીં. ભાજપ દ્વારા મતોનું ધ્રુવીકરણ કરવાના ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તમામ રણનીતિ નિષ્ફળ ગઈ. અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપ દ્વારા જે વ્યૂહરચના બનાવવામાં આવી હતી તેજ વીંધી નાખવામાં આવી હતી. ભાજપનું દિલ્લી વિધાનસભાનું આખું કેમ્પઈન જોવો તો તે નેગેટિવ હતું જ્યારે કેજરીવાલનું કેમ્પઈન પોઝિટિવ હતું.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

કેજરીવાલને ઘેરવા માટે ખુદ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અનેક ભાષણો નિવેદનો આપવામાં આવ્યા કેજરીવાલ દ્વારા આ તમામ ભાષણો નિવેદનો બાબતે ખુલાસા કરવાને બદલે અમિત શાહને જ પડકાર આપ્યો. અમિત શાહ દ્વારા સીસીટીવી અને ફ્રી વાઇફાઇના મુદ્દાઓ ઉઠાવવામાં તો અરવિંદ કેજરીવાલ દ્વારા આંકડા બતાવીને તેમના આ સવાલનો છેદ ઉડાડી દેવામાં આવ્યો. ભાજપના કેટલાક નેતાઓ દ્વારા નિવેદન કરવામાં આવ્યા કે મફત વીજળી અને પાણી એ બોગસ અને ગેરમાર્ગે દોરનારું વચન છે તો આ બાબતે લોકોએ જવાબ આપ્યો કે અમે આ સુવિધાનો લાભ લીધો છે!

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

અરવિંદ કેજરીવાલને શાહીનબાગ બાબતે ઘેરવામાં આવ્યા જેમાં કહેવામાં આવ્યું કે અરવિંદ કેજરીવાલ દ્વારા શાહીનબાગનું સંચાલન થાય છે, અને ભાજપ આ બાબતે છેક ચૂંટણી પંચ સમક્ષ પણ પહોંચ્યું અને શાહીનબાગમાં થતો ખર્ચ અરવિંદ કેજરીવાલના ખાતે નોંધવા જણાવ્યું હતું પરંતુ કેજરીવાલે અહીંયા પણ ભાજપના ચાણક્ય ને પરાસ્ત કરવા માસ્ટરસ્ટ્રોક રમ્યો અને શાહીનબાગ વિશે એક શબ્દ પણ ના બોલ્યા. કારણ કે કેજરીવાલને ખબર હતી કે કોંગ્રેસ રેસમાં નથી, શાહીનબાગ ખાતે ઉમડેલી ભીડના વોટ ભાજપને જવાના નથી અને કશું બોલ્યા વગર આ વોટ આમ આદમી પાર્ટીને જ મળવાના છે. કેજરીવાલની ચૂપ્પી અને ભાજપની મૂર્ખામી આમ આદમી પાર્ટીને દિલ્લીમાં વધારે મજબૂત કરી ગઈ.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

ભાજપના ચાણક્ય અમિત શાહ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓ, મુખ્યમંત્રીઓ દ્વારા લોકલ મુદ્દાને બદલે પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370, એન.આર.સી., સીએએ, શાહીનબાગ જેવા મુદ્દાને પ્રાધાન્ય આપ્યું. લોકલ મુદ્દામાં અને કેજરીવાલની યોજનાઓમાં કોઈ છેદ ના શોધી શક્યા. કેજરીવાલની સ્ટ્રેટેજીને સમજી ના શક્યા. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શાહીનબાગ શાહીનબાગ કરતા રહ્યા અને વોટ સીધા કેજરીવાલને મળ્યા. કેજરીવાલ દ્વારા પોતાની યોજનાઓ અને આગામી યોજનાઓ વિશે ભરપૂર પ્રચાર કર્યો, લોકોને પૈસા, દારૂ વહેંચવાના બદલે જનતા સુંધી પહોંચવા ભરપૂર એડવોટાઇઝ મેનેજ કરી. પ્રચાર પ્રસારમાં વધારે નાણાં ખર્ચ્યા અને લોકો સુંધી સીધો સંવાદ કર્યો. ભાજપના ચાણક્ય અમિત શાહ આમ આદમી પાર્ટી જેટલો પ્રચાર પ્રસાર કરવામાં નિષ્ફળ ગયા.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપના ચાણક્ય ગણવામાં આવતાં અમિત શાહ આટલા મોટા રણનીતિકાર અને વર્ષોના વર્ષોનો અનુભવ હોવા છતાં એક સામાન્ય અધિકારી માંથી દિલ્લીના ત્રીજી વખત મુખ્યમંત્રી બનનારા અરવિંદ કેજરીવાલ સામે પરાસ્ત થઈ ગયા તે નવાઈની વાત છે. પરંતુ અચંબિત તો ત્યારે થઈ ગયા જ્યારે ભાજપનું શીર્ષ નેતૃત્વ કેજરીવાલની જાળમાં ફસાઈ ગયું અને શું કરવું શું બોલવું એ અંગે અસમંજસમાં જ રહ્યા અને જે ફાવે તેમ બોલ્યા. સૌથી મોટો ફટકો યોગી આદિત્યનાથની સભાઓનો પણ થયો જયાં આદિત્યનાથ દ્વારા સભા કરવામાં આવી ત્યાં આમ આદમી પાર્ટી જીતી. આમ આદમી પાર્ટીમાં અમાનતુલ્લા ખાન તો સૌથી વધારે માર્જિનથી જીત્યા.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!