GujaratPolitics

ભાજપે 2014માં જીતેલી બેઠક કોંગ્રેસ આંચકી લેશે? અમિત શાહના ટેન્શનમા વધારો!

હાલ ભાજપની દશા બેઠી છે રોજ નવો વિવાવદ જન્મે છે તો એક પછી એક ચુંટણીઓમાં પરાજય મહારાષ્ટ્ર, ઝારખંડ બાદ હાલમાં જ દિલ્લીમાં પણ ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો છે. દિલ્હલી બાદ હવે બિહારમાં પણ વિધાનસભા ચુંટણીઓ આવી રહી છે પરંતુ તે પહેલા ભાજપના ગઢ ગણવામાં આવતા ગુજરાતમાં ગાબડું પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં પણ ચૂંટણી આવી રહી છે બિહાર પહેલા ગુજરાતમાં રાજકીય ગરમાં ગરમી વધી જશે.

ગુજરાતમાં ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં વિધાનસભા કે કોઈ પેટા ચૂંટણી નહીં પરંતુ ગુજરાતમાં ચૂંટણી રાજ્યસભાની આવી રહી છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ચાર જેટલી રાજ્યસભા બેઠકો ખાલી થાય છે. જેમાંથી ત્રણ બેઠક ભાજપ પાસે છે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે. પરંતુ હાલનું વિધાનસભાનું ગણિત જોતાં કોંગ્રેસ ભાજપ પાસેથી એક સીટ આંચકી લઈ શકે છે. અને ભાજપ બે બેઠક તથા કોંગ્રેસ બે બેઠક પર ઉમેદવાર ઉભા રાખી શકે છે. ગત રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતાં આ વખતે આવી કોઈ ઘટના બને એવું લાગતું નથી.

ગુજરાતમાં ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં પેટા ચૂંટણીમાં દલ બદલું નેતાઓને જનતાએ બરાબરનો પાઠ ભણાવી દીધો છે એ જોતાં કોઈપણ ધારાસભ્યો આઘાપાછા થાય એમ લાગતું નથી. અને અત્યારે ભાજપમાં પણ ઉકળતાં ચરું જેવી પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા પણ આવી કોઈ પહેલ થાય એમ લાગતું નથી. ભાજપના કેટલાક ધારાસભ્યો અને નેતાઓ પણ કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાં સામેલ કરીને મંત્રી પદ આપવા સામે વિરોધ નોંધાવી ચુક્યા છે ત્યારે ભાજપ પોતાના આંતરિક વિખવાદને ડામવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાના પ્રયત્નો કરશે નહીં. કોંગ્રેસ દ્વારા અત્યારથી જ આ બાબતે વ્યૂહરચના ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

આ વર્ષે 2020માં ગુજરાતના ચાર જેટલા સાસંદોની ટર્મ પુરી થતા આગામી 26 માર્ચે રાજ્યસભાની ચુંટણીઓ યોજવા જઈ રહી છે. ગુજરાતમાં હાલ ભાજપ પાસે 3, કોંગ્રેસ પાસે 1 બેઠક છે પરંતુ આ વખતે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય નથી પરંતુ ભાજપ માટે કપરા ચઢાણ છે. વર્ષ 2014માં ભાજપ પાસે વિધાનસભામાં 121 સભ્યો હતા જે હાલ 102 જેટલા છે એટલે ભાજપને વર્ષ ૨૦૧૪ માં ચાર બેઠક માંથી ૩ બેઠક આરામથી મળી હતી પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટતા ભાજપે 3 બેઠકોમાં એક બેઠક ગુમાવી પડી શકે છે. જેનો ફાયદો કોંગ્રેસને થશે.

ગુજરાતમાં ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

રાજ્યસભા માંથી ભાજપના ચુની ગોહિલ, લાલજી વડોદીયા, શંભૂપ્રસાદ ટુડિયાની ટર્મ સમાપ્ત થાય છે અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીની ટર્મ પૂરી થવા જઈ રહી છે. આમ જો ટેકનીકલ રીતે જોવા જીએ તો ભાજપ પાસે રહેલી ૩ બેઠક માંથી એક બેઠક કોંગ્રેસ ફાળે જશે અને ભાજપ તેમજ કોંગ્રેસને ૪ બેઠક માંથી બે બે બેઠક મળી શકે છે. આમ ગુજરાત વિધાસભામાં સંખ્યાબળમાં મજબુત બનેલી કોંગ્રેસ ભાજપ પાસેથી વર્ષ ૨૦૧૪માં જીતેલી એક બેઠક આંચકી લેશે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે.

ગુજરાતમાં ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત સાથે લગભગ તમામ રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. કોંગ્રેસ દ્વારા આ વખતે સિનિયર નેતાઓને બદલે બીજી પેઢીના નેતાઓને પણ રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે જેમાં રાષ્ટ્રીય નેતાઓ ગણીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવડા, આરપીએન સિંહ, સુરજેવાલા, રાજીવ સાતવ, જીતીન પ્રસાદ વગેરે નેતાઓને રાજ્યસભામાં મોકલી શકે છે તો ગુજરાતમાં ચૂંટણી ની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની બે બેઠક પર ઉમેદવાર ઉભા રાખવામાં આવશે. જેમાં એક બેઠક માટેનું નામ લગભગ લગભગ નક્કી છે. કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને રાજ્યસભામાં મોકલી શકે છે.

ગુજરાતમાં ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, દિલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં ચૂંટણી બાબતે ચર્ચાઓ અને મિટિંગોનો દોર શરૂ થઈ જશે. આ વખતે પણ રાજ્યસભા ચૂંટણી એટલી જ રસાકસી ભરી રહેશે જેટલી એહમદ પટેલ અને બળવંતસિંહ રાજપૂત વચ્ચે જામેલા જંગ સમયે હતી. કરણ કે ગુજરાતની ચાર બેઠક માંથી ત્રણ બેઠક ભાજપ પાસે છે તો એક બેઠક કોંગ્રેસ પાસે છે જ્યારે વિધાનસભામાં ગણિત જોતાં કોંગ્રેસ ભાજપ પાસેથી એક બેઠક આંચકી લઈ શકે છે અને ભાજપ ત્રણ બેઠકના બદલે બે બેઠક જીતી શકે છે તો કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઇ શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!